SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भर्तृहरि अने दिङ्नाग શ્રી આમાનંદપ્રકાશના તા. ૧૫-૭-૫૨ ના અંકમાં આચાર્યભગવાન શ્રી મધુવાદિક્ષાબમણુના સમયના અનુસંધાનમાં બોદ્રાચાર્ય દિનાગરચિત પ્રમાણસમુચ્ચયની રચના ભતૃહરિપ્રણીત વાયપદીયથી પૂછી થયેલી છે, એ હુ જણાવી ગયું છું. આ સાથે Bhartrhari and Dilnāga ( ભતૃહરિ અને દિનાગ ) નામને જે ઇગ્લીશ લેખ આપવામાં આવેલું છે તે ઉપર જણાવેલ વાકયપદીય અને પ્રમાણસમાચયના પૂર્વાપરભાવનું જ વિશદ રીતે સમર્થન કરે છે. આ ઈલીશ લેખના લેખક વિદ્વાન મહાશય શ્રીમાન ૧રંગાસ્વામી રામાનુજ આયંગર ઐસુરરાજયના પુરાતત્વ સંશોધનમંદિરની મુખ્ય સંચાલક છે. સંસ્કૃત સાહિત્યના જ્ઞાન ઉપરાંત ટિબેટન ભાષાનું પણ જ્ઞાન ધરાવે છે અને ભારતમાં ટિબેટનગ્રંથ ઉપર સંશોધન કરનારા વિરલ વિદ્વાનોમાંના એક છે. બૌદ્ધ સાહિત્યનો ઘણો મોટો ભાગ સંસ્કૃત ભાષામાં આજે નાશ પામી ગયો છે અને તેનાં ચીની તથા ટિબેટન ભાષાંતર જ આજે મળે છે. આ હકીકત મારા લેખમાં હું ઘણીવાર જણાવી ગયો છું. પ્રમાણમા નામના દિગનાગરચિત ગ્રંથ કે જેને વૈદિક તથા 'જૈન સાહિત્યમાં ખાન-મન માટે ઘણો ઉપયોગ કરવામાં આવેલ છે તેની પણ આ જ દશા થઈ છે. આ ગ્રંથ ઉપર દિડ નાગની ૫૪ વૃત્તિ પણ છે અને તેના ઉપર જિનેન્દ્રમતિપાદ ઉર્ફે જિનેન્દ્રબુદ્ધિએ રચેલી ૯૦૦૦ લોકપ્રમાણ વિશાલામલવતી નામની ટીકા પણ છે. આ મૂર, વૃત્તિ અને ટી ત્રણે સંસ્કૃતમાં નાશ પામી ગયાં છે, તેથી પ્રમાણસમુચ્ચયનું ટિબેટન ભાષાંતર ઉપરથી સંસ્કૃતમાં પુનઃ ભાષાંતર (Restoration into Sanskrit) કરીને જનતા સમક્ષ મૂકવા માટે શ્રી આયંગરે ઘણે પ્રયત્ન કરીને આજથી બાવીસ વર્ષ પૂર્વે તેને ૬ પરિચ્છેદે પૈકી પ્રથમ પરિચ્છેદ પ્રકટ કર્યો હતો. ત્યાર પછી અનુક્રમે બીજા પરિચ્છેદ પ્રમોટ કરવા માટે તેમને પ્રયન તે ચાલુ હતો જ, પણ ટિબેટનમાંથી સંસ્કૃતમાં ભાષાંતર કરવાના કાર્યની અત્યંત કઠિનતાને લીધે પ્રકાશિત કરી શકયા ન હતા. આથી જ્યારે મેં નયચક્રમાં પ્રમાણસમુચ્ચય અને તેની વૃત્તિના ઘણા પાઠે ઉદ્ધત કરેલા જોયા ત્યારે મેં તેમને સચના કરી કે નયચક નામના અપ્રસિહ જૈનદાર્શનિક ગ્રંથને ઉપયોગ કરવાથી ટિબેટનમાંથી સંસ્કૃતમાં અનુવાદ કરવાનું કેટલેય સ્થળે તમારું કષ્ટ બચી જશે. તેઓ ઘણુ ખુશી થયા અને મારી પાસેથી નયચક્રની પ્રતિ મંગાવી. પછી વડાદરા, હંસવિજયજી લાયબ્રેરીની નયચકની પ્રતિ પૂજ્યશ્રી પુણ્ય વિજયજી મહારાજ સાહેબઠારા મેં તેમના ઉપર મોકલાવી હતી. આ પ્રતિનો ઉપયોગ તેમણે ભર્તુહરિના સમયના સંબંધમાં પણ કર્યો છે, એને ઉલ્લેખ સાથેના લેખમાં વાચકો જોઈ શકશે. H. R. Rangaswami Iyengar, M. A. Suprintendent, Oriental Research Institute, MYSORE. ૨ નવાયાવતારમાં આચાર્ય ભ૦ શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પણ પ્રમાણસમુચ્ચયનું ખંડન કરેલું છે. ૩ વિ. સં. ૨૦૦૪ માં અમારું તલગામ ઢમઢેરા (છજ્જા-પુના) માં ચોમાસું હતું તે વખતે નયચક્રની પ્રતિ મેં આયંગર ઉપર મોકલાવી હતી એટલે મારા નામોલ્લેખમાં તલે ગામનું નામ તેમણે લખ્યું છે. [ ૨૨ ]ë For Private And Personal Use Only
SR No.531584
Book TitleAtmanand Prakash Pustak 050 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1952
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy