________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
૧૦ -
ધર્મશર્માલ્યુદય
|
મહાકાવ્ય ; અનુવાદ
પ્રીતિ પર તુચ્છ ગુણે પરેના, મેટા સ્વગુણે પણ તેષ તે ના; એ જ જેના મનને વિવેક, તે સાધુને પ્રાર્થવું શું જ છે? સંતનું સર્જનમાં વિધિથી, કેમે ખર્યા જે પરમાણુ–તેથી, માનું રચાયા ઉપકારી અન્ય, અબ્ધિ દ્રુમ ચંદન ચંદ્ર ધમ્ય. પરાભુખા તે ય પરોપકારી, પ્રવૃત્તિમાં સાધુ જ શક્તિશાલી; શું પીઠ છે તે પણ કુમ આહિ, ભારી ભૂ-ઉદ્ધારણ શક્ત નહિ? નિસર્ગશુદ્ધ સતને ન કોય, ચેતે વિકારાર્થ ઉપાધિ હેય, વિવર્ણગે ત્યજતા સ્વભાવ, સ્ફટિકને એથી શું તુલ્યભાવ?
(અપૂર્ણ) –ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા તેષ પામે છે, અર્થાતરન્યાસથી આ વાતનું સમર્થન કરે છે. સ્ત્રીના કટાક્ષેથી તિલક નામનું વૃક્ષ જ રોમાંચિત થાય છે, બીજા વૃક્ષ નહિં.
૧૮. પારકા સ્વ૯૫ ગુણમાં પણ પરમ પ્રીતિ દાખવવી, અને પિતાના મહદ્ ગુણમાં પણ સંતો ન ધર, એ જેના મનનો વિવેક છે તે સંતજનો પ્રત્યે શું પ્રાર્થના કરવી? એમને પ્રાર્થના જેવું કશું ય રહ્યું જ નથી. અહીં આક્ષેપ અલંકાર છે; કારણ કે પ્રસ્તુત કહેવા યોગ્ય વસ્તુમાં હવે વિશેષ શું કહેવું એમ નિષેધ કર્યો છે.
૧૯. પરોપકારપરાયણ સત્યુ અંગે કવિ અત્રે ઉલ્લેક્ષા કરે છે કે –વિધાતાએ પુરુષોનું નિર્માણ કર્યું તે વેળાયે કેમે કરીને જે થોડાઘણું પરમાણુ ખરી પડ્યા, તે વડે કરીને સમુદ્ર, ચંદ્ર ચંદન, વૃક્ષ આદિ બીજા ઉપકારીઓ રચાયા છે, એમ હું માનું છું.
૨૦. સંતજને પરણ્ખ હેય તો પણ પરોપકાર પ્રવૃતિને ભાર ઉપાડવાને તેઓ જ સમર્થ છે; અર્થાતરન્યાસથી આ વાતનું સમર્થન કરે છે–કાચ પીઠ આપે છે તે પણ શું ભારી પૃથ્વીને ભાર ઉપાડવામાં સમર્થ નથી?
૨૧. સંતજનોને ઘણી વખત ફટિકની ઉપમા આપવામાં આવે છે, પરંતુ તે ઉપમા પણ ન છે, એમ તે ઉપમાનને તિરસ્કાર કર્યો છે અને પ્રતીપ અલંકાર છે. તે આ પ્રકારે –
સ્વભાવથી શુદ્ધ એવા સંતને ચિત્તને વિકાર ઉપજાવે એવી કોઈ ઉપાધિ હોતી નથી, પરંતુ સ્ફટિક તે બાહ્ય ઉપાધિરૂપ જુદા જુદા વર્ણન સંગે તેવા તેવા વર્ણને આભાસ બતાવી પિતાના અભાવને ( ઉપચારથી) ત્યાગ કરે છે, માટે તે સ્ફટિકને સંત સાથે તુલ્યભાવ ક્યાંથી ઘટે ?––આમ ઉપમાનની. નિંદા કરી ઉપમેય–સંતનું માહામ્ય દઢતર કર્યું છે.
આમ ૧૭ થી ૨૧ લોક પર્યતે સંતજનોની સ્તુતિરૂપ ભાવાંજલિ આપી છે. હવે ૨૨ થી ૩૧ એક પર્વત દુર્જનની મીમાંસા કરવામાં આવશે.
For Private And Personal Use Only