________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
महादेवोऽसि बुद्धोऽसि शंकरोऽसि शिवोऽसि च । . जिनोऽसि वीतरागोऽसि विश्वविश्वेश्वरोऽसि च ।।
|| ૭ | (૭) તું મહાદેવ છે. બુદ્ધ છે. શંકર છો. શીવ છે. જિન છો. વનરાગ છે અને સંપૂર્ણ વિશ્વના ઈશ્વર છે.
नमस्तुभ्यं जगन्नाथ ! नमस्तुभ्यं जगत्पते ।। नमस्तुभ्यं जगत्स्वामिन् ! नमस्तुभ्यं जगद्धित ! ॥
|| ૯ | (૮) હે જગન્નાથ, તમને નમસ્કાર થાઓ. હે, જગતના પતિ, તમને નમસ્કાર થાઓ. હે જગતના સ્વામી, તમને નમસ્કાર થા બ. હે જગતના હિતકારી, તમને નમસ્કાર થાઓ.
जगतामेकमाधारं भवव्याधिभिषग्वरम् ।
अखंडानन्दचिन्मूर्ति धन्योऽहं त्वामुपागतः ॥ (૯) હું ધન્ય છું કે મને જગતના એક આધાર, ભવરૂપી વ્યાધિના મહાન વૈદ્ય અને અખંડ આનંદમય વૈતન્યની મૂર્તિ એવા તમારે મેળાપ થયો છે.
निर्दग्धं मेऽद्य दारिद्यं रोगाः सर्वे पलायिताः । दृष्टे त्वयि महानन्दमये श्रीपरमात्मनि ।।
|| || (૧૦) મહાન આનંદ સ્વરૂપ એવા આપ પરમાત્માના દર્શન થતાં આજ મારી દરિદ્રતા ભસ્મ થઈ ગઈ છે. મારા બધા રોગો પલાયન કરી ગયા છે.
अद्य प्रोल्लसितं पुण्यं पापं पातालमव्रजत् । त्वद्भक्त्या भवनिर्वेदो भूयाद् मे शिवसम्पदे ।।
તા . (૧૧) આજ મારું પુણ્ય ઉલાસમાન થયું છે. મારાં પાપ પાતાલમાં પેસી ગયાં છે. તમારી ભક્તિથી મને મોક્ષ લક્ષ્મીને સારું ભવવૈરાગ્ય પ્રાપ્ત થાઓ.
नमामि त्वां नमामि त्वां नमामि त्वां पुनः पुनः । सदा भक्तिलहर्यस्ते प्रवहन्तु ममाऽऽत्मनि ॥
II રા. (૧૨) હું તમને નમું છું, હું તમને નમસ્કાર કરું છું. હું તમને વારંવાર પાયે પડું છું. તમારી ભક્તિની લહેરો મારા આત્મામાં હમેશાં વહેતી રહે.
ન્યાયતી ન્યાયવિશારદ મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી.
For Private And Personal Use Only