________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. જિYS
नूतन वर्षेनुं मंगलमय विधान. १
IS^^^^^^^^^^^^^^^^^^^] પ્રકાશનો પ્રવેશ.
આમ જ્યોતિના ઉજજ્વલ કિરણો વડે જૈનદર્શનનાં ઉચ્ચ તારા પાશ્ચાત્ય વિજ્ઞાનવાદ (Science) પ્રતિ આધ્યાત્મિક પ્રકાશ પ્રસારતું, સંસારી જીવોને સત્કર્મ અને દુષ્કર્મનું ભાન અર્પતું, મનુષ્યોના આત્માના ગુણસ્થાનકની પ્રગતિને માપતું, તવા ર્થશ્રદ્ધાન સદ્દજ્ઞાન અને વિરતીરૂપ ત્રિપુટીનો સુંદર સંયોગ જન્માવતું, સકલ સૃષ્ટિના અનંત પદાર્થોમાંથી આત્મા-હું ને શોધી કાઢી ઓળખાવતું અને કર્મનો કતો હતો અને ભોકતા હું છું એ પ્રકારે સ્વાવલંબન પૂર્વક, પુરૂષાર્થ પરાયણ થવાની જાગૃતિ અર્પતું “આત્માનંદ પ્રકાશ” આજે ૨૯ મા વર્ષમાં પ્રવેશ કરે છે. કાલ અને જીવન,
પ્રાણીમાત્રને પિતપોતાના જુદા જગત હોય છે; એકજ સૃષ્ટિ ઉપર વિહરવા છતાં, એક જ સૂર્યની હુંફતળે વસવા છતાં અને એક જ પ્રકારના અન્નવડે ધૂળ દેહન નિર્વાહ કર્યો જતાં છતાં પ્રત્યેક જીવને પોતાનું સાચું વિશ્વ નિરાળું હોય છે, અને તે જીવના તારતમ્ય અનુસાર રચાયેલ હોય છે; ધૂળ સૃષ્ટિ ઉપર પણ જીવની દષ્ટિમર્યાદાને લઈને તેનું જગત નાનું મોટું હોય છે તેવી જ રીતે આધ્યાત્મિક સૃષ્ટિ સંબંધમાં તે એ હકીકત તે કરતાં પણ અનેક ગુણ સત્ય છે; આત્માનંદ પ્રકાશની પત્રસૃષ્ટિ કાગળ અને અક્ષરો રૂપે ધૂળ સૃષ્ટિ ગણાય પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ ભાવના સૃષ્ટિમાં રચનાત્મક રીતે (Constructively ) પિતાના વાંચનને જે જે સાર ભાગ જે જે મનુષ્યોને હદયસ્પર્શ બનાવ્યો છે, તેની ગણના કરતાં તેના આધ્યાત્મિક જીવનનું માપ થઈ શકે છે. કાલ અનાદિ અનંત છે પરંતુ સમ્યગદર્શન–જ્ઞાન અને ચારિત્ર કટિનું જીવન વ્યકિતની દ્રષ્ટિએ સાદિ અનંત છે; આવા આધ્યાત્મિક જીવનની આદિ પ્રકટાવવા અને કાલ અને જીવનનો એ રીતે સમન્વય સાધવા “ આમાનંદ પ્રકાશ” ધીમી પણ મક્કમ પ્રગતિ કરી રહ્યું છે. સંજ્ઞાને ઉપનય
ર૯ ની સંજ્ઞા (term) ચોવીશમાં ચરમ તીર્થકર શ્રી વીર પરમાત્માએ પ્રબોધેલ કાલ–સ્વભાવ-નિયતિ-ઉદ્યમ અને કર્મરૂપ પાંચ કારણો વડે પ્રત્યેક આધ્યાત્મિક તેમજ વ્યાવહારિક કાર્યની સિદ્ધિ સૂચવે છે. આ પાંચ કારણોમાંથી ગમે તે સંજોગોમાં એક મુખ્ય હોય પરંતુ ચાર ગૌણપણે કાર્યસિદ્ધિના કારણે રૂપે હોય છે જ; પ્રત્યેક લેખોના વાંચનમાં પણ ઉદ્યમની સાથે પ્રત્યેક આત્માના કર્મો–ભવિતવ્યતા વિગેરે ઉપર પણ સફળતા નિફળતાને મુખ્ય આધાર છે; પરંતુ ખાસ કરીને પ્રત્યેક આત્માએ ઉદ્યમને મુખ્ય કરીને શ્રી વીર પરમાત્માએ પ્રબોધેલ સાધ્ય તરફ પ્રગતિમાન થવું જોઈએ, જેથી પ્રબળ
For Private And Personal Use Only