________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાર
જેની કુક્ષિમાં ઉત્પન્ન થનાર છે એવી પવિત્ર સતી સુરૂપ કુમારદેવી ઉપર આસરાજ મંત્રી વિશેષ વિશેષ પ્રકારે મેહિત થવા લાગ્યું.
ત્યારબાદ આબુમંત્રી પાસે તે પવિત્ર કન્યાની માગણી થતાં એ ઉત્તમ અને પ્રશંસનીય વેગ થતો દેખી આસરાજ મંત્રીને તે કુમારી પરણાવી. આસરાજ મંત્રીએ આરાધન કરેલ કલ્પવૃક્ષ સફળ થયે, અને દિવસાનદિવસ દેવગુરુધર્મના આરાધનથી આ દંપતીનું જીવન સુખમય વ્યતીત થવા લાગ્યું.
થોડા વખત પછી મંત્રીરાજ સ્વજનેની સમ્મતિથી કુમારદેવી સહિત પાટણ છેડી સુહાતક ગામમાં જઈને રહ્યા. જ્યાં કમાવીએ મલદેવ, વસ્તુપાળ અને તેજપાળ એ ત્રણ પુત્ર અને સાત પુત્રીઓને જન્મ આપે. જેમાંથી વસ્તુપાળ અને તેજપાળને પવિત્ર તીર્થ આબુ સાથેના સંબંધનું વર્ણન અમે આપીશું.
અનુક્રમે વન વય પામતાં વસ્તુપાળનું લલીતાદેવી અને વેજલદેવી સાથે અને તેજપાળનું અનુપમાદેવી સાથે લગ્ન થયું. મંત્રી આસરાજ અને કુમારીદેવીની વૃદ્ધાવસ્થા જાણી વસ્તુપાળ, તેજપાળે રાજ્યકાર્યથી મુક્ત કરી દીધા, અને ધર્મકાર્ય કરવામાં ઘણુ સહાય આપી, છેવટે માત પિતાની જીવન દોરી તેજ ગામમાં તૂટી જતાં તેમને અંત સમય સુધાર્યો. જેથી તેઓ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયાં.
માતપિતાના વિયેગથી વસ્તુપાળ, તેજપાળ સદા ઉદાસ રહેવા લાગ્યા. અને કોઈ કાર્યમાં તેનું મન સ્થિર થયું નહીં, અને માતપિતાનું વિગજન્ય દુ:ખ બહુજ પડવાથી સહન થઈ ન શકવાથી લાચાર થઈ છેવટે તે સ્થાન છેડી માંડલ ગામમાં જઈને બંને ભાઈઓ રહ્યા. ત્યાં પણ બંનેએ ઘણી પ્રસિદ્ધિ અને પ્રશંસા પ્રાપ્ત કરી, અને રાજ્યમાં પણ તેઓને અધિકાર જાપે આખા દેશમાં તેઓની કીતિ ફેલાણી અને સર્વજન તરફ તેઓ બંને સારી રીતે વર્તવા લાગ્યા.
થોડા સમય બાદ જોતિષ શાસ્ત્રાધારા ત્રિકાળના જાણનાર શ્રી નરચંદ્ર સૂરિ ત્યાં પધાર્યા. તે શહેરના લેકેને ઘણે હર્ષ થયો અને તેમને ઉપદેશ સાંભળી અને તેમના સમાગમથી વસ્તુપાળ, તેજપાળનું મન દુઃખથી મુક્ત થયું અને ધર્મમાં સ્થિર થયું. હવે બન્ને ભાગ્યવાન પુરૂષને તેનું ઉજજવલ ભાવિ જાણી શ્રી નરચંદ્રાચાર્ય મહારાજે શું ઉપદેશ આપે તે હવે પછી જણાવીશું.
(ચાલુ)
For Private And Personal Use Only