SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મશર્માલ્યુય મહાકાવ્ય : અનુવાદ ૧૭. શબ્દ-અર્ચની મીમાંસા ગાંઠે ન વાગૂ, અર્થ ભલે હૃદસ્થ, એ કવિ કે ગ્રથને ન દશ; જિવાતને સ્પર્શ કર્યા વિના ન, શકે પીવા પાણું ઘણું ય શ્વાન. હુદ્યાર્થહીના સુપદે સહિતા, વાણી બુધના મનને ગમે ના; રે! આકડાના દૂધની સરિતા, દષ્ટિપ્રિયા એ જનને રુચે ના. પુણ્યથી કોઈકની હોય વાણી, શબ્દાર્થ સંદર્ભ વિશેષ ખાણી, ઇંદુ વિના ઘુતિ ન અન્ય કેરી, સુધાધુની ઉત્તમ ધૂણનારી. સજ્જનેને ભાવાંજલી રચાયેલા શ્રવ્ય સુકાવ્ય ઠામે, કેઈ સચેતા બુધ તોષ પામે, સ્ત્રીના કટાક્ષે તિલકાખ્ય વૃક્ષ, રોમાંચ પામે, ન જ અન્ય વૃક્ષ. છે, છતાં હું યથાશક્તિ આ જિનનું ચરિત્ર કહીશ. બાકી તે વાગદેવતા પોતે પણ આ સમ્યફપણે વર્ણવી શકે એમ નથી. એ શબ્દો વડે જિનચરિત્રને ગરિમાતિશય બતાવ્યો હોઈ અત્રે ઉદાત્ત અલંકાર છે. ૧૪. અર્થ ભલે હદયમાં રહ્યો હોય, પણ ગાંઠે વાગવૈભવ ન હોય, સુંદર શબ્દભંડળ ન હોય, તે કઈ પણ કવિ કાવ્યગ્રથનમાં વિચક્ષણ ન થાય. આનું અત્ર અર્થાતરન્યાસથી સમર્થન કર્યું છે. ગમે તેટલું પાણી હોય પણ શ્વાન તે જિવાના અગ્રભાગથી સ્પર્શ કર્યા વિના તે પી શકે નહિ. તાત્પર્ય–અર્થ તે ઘણે હૃદયમાં ભર્યો હોય, પણ તે જીભને ટેરવે ન ચઢે, એટલે કે સુંદર શબ્દરચનારૂપ વાણી દ્વારા વ્યક્ત ન થઈ શકે તે તેથી ગ્રંથસાફલ્ય ન થાય. આમ સુંદર શબ્દભવની (પદની) ઉપયોગિતા બતાવી. ૧૫. હવે આ લોકમાં અર્થની મહત્તા બતાવે છે. મનને ગમે એવા (હઘ) અર્થ વિનાની, પણું સુંદર પદબંધવાળી વાણી પણ બુધજનોના મનને ચતી નથી; અર્થાતરન્યાસથી તેમનું સમર્થન કરે છે–આકડાના દૂધની નદી પણ, આંખને ગમે એવી હોય છતાં, લોકોને રુચતી નથી. તાત્પર્ય –વાણી ગમે તેવી શબ્દચમત્કૃતિવાળી હેય-શબ્દાબરવાળી હોય, પણ સુંદર અર્થથી વંચિત હેય તે તે બુધપ્રિય થતી નથી. ૧૬. ઉપરના બે શ્લોકમાં અર્થ-શબ્દની જુદી જુદી વિવેક્ષા કરી, હવે તે બન્નેને સુયોગ તો કેઈક ધન્યને જ સાંપડે છે તે અત્ર કહ્યું છે.–પુણ્યવડે કરીને જ કાઈકની જ વાણી શબ્દ-અર્થસંદર્ભની વિશેષતાથી ભરેલી હોય છે. પૂર્વોક્ત સામાન્ય વસ્તુનું વિશેષથી સમર્થન કરે છે (અર્થાતન્યાસ અલંકાર) કે–ચંદ્ર વિના અન્યની કાંતિ સુધા-અમૃતની સરિતા ન હોય, કે ઉત્તમને ( ઉત-તમસ)-ગાઢ અંધકારને ઉડાડનારી ન હોય. અહીં શ્લેષ આમ ઘટાવવોઃ જેમ ચંદ્ર અમૃતની નદી રેલાવે છે તેમ કવિ વચનરૂપ અમૃતની નદી રેલાવે છે; જેમ ચંદ્ર ( ઉત-તમસૂ) ઉત્તમને-ગાઢ અજ્ઞાન અંધકારને ધૂણી નાખે છે, ઊડાડી દે છે, તેમ કવિ ઉત્તમ–ગાઢ અજ્ઞાન અંધકારને ઊડાડે છે, અથવા ઉત્તમ જનોને ધૂણાવે છે-ડોલાવે છે અથવા ઉત્તમાંગને ધૂણાવે છે. અહીં પિતાના નામનો એક દેશ ચંદ્ર” મૂકી કવિએ પિતાનું નામ ધ્વનિત કર્યું છે, અને સૂચવ્યું કે મહારી વાણું શબ્દ-અર્થના સુયોગવાળી હશે. ૧૭, શ્રવણ કરવા યોગ્ય એવું કાવ્ય રચાતાં તે પ્રત્યે કોઈક સચેતા-સહદય વિદ્વાન જ પરિ For Private And Personal Use Only
SR No.531424
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy