SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नूतन वर्षतुं मंगलमय विधान. योगाभोगानुगामी द्विजभजनजनिः शारदारक्तिरक्तो । दिगजेता जेवजेता मतिनुतिगतिमिः पूजितो जिष्णुजिह्वः ॥ जीयाद् दायादयात्री खलबलदलनो लोललीलस्वलजः । केदारौ दास्यदारी विमलमधुमदोहामधामप्रमत्तः ।। જિનવચનને વિસ્તાર કરવાવાળા, ક્ષત્રિયવંશમાં જન્મેલા, અહનિશ વિવાધ્યયનશીલ, (અનેક) વાદીઓને જીતનારા, બુદ્ધિમાન મનુષ્યવડે પ્રશંસા પામેલા, વિષયના સમૂહને વિનાશ કરનારા, શ્રોતાઓને સન્માર્ગમાં પ્રેરનારા, તૃષ્ણને લજજ પમાડનાર, ધર્મોપદેશવડે મૃત્યુના ભયને ટાળનારા અને કામગને જીતનારા (થી વિજયાનંદસૂરિ) જયવંત વર્તા” સાહિત્યાચાર્ય ૫૦ માધવાનંદ શાસ્ત્રી શ્રી વિજયાનંદસૂરિને (અંતર્ગત જૈન ધર્મને) ૫૧ અર્થવાળો સ્તુતિ-શ્લેકઃ પ્રકાશને પ્રવેશ જે પ્રસંગે કલ્યાણકારી વર્ષાઋતુનું આગમન થયા પછી જનસમાજના ચિત્તમાં પ્રસન્નતાની ઊર્મિનો સંચાર થઈ રહ્યો છે તે વર્ષાઋતુથી આનંદજનક બનેલા તેમજ છેલ્લા દિવસમાં મંગલકારી પર્યુષણ પર્વારાધનની શરૂઆતવાળા શ્રાવણ માસના સુરમ્ય પ્રભાતે ચાર દષ્ટાંતથી નિષ્કમ બનેલા સિદ્ધપરમાત્માને નમન કરી, ર૦ ગુરુવર્ય શ્રી વિજ્યાનંદસૂરિજી (બી આત્મારામજી) મહારાજ કે જેમના ઉભય પવિત્ર નામને સમન્વય કરી પ્રસ્તુત (આત્માનંદ) સભાને ૫૮ વર્ષ પહેલાં આરંભ થયો હતો તેમજ જે મહાન આત્માની પ્રતિકૃતિ પ્રસ્તુત મુખપૃષ્ટ ઉપરથી જૈન જગત ઉપર ક્ષાત્રતેજ અને આધ્યાત્મિક તેજનાં કિરણે વિસ્તારી રહી છે તેમને વંદન કરી, અનેકાંત અને અહિંસા અથવા જ્ઞાન અને ક્રિયારૂપ ઉભય ચોથી જૈન દર્શનને જે રથ ગતિમાન થઈ રહેલો છે, અને જે દર્શન વાસ્તવિક રીતે વિશ્વ ધર્મ છે. અને અન્ય દર્શનનાં સિહા તેના નિર્ઝરણારૂપ છે–તે જેને ધમને પ્રણામ કરી–એ રીતે દેવ, ગુરુ અને ધર્મના મંગલમય તેનું સ્મરણ કરી, “આત્માનંદ પ્રકાશ' એકાવનમા વર્ષમાં પ્રવેશ કરે છે. પૂર્વ પ્રણાલિકા પ્રમાણે સ્વગત વિચારે છે કે-જગતમાં સૂર્ય, ચંદ્ર, દીપક, વિદ્યુત વિગેરે અનેક પ્રકાશે છે પણ એ સર્વ કરતાં અનંતગુણ ચડિયાતે આત્માને પ્રકાશ છે કે જે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને કર્મરૂપ-પાંચ સમવાયને અનુસરીને દહન, જ્ઞાન, ચારિત્ર અને તપઠારા વ્યકત થાય છે; કેવલજ્ઞાનીઓએ પાંચ કારણોમાં પુરુષાર્થની મુખ્યતાવડે સંપૂર્ણપણે પ્રકટાવેલ છે; એ કેવલજ્ઞાનરૂપ મહાસાગરનું હું એક બિંદુ છું; છતાં એ બિંદુનું જગતમાં અસ્તિત્વ છે; કર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતાં અનંતાનપ્રકાશનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપી ક્ષાયોપથમિકશાન નિમિત્ત છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી “જ્ઞાનસાર ”માં કહે છે કે “કૃષ્ણપક્ષ (મિથ્યાત્વ) ક્ષીણ થયે છત અને સમફત્વરૂપ શુકલપક્ષ ઉદયમાન થયે છતે બીજનો ચંદ્ર વધતા વધતા જેમ પૂર્ણિમાને ચંદ્ર બની જાય છે.” તેમ થાયોપથમિક જ્ઞાન અનેક જન્મોના શુભ પ્રયત્નો પછી ક્ષાયિક બની જાય છે, તેથી શ્રુતજ્ઞાનરૂપ અક્ષરદેહદ્વારા બાહ્ય અને આંતર જગતમાં મારાથી યથાશકિત કાર્ય [ ૨ ]e. For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy