________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અધ્યાત્મજ્ઞાન નિરૂપણ પ્રશ્નોત્તર
૨૮૯ FFFFFFFFFFFFFFFFFFFF;
અધ્યાત્મ જ્ઞાનનિરૂપણ પ્રશ્નોત્તર. એ કંFFFFFFFFFFFFFFFFFFFી
(ગતાંક પૃષ્ટ ર૬૨ થી શરૂ )
બારમે અધિકાર. પ્રશ્ન-જગતના છ કમ પ્રમાણે સુખદુઃખ ભોગવે છે તે કમળને પ્રેરણ કરનાર કર્તા, વિધિ, ગ્રહ, યમ, પરમેશ્વર અથવા ભગવાન કોઈ હોવા જોઈએ. જીવ સ્વાભાવિક રીતે સુખને રાગી અને દુ:ખને હેપી હોય તે સ્વેચ્છાએ શુભ અને અશુભ કર્મોને કેમ ભેગવે ?
ઉત્તર–જીવનો સ્વભાવ છે કે તે શુભાશુભ કર્મોને ગ્રહણ કરે. જીવને સુખદુઃખને આપનાર સ્વકમ વિના બીજે કંઈ નથી. કર્મના સિદ્ધાન્તને જાણ નારા કમને જ ભાગ્ય, સ્વભાવ, ભગવાન, અદ, કાલ, યમ, દેવત, દેવ, દિષ્ટ, વિધાન, પરમેશ્વર, કિયા, પુરાકૃત, વિધા, વિધિ, લેક, કૃતાન્ત, નિયતિ, કર્તા પ્રાફકીર્ણ લેખ, પ્રાચીન લેખ, વિધાતાના લેખ ઈત્યાદિ નામેથી શાસ્ત્રમાં પ્રતિપાદન કરે છે.
પ્રશ્ન–કમને કોઈ પ્રેરણા કરનાર તે હવે જોઈએ. કર્મ અજીવ અને જડ છે તે શું કરી શકે ?
ઉત્તર–કમને એ સ્વભાવ જ છે કે તે સદા કેઈની પણ પ્રેરણા વિના પિતાની મેળે આત્માને સ્વસ્વરૂપ એગ્ય ફલ પમાડે. જે જીવ અજીવશરીરની સાથે સંબંધ રાખી હાલ જીવે છે, પૂર્વે જીવતા હતા અને ભવિષ્યમાં જીવશે, તે સર્વને કર્મોની સાથે સૈકાલિક સંગમ હોવાનું ધ્યાનમાં રાખવું. આ સમસ્ત જગત્ પદ્ધવ્ય અને પંચ સમવાયમય છે. નદચ (તે વિના બીજુ ) કંઈ નથી. જીવ અને ધર્માસ્તિકાયાદિ પાંચ અજીવ એ છ દ્રવ્યું છે. ધર્માસ્તિકાય જીવને ચાલવામાં સહાય કરે છે, અધર્માસ્તિકાય સ્થિતિ કરવાની પ્રેરણા કરે છે, આકાશાસ્તિકાય અવકાશ આપે છે અને પુદગલાસ્તિકાયવડે જીવ આહારવિહારાદિ કરે છે. પુદ્ગલાસ્તિકાયમાં કર્મોને અંતર્ભાવ થાય છે. કાળ આયુષ્યાદિ સર્વ પ્રમાણયુક્ત વસ્તુનું પ્રમાણ કરવામાં ઉપગી છે. કાલાદિ પંચસમવાયના સામર્થ્યથી જીવ કર્મોનું ગ્રહણ, ધારણ, ભેગ અને શમન કરે છે, અર્થાત આત્માની અજાગૃત દશામાં જીવો કરતાં અછો સબળ છે, જેમનાથી પ્રેરાઈને જીવો સુખદુઃખના ભાગી થાય છે. જી શુભાશુભ કર્મોને ગ્રહણ કરે છે અને કર્મો સ્વકાલમર્યાદા પામીને જીને સુખદુઃખ આપે છે–એ એમને સ્વભાવ છે.
For Private And Personal Use Only