SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ જો]. સભાને આઠ વર્ષને સંક્ષિપ્ત રિપિટ ધર્મ પ્રકાશ” ની પડતર કિંમત પણ વધીને રૂા. ચાર જેટલી થઈ ગઈ. વર્ષોથી જૈન ધર્મના પ્રચારનો જે આદર્શ સભાએ સેવેલ તે આદર્શ પાર પાડવા માટે આ પરિસ્થિતિ સુધરી જશે” એવા આશાવાદમાં રહીને માત્ર રૂ. દોઢના લવાજમે માસિક આપવું ચાલુ જ રાખ્યું અને પડતી ખોટને પહોંચી વળવા માટે “ શ્રી જૈન ધર્મ પ્રકાશ સહાયક કંડ” શરૂ કરવામાં આવ્યું. જો કે શરૂઆતના બે ત્રણ વર્ષોમાં આ ફંડમાં સારી રકમની સહાય મળી પરંતુ પાછળથી તે સહાય મંદ થતી ગઈ અને છેવટે સં. ૨૦૦૬ માં “પ્રકાશ” ના લવાજમમાં વધારે કરવામાં આવ્યો. વિષમ પરિસ્થિતિને કારણે “પ્રકાશ”ને આશરે રૂા. દશ હજાર ઉપરાંતની ખોટ સહન કરવી પડી. “ પ્રકાશ” હમેશાં ઊંચા પ્રકારના ગ્લેઝ કાગળ પર છપાય છે અને વાંચન પણ પૂરતું આપવામાં આવે છે એટલે તેની પડતર કિંમત ઊંચી રહે છે. વળી જે લવાજમને વધારો કરવામાં આવ્યો છે તે તે ફક્ત ગ્રાહક બંધુઓને જ લાગુ પડે છે. સભાના લાઈફ મેમ્બરને તે તે ભેટ તરીકે આપવું જ રહ્યું એટલે હજી પણ વર્ષ દહાડે થોડી ખોટ સહન કરવી પડે છે. પ્રકાશ સહાયક કંડમ” કણે કણે કેટલી રકમની સહાય આપેલ તે તે વખતના પ્રકાશ” માસિકમાં વિગતવાર દર્શાવવામાં આવેલ છે. છેવટે સં. ૨૦૦૬ ની સાલમાં “ પ્રકાશ” ખાતે ખેંચાતી રૂ. ૭૦૦૦) સાત હજારની રકમ સભા ખાતે માંડી વાળવામાં આવી છે. “ પ્રકાશ” ને જે પ્રચાર છે, “ પ્રકાશ” પ્રત્યે ગ્રાહકેની જે ચાહના છે અને • પ્રકાશ” પ્રત્યે લેખકબંધુઓને જે આદરભાવ છે તે માટે “ પ્રકાશ ” હંમેશા મગરબી ધરાવે છે અને હજી પણ જૈન ધર્મના વિશેષ ને વિશેષ પ્રચાર માટે પ્રયાસ કરતા રહેવાની મનોભિલાષા છે. “પ્રકાશ” જેટલા દીર્ઘ આયુષ્યવાળું એક પણ માસિક જૈન સમાજમાં નથી, જે પરમકૃપાળુની કૃપાનું જ ફળ છે. “ પ્રકાશ ” સહાયક ફંડમાં જે જે દાતાઓએ મદદ કરી છે તે પ્રકાશના ઉત્કર્ષના યશના ભાગીદાર છે અને તે અંગે તેઓને આભાર વ્યક્ત કરવામાં આવે છે. ખાસ કરીને સર કીકાભાઈ પ્રેમચંદે આ સહાયકફંડમાં ૫૦૦૧૦૦૦-૫૦૦ એ પ્રમાણે રૂા. ૨) બે હજારની મદદ કરેલ છે, જે અભિનંદનીય છે. સહાય” ની નોંધ નીચે પ્રમાણે – સં. ૧૯૯૯ રૂા. ૧૦૮૬) (રૂ. ૧૦૦૦, સર કીકાભાઈ પ્રેમચંદ) સં. ૨૦૦૦ રૂ. પ૦૭ (રૂા. ૫૦૦, , , ) સં. ૨૦૦૧ રૂ. ૧૨૪) (ગ્રાહક બંધુઓ) સં. ૨૦૦૨ રૂ. ૨૧૦૬ ( સભાસદ બંધુઓ, ગ્રાહકો અને પરચુરણ) સં. ૨૦૦૩ રૂ. ૭૦પાન (ગ્રાહક બંધુઓ વિગેરે) For Private And Personal Use Only
SR No.531775
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy