SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગલમય વિધાન. ઉદ્યમ પુષાર્થ આગળ ભવિતવ્યતા વિગેરે કારણે અવશ્ય ગૌણ બની જતાં યોગદર્શનની પરિભાષા પ્રમાણે “સંચમક્રિગં જ્ઞાન ” પ્રાપ્ત થતાં અંતરાત્મ અવસ્થામાં આગળ વધતાં વધતાં પરમાત્મપદમાં સ્થિર થવાનો સમય અવશ્ય આવી પહોંચે છે. પરંતુ શ્રીમદ્દ આ નંદઘનજીના કથનાનુસાર નિર્દભપણે “આત્માર્પણ” થાય તે જ ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. વીર પરમાત્માની શુભ સંજ્ઞાની સાથે પાંચ કારણેના સરવાળારૂપી સમન્વય સાધતું આત્માનંદ પ્રકાશ” ઉત્તરકાલીન મંગલમય વિચારથી નૂતન વર્ષમાં પ્રવેશતાં ગૌરવયુકત અભિનંદન લે છે. ગત વર્ષનાં સંસ્મરણે. ગત વર્ષમાં દીક્ષાના પ્રજને જૈન સમાજમાં માટે કાલાહલ મચાવી મુકો છે; જેને યંગમેન્સ સેસાઇટી અને જેન કેન્ફરન્સ એ બે મુખ્ય વિભાગોમાં વિભકત કરી દીધા છે. જ્યારથી દેડકાં પ્રકરણ, આસ્તિક નાસ્તિકના વ્યકિતગત આક્ષેપ, દીક્ષાના સ્થળ કાળ, વ્યકિત તરફ અધિકારનો ઉપયોગ વિગેરે સર્વ વસ્તુઓએ સાધુ સાધુઓમાં તેમજ ગૃહસ્થામાં પણ એ પક્ષભેદ જમાવી દીધો છે કે જાણે વીરશાસન અને જેન તથા જૈન યુવક મંડળ પત્રિકા અને જૈન યુવક સંધ પત્રિકા વિગેરે પરસ્પર વિરોધી મંતવ્યવાળા પત્રોએ યુદ્ધના મેરા માંડયા હોય અને ગમે તેવી સત્ય હકીકતનું પણ પરસ્પર ખંડન પ્રત્યેક અઠવાડીયે ચાલુજ હોય તેવા દેખાવો થઈ રહ્યા છે; આ બધું જૈન સમાજની અર્ધગતિનું પ્રત્યક્ષ ચિન્હ છે; અને તે કલેશરૂપી દાવાનળનું પરિણામ જૈન સમાજ શરીરને કેટલી હદ સુધી હાસ કરશે તે કાળના ગર્ભમાં છુપાયેલું હોઇ કહી શકાય તેમ નથી. પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિજય વલ્લભસૂરિજી તેમ મના પિતાના તરફથી * પ્રત્યાઘાત' નહિ કરવા છતાં વારંવાર વીરશાસન તરફથી અનેક આક્ષેપ મુકાતા જાય છે છતાં તેઓએ અભૂતપૂર્વ શાંતતા ગ્રહણ કરી છે. પન્યાસજી શ્રી રામવિજયજીએ-જે દીક્ષાના પ્રમને આટલો બધે જૈન સમાજમાં ખળભળાટ મચાવી મુક્યો છે તેને–ધ્યાનમાં લઈ–વિદ્વત્તાને સદુપયોગ કરવા મંડનાત્મક શલિ ગ્રહણ કરી દેશકાળભાવનો વિચાર કરી ઉચિત આકારમાં બનતી તાકીદે સમેટી લેવા જોઇએ; તે જ જે ગંભીર પરિસ્થિતિના તેઓ નિયામક ગણાય છે તે પરિસ્થિતિને પિતાને જ હાથે સુધારી શકશે અને એ રીતે જૈન સમાજની અવનતિને ખાળી રાખવાને સુંદર યશ છેવટે પણ સંપાદન કરી શકશે પરંતુ કલેશ નિવારણ કરવાની આ ભાવના તેમના હૃદયમાં તેમજ તેમને અનુસરનારા વર્ગમાં આવે અને સદ્દબુદ્ધિ તેમની પ્રેરક થાય તો જ બની શકે. બીજી તરફ યુવક સંઘ પત્રિકા વિગેરે તમામ પત્રએ પણ ખામોશ પકડવી જોઈએ; અને જૈન સમાજની અખંડ એકતા ઉભય પક્ષોના સમન્વયથી (Compromise ) કેમ પ્રાપ્ત થાય તેને માટે બનતી ત્વરાએ પ્રયત્ન કરવો જોઈએ; અમારી નમ્ર માન્યતા પ્રમાણે દીક્ષાના પ્રશ્નને નિર્ણયાત્મક સ્વરૂપમાં મુકવા માટે તે પ્રશ્નવાળા ઉભયપણે તટસ્થ મહાન વ્યકિત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પાસે જવું જોઈએ અને તેઓશ્રીના મારફત જે નિર્ણય આવે તે ઉભય પક્ષેએ મંજુર રાખી એકતા સાધવી જોઈએ; જેથી અનેક મનુષ્યોને દુર્બાનનું નિમિત્ત બંધ થાય અને જૈન For Private And Personal Use Only
SR No.531334
Book TitleAtmanand Prakash Pustak 029 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1931
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy