________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬]
શ્રી આત્માનંદ પ્રકાશ પૂરાં થાય. અહીં પૂજ્ય નીતિપ્રવિજયજી તથા ડેલાવાળા પચાસ રામવિજયજી સાથે પંજાબી ધર્મ શાળામાં દેવવંદન કર્યું છે. જીવદયાની ટીપ તથા ઓચ્છવ પણ કરવા વિચાર છે. નકકી કયારે કરે તે લખીશું. અહીં પાટણનાં તારામતી બહેન, ભોળાનાં મણીબહેન, પાલેજવાળા ડાહ્યા ભવાનનું કુટુંબ યાત્રાએ આવેલું છે, તે બધાને સમાચાર કહ્યા. તે બધાં તેમના ઉપર ઘણી ભક્તિવાળા હોવાથી તેમને પણ ખૂબ જ આઘાત લાગે છે, કારણ કે પાટણ તેમને અસીમ જ્ઞાનોદ્વારને કેમ ભૂલે? (પાલીતાણું તા. ૧૫-૬-૭૧)
પૂ સા. શ્રી વિચક્ષણાશ્રીજી તથા સગુણાશ્રીજી: પૂજ્ય આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજ સ્વર્ગવાસી થયા છે તે વાંચી મનને ઘણું દુઃખ થયું છે. આવા મહાન પુરુષોની ખોટ જૈન શાસનમાં ઘણી જ પડી છે. ખરેખર, આપણું સમુદાયમાં હાલ ભારે ખોટ પડી છે શું તેમને આનંદી સ્વભાવ, શું તે જ્ઞાનના ભંડાર! રાતદિવસ જ્ઞાનધ્યાનમાં જ મગ્ન રહેનાર. આજે એક જ્ઞાનને દીપક જ જૈન શાસનમાં બુઝાઈ ગયે છે. (ચાણસાલ)
પૂ. સા. શ્રી સુભદ્રાશ્રીજી તથા નંદાશ્રીજી: પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજ સાહેબ એકાએક કાળધર્મ પામ્યા તે આપણા જૈન શાસનમાં બહુ ખોટ પડી ગઈ, પણ આયુષ્યને બંધ પૂર્ણ થઈ ગયે એટલે કોઈનું ચાલતું નથી. એમના આત્માને શાન્તિ રહે. બધાને માટે આ રસ્તો છે, પણ કોઈનું ચાલતું નથી.
(થાણ, તા. ૧૮-૬-૭૧) પૂ સા. શ્રી ચરણશ્રીજી તથા અનંતશ્રીજી : આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજ સ્વર્ગવાસ થયાના સમાચાર જાણીને ઘણો જ આઘાત થયો છે, ન પુરાય તેવી ખોટ પડી છે. જયાનંદસૂરિ મહારાજના સાનિધ્યમાં ચતુર્વિધ સંઘે પંજાબી ધર્મશાળામાં દેવવંદન કર્યા હતાં તે જાણવા લખ્યું છે. પંજાબીમાં ઓચ્છવ કરવાનું નકકી થયું છે. દિવસ ચેકસ કર્યો નથી, પછી જણાવશું. દેવવંદનમાં જીવદયાને તથા પૂજાને ફાળો કર્યો હતો. (પાલીતાણા; જેઠ વદિ ૯, વિ. સં. ૨૦૨૭)
પૂ. સા. શ્રી રાજેન્દ્રશ્રીજી, ચંદ્રોદયશ્રી, હિતાશ્રીજી, નયપ્રજ્ઞાશ્રીજી આદિ જ્ઞાનજ્યોતિ બુઝાઈ ગઈ તેથી સાવ શન્ય જેવું લાગે છે. કારશ્રીજી મહારાજનું ચોમાસું પણ શાન્તિનાથમાં છે તે જાણશે. તેમને તે ઘણો આઘાત લાગ્યો છે. આ તે એક સ્વપ્ના જેવી વાત બની ગઈ. બધાંને હવે તે મુંબઈમાં ગમતું પણ નથી. (વરલી, મુંબઈ; અષાડ સુદિ ૧૫, વિ સં. ૨૦૨૭)
પૂ. સા. શ્રી જયશ્રીજી, યશ-પ્રભાશ્રીજી, નિર્મળાશ્રીજી આદિઃ આગમપ્રભાકર ગુરુદેવના સમાચાર જાણી અમને બહુ જ આઘાત થયેલ છે. આપણને તથા શાસનને ઘણી ખોટ પડી છે. આવું જાણતાં હોય તે અમે નીકળત જ નહિ. પાંચ દિવસ માટે દર્શનથી વંચિત રહી ગયાં. તે તે તેમના આત્માનું કલ્યાણ કરી ગયા. (મલાડ, મુંબઈ)
પૂ. સા. શ્રી વલ્લભાશ્રીજી, વિમળશ્રીજી, જ્ઞાનશ્રીજી આદિ : ખરેખર, આપણા આખા સમાજને આજે ન પુરાય તેવી ખોટ પડી છે. વિશાળતા, ઉદારતા, કામ કરવાની તીવ્ર જિજ્ઞાસા, જ્ઞાનભંડારાનું ખૂબ ચોકસાઈથી રક્ષણ કરવું, તેની સાથે નિરભિમાનતા, નિખાલસતા અને સર્વ પ્રત્યે સમાનતા—આ બધા એમના સહજ ગુણોને યાદ કરતાં હૃધ્ય ગદ્ગદ બની જાય છે. પરમાત્મા પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ, પ્રભુ એ મહાપુરુષને અમર આત્મા જ્યાં હોય ત્યાં એને અંખડ શાન્તિ મળે. અને ફરી ફરી જૈન શાસનમાં આવા ધર્મવીરોની ઉત્પત્તિ થાઓ. (પાલીતાણા, તા. ૧૭-૬-૭૩)
પૂ. સા. શ્રી સમતાશ્રીજી તથા દર્શનશ્રીજી: મુંબઈ ખાતે આપણું શ્રી અગમપ્રભાકર શ્રી પ. પૂ. પુણ્યવિજયજી મ. સા. છ કાળધર્મ પામ્યા છે તે વિશે આપણે સમુદાયમાં એક અમૂલ્ય રતનની મેટી ખોટ પડી છે, જેથી આપના આત્માને તે દુઃખ થયું છે તે તો કેવલી ભગવંત જાણે છે, પરંતુ આખા સમાજને પણ મહાન આઘાત થયેલ છે, છતાં સંજોગીઓના વિયેગે છે જ એમ જાણી મન વારવું પડયું છે.
(પાટણ, તા. ૨૨-૧-૭૧)
For Private And Personal Use Only