________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ માનવ કિમ માનવી
પરજીવને પીડા કરે એ માનવે કિમ માનવી? પરદુઃખથી જે સુખ વરે એ માનવે કિમ માનવી? આનંદ પીડામાં લહે એ માનવે કિમ માનવી? કુવિચાર એવા જે વહે એ માનવે કિમ માનવી?
પળપળ મુખે જુઠું વદે એ માનવે કિમ માનવી ? અપકીતિ જેની છે બધે એ માનવે કિમ માનવી? બોલી ફરી જાએ સદા એ માનવ કિમ માનવી અવગુણ વસે જેમાં બધા એ માનવે કિમ માનવી ?
૨
ચોરી કરે નિલ જજ થઈ એ માનવે કિમ માનવી? મીડી વદે વાતે જઈ એ માનવે કિમ માનવી ? અપહરણમાં આનંદ જ એ માનવે કિમ માનવી ? ધન એજ છે સર્વસ્વ જસ એ માનવે કિમ માનવી?
૩
પરનાથી લપટ જેહ છે એ માનવે કિમ માનવી ? જસ વિલ વિલ્હલ ચિત્ત છે એ માનવે કિમ માનવી? કામી મદનવશ જે રહે એ માનવે કિમ માનવી? કુવિચાર જસ મનમાં રહે એ માનવે કિમ માનવી?
વ્યવહાર સહુ જુઠે કરે એ માનવે કિમ માનવી ? મન કપટ આકાંક્ષા ધરે એ માનવે કિમ માનવી
For Private And Personal Use Only