________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની વિદ્યાસંસ્થાઓ ગુજરાતની જાણીતી વિદ્યાસંસ્થાઓ–ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત ઈતિહાસ પરિષદ–ના સંયુક્ત ઉપક્રમે, તા. ૨૭-૬-૭૧ના રાજ, મહારાજશ્રીને શોકાંજલિ અર્પણ કરવાની સભા, એચ. કે. કોલેજના સભાખંડમાં, જાણુતા વિદ્વાન શ્રી રસિકલાલ છોટાલાલ પરીખના પ્રમુખપદે મળી હતી. સભામાં જુદા જુદા વક્તાઓએ મહારાજશ્રીને અંજલિ અર્પણ કર્યા બાદ તેઓશ્રીના જીવે અને કાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું. આ ઠરાવની નકલ મેળવવા પ્રયત્ન કરવા છતાં અમને એ નથી મળી શકી. આ સભાની કાર્યવાહીને ટ્રક અહેવાલ, વક્તાઓનાં વક્તવ્યના મુખ્ય મુદ્દા તથા શેક-ઠરાવના થોડાક લખાણ સાથે, ભાવનગરથી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના તા. ૧૦-૭-૭૧ના અંકમાં છપાયો છે, તે સામાન્ય ફેરફાર સાથે અહીં સાભાર રજૂ કરવામાં આવે છે.
પતિવર્ય શ્રી બેચરદાસજી દેશીએ મુનિશ્રીની તેજસ્વિતા અને સતત જાગૃતિને બિરદાવતાં કહ્યું કે મેં એમના જેવા બીજા સાધુ જોયા નથી. - ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ શ્રી ચીનુભાઈ ચીમનલાલે કહ્યું હતું કે, મુનિશ્રીએ જૈન જ્ઞાન-ભંડારમાં પડી રહેલા જ્ઞાનગ્રંથને વ્યવસ્થિત કરવાનું અને અથાગ મહેનત, ઝીણવટથી તથા એકાગ્ર ચિત્તથી તેનું સંશોધન કરવાનું જે કામ કર્યું છે તે ચિરસ્થાયી છે.
| ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉમાશંકર જોષીએ જણાવ્યું હતું કે, મુનિશ્રી પુણ્યવિજયજી જતાં ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનને ખોટ પડી છે. તેમનું જીવન ચન્દ્રના પ્રકાશ જેવું દિલને ભરી દે તેવું આહલાદક હતું.
વડોદરાના પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેકટર ડો. ભોગીલાલ સાંડેસરાએ કહ્યું કે, મુનિશ્રી જ્ઞાનભક્તિના મહાન પ્રવર્તક હતા. ભારતીય વિદ્યા અને સંસ્કૃતિ ઉપર તેમણે નવો પ્રકાશ ફેંકયો છે.
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કહ્યું હતું કે, તેઓ એક જીવંત વિદ્યાપીઠમાં બેઠેલા જીવંત સાધકની કલ્પનાને પણ વટાવી જાય તેવું વ્યક્તિત્વ ધરાવતા હતા. જ્ઞાનોદ્ધારની સાથોસાથ તેમણે માનવરહિત અને માનવઉદ્ધારને ક્ષેત્રે પણ કામ કર્યું હતું.
શ્રી રસિકલાલ પરીખે આગમપ્રભાકરજીને એક સંત અને સુસ્પેલર તરીકે ઓળખાવીને કહ્યું હતું કે, તેમના જેવી વિભૂતિ આખા દેશમાં મળવી મુશ્કેલ છે.
સભાએ પસાર કરેલ ઠરાવવામાં કહેવામાં આવ્યું છે કે
છેલ્લાં કેટલાંક વર્ષોથી આગમ-વાચનાનું ભગીરથ કાર્ય તેમણે હાથ ધર્યું હતું અને એ કાર્ય કરતાં કરતાં જ તેઓ કાળધર્મ પામ્યા. કાળધર્મ પ્રકૃતિને સ્વભાવ છે, પરંતુ મહારાજશ્રીના જવાથી ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં પડેલી ભારે ખોટ પૂરવી અત્યારે તે અશક્ય જણાય છે. તેઓશ્રીનું જીવનકાર્ય આ ક્ષેત્રના સર્વ ઉપાસકને લાંબા સમય સુધી પ્રેરણા આપશે એ નિઃસંદેહ છે.
For Private And Personal Use Only