SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ શ્રી આત્માનંદ પ્રકાશ. સ્થામાં કાળ કરીશ, શ્રમણ ભગવાન મહાવીર જિન, જિનપ્રલાપી યાવત જિન શબ્દનો પ્રકાશ કરતા વિહરે છે.” તે માટે હે દેવાનુપ્રિયે ! તમે મને કાળ ધર્મ પામેલે જાણીને મારા ડાબા પગને દેરડાવતી બાંધી ત્રણવાર મુખમાં થુંકજે. થુંકીને શ્રાવસ્તી નગરીમાં શૃંગાટકના આકારવાળા યાવત્ રાજમાર્ગને વિષે ઘસડતા અત્યન્ત માટે શબ્દ ઉલ્લેષણ કરતા કરતા એમ કહે કે હે દેવાનુપ્રિયે ! મખલિપુત્ર ગોશાલક જિન નથી, પણ જિનપ્રલાપી અને જિન શબ્દને પ્રકાશિત કરતે વિહર્યો છે. આ શ્રમણને ઘાત કરનાર સંખલિપુત્ર શાલક યાવત છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર જિન અને જિનપ્રલાપી થઈ યાવત વિહરે છે એમ ત્રાદ્ધિ અને સત્કારના સમુદાય સિવાય મારા શરીરને બહાર કાઢજો” એમ કહીને તે (શાક) કાળ ધર્મ પામ્યા. ૩૪ ત્યારપછી આજીવિક સ્થવિરાએ સંખલિપુત્ર શૈશાલકને કાળધર્મ પામેલ જાણીને હાલાહલા કુંભારણના કુંભકારાપણુના દ્વાર બન્ધ કર્યા, બારણા બન્ધ કરીને હાલાહલા કુંભારણના કુંભકારાપણના બરાબર મધ્ય ભાગમાં શ્રાવસ્તી નગરીને આલેખીને મંબલિપુત્ર ગોશાલકના શરીરને ડાબે પગે દેરડા વડે બાંધીને ત્રણવાર મુખમાં થુકીને શ્રાવતી નગરીના ગંગાટકના આકારવાળા યાવત રાજમાર્ગને વિષે ઘસડતા ધીમા ધીમા શબ્દથી ઉદ્ઘેષણ કરતા કરતા આ પ્રમાણે છેલ્યા –હે દેવાનુપ્રિયે ! મંખલિપુત્ર ગોશાલક જિન નથી પણ જિનપ્રલાપી થઈને યાવત વિહર્યો છે. આ શ્રમણઘાતક સંબલિપુત્ર ગોશાલક ચાવત છઘસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યો છે. શ્રમણ ભગવાન મહાવીર જિન અને જિનપ્રલાપી થઈને યાવત વિહરે છે. એ પ્રમાણે તેઓ શપથથી છુટા થાય છે. અને બીજીવાર તેની પૂજા અને સકારને સ્થિર કરવા માટે મંખલિપુત્ર ગોશાલક ડાબા પગથી દેરડું છેડી નાખે છે. છેડી નાખી હલાહલા કુંભારણના કુંભકારાપણના દ્વાર ઉઘાડને મંખલિપુત્ર શૈશાલકના શરીરને સુગંધિ ગંદકવડે સ્નાન કરાવે છે. 'ઈત્યાદિ પૂર્વોકત કહેવું. યાવત અત્યંત મેટી ઋદ્ધિ અને સરકારના સમુદાયથી મખલિપુત્ર ગોશાલકના શરીરને બહાર કાઢે છે. ( ચાલુ. ) For Private And Personal Use Only
SR No.531333
Book TitleAtmanand Prakash Pustak 028 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1930
Total Pages43
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy