________________
a
obtenere
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-G@GMDow
s"
ક
શ્રી મહાવીર જન્મોત્સવ.
"Mewesomeo
Noooooooooo
(ભીમપલાસ-ભારત કા ડંકા-એ રાગ ) સિદ્ધાર્થ ઉરે નવ હર્ષ સીમા, ત્રિશલા હરખાયે રગરગમાં શુભ ભાવ અહિંસા પ્રસરે ત્યાં, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ટેક. ભવિજનના ઉર ઉદ્યાન મહીં, મધુરી સુખદા વસંત ખીલી; શુભ ભક્તિ સુવૃત્તિ વસી રસીલી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં ૧ મૈત્રી જાગી સુરદાનવમાં, દુર્ગણ પરિણમતા સદ્દગુણમાં કરુણું પ્રગટી હિંસક ઉરમાં, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૨ ધરણું નંદનવન સમ ભાસે, મહેકે પૃથ્વી મધુરી વાસે, સુરબાળાઓ રમતી રાસે, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં, ૩ સઘળાં ચૈતન્ય સ્વરૂપ ભાવે, ચેતનની તિ પ્રગટાવે, પ્રભુની મૂર્તિ ઉર પધરાવે, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં ૪ વર્ષા વષ ધનધાન્ય તણી, મમતા દુર્વત્તિ સર્વ હણ, સમતા વૃત્તિ શુભ શ્રેષ્ઠ ગણી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૫ ભૂમિ શુદ્ધ બની શીતલ વાયુ, ખૂલતાં વૃક્ષે જન દીર્ધાયુ, આનંદ ભર્યું જગ સુખ છાયું, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૬ પ્રભુ અજિત બુદ્ધિના સ્વામી, આનંદ સ્વરૂપ અંતરયામી હેમેન્દ્ર પ્રમોદ ધરે પામી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૭
ચયિતા મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી મુ. હવાડા ( વિજાપુર )
g
૦૦૦
Om mom2006
© COOOOOGહક
For Private And Personal Use Only