________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
.
.
.
-
-
-
જૈન ઐતિહાસિક સાહિત્ય. મહારાજના સ્વાભાવિક શાંત અને નિર્મળ-નહદયમાં અનેક ધાર્મિક વિચારમાળા ચાલી રહી છે, તેવામાં એક અમુક વિચાર ઉપર મનોવૃત્તિ ગુંથાઈ, અને વિચાર કરવા લાગ્યા કે છાના સારા નરસા ભાગ્ય પ્રમાણે જ તેમને ધર્મ સાધન સામગ્રી મળે છે, જે શહેરના રાજા અને તેના કાર્યવાહક સામન્ત-સલાહકાર મંત્રી ધમાંત્મા હોય છે તો તે રાજ્યમાં કોઈપણ મનુષ્ય પોતાની ઈચ્છિત ધર્મક્રિયા ખુશીથી કરી શકે છે. જેમ મહારાજા ભરત ચક્રવતિના સમયે ધમીજનેને ધર્મકાર્યોમાં રાજા તરફથી ઘણું જ ઉત્તેજન મળતું હતું, જેથી તે વખતે પ્રજા સદાચરણ જ હતી, ત્યારબાદ સગર ચકવતિ અને તેમના મંત્રી મંડળે પણ પિતાના સમયમાં ધર્મ ધ્વજ ફરકાવ્યો હતો. છેવટે શ્રેણિકરાજા, સંપ્રતિ નરેશ, કુમારપાળ ભૂપાળ આદિ અનેક રાજાઓ તેમજ અભયકુમાર, ઉદયન, અમૃભટ્ટ, વામ્ભટ્ટ આદિ સજજન પુરૂષોએ પણ ધર્મને સારી રીતે દીપા છે. તેવા પુરૂષેનો આધુનિક કાળમાં અભાવ હોવાથી સ્થળે સ્થળે અનાર્ય લોકોનું સામ્રાજ્ય ફેલાતું જાય છે, ધર્મ સ્થાને નષ્ટ થાય છે, ધમીજન અનેક આપત્તિઓથી ઘેરાય છે એટલે પંચમ કાળ પિતાને પ્રભાવ બતાવી રહ્યો છે, જેથી આવા સમયે કોઈ શાસન પ્રભાવી ઉત્તમ પુરૂષનું ઉત્પન્ન થવું ખાસ આવશ્યક છે-કદાચ આવા કલિકાળ સમયે જે કોઈ પુણ્યવાન ન જન્મે તે ધર્મની સ્થિતિ, રાજ્યની મર્યાદા, રસદાચાર વગેરે વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે. આવા વિકરાળ સમયમાં કે પ્રભાવી પુરૂષ થશે કે નહીં ? થશે તો કણ થશે ? આમ વિચાર શ્રેણી ઉપર આચાર્ય મહારાજ ચડી ગયા છે, જેથી તેઓશ્રીના તપોબળ અને ઉત્તમ ચારિત્ર્યથી ખેંચાઈ કોઈ શાસનદેવી આવી અને બોલી:–
“ભગવાન ! આપની ઈચ્છા સફળ થશે, શાસનને ઉદય થશે અને થોડા વખતમાં જૈનધર્મનું એક છત્રરાજ્ય જોશે. આ શહેરમાં આબુમંત્રી એક પ્રખ્યાત પુરૂષ રત્ર છે, તેની દીકરી કુમારદેવી ઉત્તમ સ્ત્રી રત્ન છે, તેનું પાણિગ્રહણ આસરાજ મંત્રીની સાથે થાય તે જગતને પુનરૂદ્ધાર કરનાર નરરત્ન પેદા થશે. જો કે આપ જગત્ પ્રપંચથી પરાડભૂખ એક મહાત્મા છે તો પણ મારી પ્રાર્થના છે અને એટલું કામ કરવાનું છે કે વ્યાખ્યાન પ્રસંગ પર આવેલ આસરાજ મંત્રીને મારી આ હકીકત સંભળાવશે અને કુમારદેવીની ઓળખાણ કરાવશે.” એટલું કહી આચાર્ય મહારાજને નમસ્કાર કરી શાસનદેવી સ્વસ્થાને ચાલી ગઈ.
વ્યાખ્યાનના વખતે નગરના સર્વ શ્રદ્ધાળુ જને એકઠા થયા તે વખતે કુમારદેવી પણ આવેલી હતી. ગુરૂમહારાજે બહુ સાવધાનતા પૂર્વક-આસરાજને કુમારદેવીને ઓળખાવી–અતાવી અને રાત્રિના દેખેલી, સાંભળેલી સર્વ હકીકત જણાવી. મંત્રી રાજ આનંદપૂર્ણ હૃદયમાં કુમારીદેવીની પ્રાપ્તિને ઉપાય ચિંતવવા લાગ્યા. અને જગતુ ઉદ્ધારક, શાસન પ્રભાવી દિવ્ય કીતિ અને કાન્તિવાળા પુત્રરત
For Private And Personal Use Only