SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિમા ( શિખરિણી ) અતિ શ્રેષ્ઠ શિપે અધિકતર જે સુંદર દીસે, રૂડા ગર્ભાગારે જિનવર જહીં વાસ વસતા; પ્રભાતે જાવું ત્યાં નમન કરવા ચેત્યગૃહમાં, દપે કેવી_દૈવી જિનવરતણું ભવ્ય પ્રતિમા. ૧ ભલે ચૈતન્ય શાં હલનચલને ત્યાં સ્ફરતાં, ભલે આશીર્વાદે પ્રભુ ન ઉચરે સૈમ્ય મુખથી; ભલે હસ્તા લખે વિભુ ન રહેતાં ભક્ત જનને, ભલે પાપાત્માના કર જકડતી આ ન પ્રતિમા. ૨ છતાં યે ખેંચાતું ભવિક ર્દીલ પ્રેમે છલકતું, પ્રભુજીની દેવી વિમલ પ્રતિમા પે ઘડી ઘડી, ભેંલી જા તું તે તે વ્યથિત સહુ ભાવે જગતના, ટળી જાતી મૂછ શિથિલ બનતી મેહ મમતા. ૩ હજારે સમ્રાટ વિમલ બનતા પૂછ પ્રતિમા, સુકર્મોથી કઈ હજી ય ઇતિહાસે વિલસતા; કુકમ મેહધો નૃપ જગતમાં ધિકૃત થયા, કીધાં જેણે નાશ પુનિત પ્રતિમાના નિશદિને. ૪ નથી તીખાં શસ્ત્રો નિરખી પ્રતિમા ધજી ઉઠતી, નથી રાતાં નેત્ર નિરખી પ્રતિમા કંપી ઉઠતી; નથી રને દેખી મુદિત પ્રતિમા હર્ષ ભરતી, છતાં ભવ્યે ભાવે ભવિક ઉરમાં સખ્ય કરતી. ૫ કળા સ્થાપત્યના પ્રતિક સરખી દિવ્ય પ્રતિમા, સદા વન્ધા છે રે હિતકર સદા આલમ વિષે; મને ભાસે છે કે જે પ્રશમ રસની શાન્ત પ્રતિમા, વદે છે. સૂત્રોને વિધિવિહિત શાંતાકૃતિથકી. ૬ ઘણું છે તાર્યા વિમલ પ્રતિમાઓ જગતના, ભલા ભાવ જાગ્યા વિરતિ ભરીયા માનવ વિષે મહાચેતના પરિચયતણાં સાધન સમી, સદા શેભે છે આ જગતભરમાં ભવ્ય પ્રતિમા. ૭ નિહાળી શ્રદ્ધાથી પરમ પુનિતા મૂર્તિ વિમળા, ઉડ્યા ત્યાગી ભાવ વિમલતમ શયંભવ વિષે; રચી જેણે ભવ્યા ગહન રચના શાસ્ત્રિય અહે! નકી મૂર્તિ વધે જીવન ઘટના ઉત્તમ બને. ૮ મહા અબ્ધિમાંહે જિનપ્રતિમ શા મત્સ્ય નિરખી, બીજા મ પામે પરભવતણું જ્ઞાન વળમાં, અને જ્ઞાનેશ્વેકે નિજ વિમલ ભાવે ગ્રહી રહી, ખરે પામે છે તે પ્રશમ ભરિયા સત્ય રૂપને ૯ અહેમૂર્તિ દેખી વિરતિ પ્રગટી આસુતમાં, પુરાણ જન્મના સકળ નિજ સંસ્કાર સ્મરતાં, ખપાવી કર્મોને અર્તાવ કલુષાં દુઃખ ભરિયાં, નક્કી પામે તે નિજ સ્વરૂપને મૂર્તિ નિરખી. ૧૦ નિહાળી મૂર્તિના પ્રશમરિયા નેત્રયુગને, અને મુખે મીઠા મિત સહિત ભાવો નિરખતાં, મહા આનન્દોનો ઉદધિ ઉછળે સર્વ દિશથી, જડી જાણે હૈયે વિમલતમાં હેમેન્દ્ર! પ્રતિમા. ૧૧ રચયિતા –મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી For Private And Personal Use Only
SR No.531488
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy