________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૬૭ નહીં. કારણ કે અમારે સાધુસમુદાયમાં કોઈ વાર અનેક વિમાસણ હોય છે. આ હકીકત જાહેર થાય તે લખનાર મુનિને કદાચ તેમના વડીલને અણગમે વહેર પડે.
૨૮. અનેક વાર એવું બનેલું કે મહારાજજી સંશોધનકાર્ય કરતા હોય અને નજીકમાં જ પંન્યાસજી શ્રી રમણીકવિજયજી મહારાજ અને હું, મહારાજજી જરાય પ્રયત્ન વિના પણ સાંભળી શકે તેવા અવાજે, વાત કરતા હોઈએ. આ વાતની કઈક બાબત માટે મહારાજજીને અમે અલગ અલગ પૂછીએ કે કેમ સાહેબ! મેં કહ્યું તેમ છે ને? ત્યારે અમારી મોટા અવાજે થયેલી વાતને એક પણ શબ્દ મહારાજને સ્પર્શલે જ નહીં તેથી મહારાજજી અમારી આખી વાત સાંભળે ત્યારે જ ઉત્તર આપે. ટૂંકમાં, બાજુમાં કેણ શું કરે છે? –તેને જરા પણ ખ્યાલ મહારાજજીને રહેતે નહીં. સંશોધનકાર્યમાં તેમની તલ્લીનતા સદાને માટે રહેતી, એટલું જ નહીં, મારા માટે તે મેં અનેક વાર અનુભવ્યું છે કે મહારાજજીની તલ્લીનતાની અસર મને પણ ઘણીવાર થતી કે જેથી સમયને અને થાકને ખ્યાલ પણ વીસરી જવાતું. આજ અનેક વાર તેમના અભાવમાં મન ભારે થઈ જાય છે!
૨૯, પૂજ્યપાદ શ્રુતસ્થવિર, આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની સુરતમાં ગંભીર અને અંતિમ માંદગી હતી તે સમયે મહારાજજી વડોદરામાં હતા. તેમની સાથે આગમોના કાર્ય અંગે કેટલીક આવશ્યકીય ચર્ચા કરવા માટે મહારાજજી વડોદરાથી સુરત ગયા હતા. સૂરતથી વડોદરા પધાર્યા પછી કેટલાક દિવસ પછી મારે પાટણથી વડોદરા જવાનું થયું. એક દિવસ પ્રાસંગિક રીતે મેં મહારાજજીને પૂછ્યું કે “સાહેબ! સુરત જઈને શું કરી આવ્યા ?” મહારાજજીએ જણાવ્યું કે “અમૃત ! કામ કરતાં આપણને જે જે સ્થાને ધ્યાન ખેંચે તેવાં લાગે છે તે પ્રત્યેક સ્થાન સાગરજી મહારાજની નજરમાં છે. અને તેઓએ ખૂબ જ ગંભીર બાબતને યથાર્થ ભાવે પચાવી રાખી તેથી જ એમનું શ્રુતસ્થાવિર્ય છે એમ કહી શકાય.” - ૩૦. વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી મહારાજ મહારાજજીનાં માતુશ્રી હતાં. પોતે સાધ્વી અને પુત્ર સાધુ હોવા છતાં માતા તરીકેની તેમની લાગણીઓ સાવ લુપ્ત તે ન જ થાય એ સ્વાભાવિક છે. આથી જ અનેક વાર મહારાજજી, સાધવી-માતાનું મન સાચવવા, આંતરિક રીતે અલિપ્ત ભાવે, પણ જરાય ઉભડક ન લાગે તેવી રીતે, સાધ્વી-માતા પાસે જતા અને તેમને સંતોષ થાય તે રીતે તેમનું મન સાચવતા. માતા પાસે બેસીને તેઓને સુગમ બને તે રીતે, વિવિધ પ્રસંગે, તાત્ત્વિક વાત વિનોદ સાથે કરતા. આવા કેટલાક પ્રસંગોમાં હું પણ મહારાજજીની સાથે જતા.
૩૧. એક દિવસ સાથે રહેલા મુનિઓ પૈકી બે મુનિભગવંતને પરસ્પર ઊંચાં મન થયાં, પણ મહારાજની ઉપસ્થિતિમાં કપાયનું મોટું સ્વરૂપ થઈ શકે નહીં. આમ છતાં તે બન્ને મુનિઓનાં મન પરસ્પર કાયિત રહેતાં હતાં. આ વાત મહારાજજી પામી ગયા હતા. મહારાજજી વ્યક્તિવિશેષને સમજાવવા માટે સમય પાકવાની અવધિ પણ વિચારતા. આથી તાત્કાલિક તે તેમણે કઈ મુનિને કશું જ કહ્યું નહીં. હું બપોરે મહારાજજીની પાસે ગયો ત્યારે તેમણે મને અંગત રીતે જણાવ્યું કે “ધર્મની વિવિધ આરાધના અને આત્મશાંતિના ઉપાયો પૈકીના એક એક પ્રકારની આ બે જણ (જેમને પરસ્પર ઊંચા મન હતાં તે) વર્ષોથી આરાધના-ઉપાસના કરે છે, પણ કેમ જાણે આત્મકલ્યાણ માટે મુખ્ય હેતુ તેમના લક્ષમાં જ આવતા નથી ! આ બે જણાએ શાસ્ત્રાભ્યાસ અલ્પ કર્યો છે, છતાં “કષાયોને પરિપાક કેવો હોય છે?” તે તે તેમણે અનેક વાર વાંચ્યું હશે. નિયં સિંગાથાને અર્થ જો સાચી રીતે વિચારે તે તેમને કષાયનિમિત્તના ૧. આ ગાથા આ પ્રમાણે છે-નં મન્નિચે રિર્સ ટેન્TIC વિ પુડીy d f સાફચત્તો ના ના મુળ |
અર્થ—દેશન-થોડાંક આછો-પૂર્વ કોડ વર્ષ સુધી ચારિત્ર-સંયમની આરાધના કરીને પણ જો તે ચારિત્રારાધક મુદ્દતમાત્ર કષાય કરે છે તે સંયમના શુભ ફળને નાશ કરે છે,
For Private And Personal Use Only