SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ સમાજ અખંડ એકતાથી પ્રગતિનાં રચનાત્મક કાર્યો કરવા તત્પર થાય. અમે ૫'. રામવિજયજીને એક વિશેષ વિનતિ એ કરીએ છીએ કે ત્યાં પાટણમાં બિરાજતા વયાવૃદ્ પ્ર॰ કાંતિવિજયજી મહારાજ ઉપર આક્ષેપો નહિ કરતાં સાથે રૂબરૂમાં સ્વયમેવ પ્રેમપૂર્વક અને સન્માનપૂર્વક મળી ઐકય સાધેા અને તેમના અને પૂ મુ. સવિજયજી મહારાજ દ્વારા. પૂ॰ વલ્લભસૂરિ સાથે હૃદયશુદ્ધિપૂર્વક સંગઠિત થાઓ. એથી પૂર્વ સદ્ગત આચાય શ્રી આત્મારામજી મહારાજના પિરવારની અખંડતાના લાભ મેળવવા સાથે જૈન સમાજના પક્ષભેદવાળા યુદ્ધ મેરચા બંધ થવાના નિમિત્તભૂત થશે; અને ભવિષ્યના જૈન સમાજના વારસામાં કલેશના સંસ્કાર! પડતા અટકશે અને એ રીતે અભૂતપૂર્વ શ્રેય સાધી શકાશે; હવે પત્ર સૃષ્ટિની રણભૂમિમાં લડતા ધણી થઇ ગઇ છે; માટે ૫૦ શ્રી રામવિજયજી તરફની અમારી વિનતિ નિષ્ફલ નહિ જ નીવડે તેવી આશા રાખીએ છીએ. એ રીતે દીક્ષા પ્રશ્નોને નિવેડા (Judgement) મેળવ્યા પછી ‘ સાધુ સમ્મેલનની ’ તાત્કાલિક આવશ્યકતા અમે જોઇએ છીએ. ' હાલમાં વડાદરાની ધારાસભામાં દીક્ષાને અંગે સાધુએ! માટે તેમજ મદદગાર માટે સજા અને દંડની શિક્ષાએ ધારારૂપે થવાને સમય આવી પહોંચ્યા છે; તે દેશ-કાળ-ક્ષેત્ર અને ભાવ ઉપર દિષ્ટ રાખવા સૂચવે છે, જેથી દીક્ષાના પ્રશ્નના ઉચિત રીતે નીકાલ કરી નાંખવામાં જ શાસનની શેાભા છે તેમજ સોંપની એકાગ્રતા છે. સમ્મેલનમાં જૈન ધર્મના સિદ્ધાંતને ક્ષતિ ન પહોંચે તેવી રીતે એકદરે તમામ ધાર્મિક વિવાદાસ્પદ પ્રશ્નોના વ્યવહારૂ ઉકેલ થઇ જવા જોઇએ. ગત વર્ષનાં સંસ્મરણામાં અમદાવાદમાં પેશ વદી ૧૩ ના રાજ શ્રી દેશિવરતિ ધર્મોરાધક સમાજ તરફથી જૈન સાહિત્ય પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું; પ્રસ્તુત પ્રદર્શનના પ્રયત્ન અમુક અંશે સફળ થયા હતા. તાડપત્રા, કૈારીને લખાએલ ગ્રંથા, સુંદર ચિત્રો, શ્રીયુત ” માણેકલાલભાઇનું સેાના—ચાંદીનુ દેવમંદિર, ઇંદ્રધ્વજ વિગેરે દસ્યો હતા; પરંતુ આ દસ્યો એ પ્રદર્શન માત્ર નહિ બનતાં તેની પાછળ સાહિત્યની મહત્તા, જૈન ઇતિહાસ અને જૈનેતર જગમાં જૈન દર્શનની ગૌરવતા ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવા હ∞ અનેક સબળ પ્રયત્ને ગ્રહણ કરવામાં આવે ત્યારે જૈન સાહિત્ય પ્રદર્શનની વાસ્તવિક સાકતા સિદ્ધ થઇ શકે. પવિત્ર તીર્થોધિરાજ શ્રી શત્રુંજયની છેલ્લા થયેલા ઉલ્હારની ચારસામી વર્ષગાંઠ પ્રત્યેક સ્થળે અપૂર્વીપણે ઉજવાઇ છે. જૈન સમાજ માટે તે અપૂર્વ મહાત્સવને દિવસ હતા અને દન પ્રભાવનાનું મુખ્ય નિમિત્ત હતું. ગત વર્ષોંમાં જૈન સમાજની ભવિષ્યકાળની ઉન્નતિ માટેનુ એક મહત્. કાર્યો ખાસ નાંધવા લાયક છે. ભારતના વિશ્વવિખ્યાત મહાવિ અને તત્ત્વચિંતક શ્રી રવીંદ્રનાથ ટાગોરે 'ગાલમાં સ્થાપેલા. શાંતિનિકેતન નામના જગતપ્રસિંહ, આશ્રમ કે જેમાં જગતના સ ધર્મો અને દનેના અભ્યાસીએ માટે સ્થાપિત કરેલ વિશ્વભારતી નામની સંસ્થા છે એ સંસ્થામાં જૈન સંસ્કૃત પ્રાકૃત ઐતિહાસિક વૈજ્ઞાનિક તુલનાત્મક જ્ઞાનાભ્યાસ માટેને For Private And Personal Use Only
SR No.531334
Book TitleAtmanand Prakash Pustak 029 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1931
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy