________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
www.kobatirth.org
શ્રી આત્માનઃ પ્રકાશ.
જૈન ઐતિહાસિક સાહિત્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ગતાંક પૃષ્ઠ ૯૧ થી શરૂ. )
જૈન સમાજમાં વૈશ્ય ત્રણ જાતિ, એસવાળ, પારવાડ અને શ્રીમાળી મુખ્ય છે, જેમાં એસીયા નગરીમાંથી આસવાળની, શ્રીમાળી જાતિની ભિન્નમાળ નગરીમાંથી ઉત્પત્તિ થઇ છે. પરંતુ પારવાડ વંશની સ્થાપના કયા ગામ અને કઈ સાલમાં ઉત્પત્તિ થઇ તેના હજી ચાકસ પ્રમાણેા મળતા નથી. પરંતુ રાણકપુરના સ્વર્ગ લાક સશ પ્રાસાદ જોતાં તેમજ શ્રી આણુજી તીર્થના મંદિરની અવર્ણનીય કારી ગરી દેખતાં એ વરાના મહાશયાની ઉદારતા અને ધર્મપ્રિયતા અલૌકિક જણાય છે. આ પવિત્ર શ્રી આણુજી તીર્થ ઉપર તેવાજ ઉત્તમ કારીગરીના નમુના રૂપે બીજુ જિનાલય જે ( લિંગવસહી )ના નામથી ઓળખાય છે. જેમાં શ્રી તેમનાથ પ્રભુજી શ્રીરાજમાન છે તે ભવ્ય મંદિર અને તેમાં પ્રતિષ્ઠિત પરમાત્માની પતિષ્ઠા કરાડા રૂપૈયા ખરચીને વિમલશાહની જેમ અમાત્ય વસ્તુપાળ તેજપાળે કરાવેલ છે જેથી તે મહા અમાત્યની સક્ષિપ્ત જીવન રૂપ રેખા સાથે મંદિર અને પ્રતિષ્ઠા વગેરેનું વણ ન અમે આપીયે છીયે.
પાટણમાં પારવાડ વંશના લેાકેા ચાલુકય રાજાઓના કાર્યવાહક વિક્રમ સંવત ૮૦૨ થી રાજવ્યાપારમાં છે. આ પ્રખ્યાત વંશમાં ચડપ નામના એક મંત્રી હતા. તેના પુત્ર ચંડપ્રસાદ તેના પુત્ર સામ તેના પુત્ર આસરાજ થયા. સામમંત્રી રાજા સિદ્ધરાજ જયસિહુના પ્રીતિપાત્ર અને વિશ્વાસુ હતા, અને તેને પુત્ર આસરાજ પણ પિતાને પગલે રાજ્યકાય માં ચાલનારા હતા. તે રાજ્યકાર્યોમાં જેવા કુશળ હતા તેવા ધર્મકાર્યમાં પણ નિપુણુ, આસ્તિક અને દેવગુરૂભકત હતા.
સરાજના સમયમાં આયુ નામના એક પ્રધાન મંત્રી હતા જે જૈન સંઘમાં આધારભૂત, પ્રજા વત્સલ અને રાજ્યધુરા ધારણ કરનાર પણ ખરાબર હતા. જ્યાં ધર્મને ઉદ્યોત અને અનેક શ્રદ્ધાળુ મનુષ્યેા હાય, ત્યાં તેમની શ્રદ્ધાની પ્રેરણાવડે અનેક ધર્માચાર્ય ત્યાં આવી ભવ્ય જનેાની ધર્મભાવના ઉપદેશ દ્વારા સફળ કરતા રહે છે. આ વખતે શ્રી હરિભદ્ર સૂરિમહારાજ આ શહેરમાં પધાર્યા છે. તેમના આગમન વખતે ગુરૂભક્તિ નિમિત્તે સન્માન અને સત્કાર નિમિત્તે અનેક ધર્મોત્સવેા પણ થઇ રહ્યા છે. આવા પ્રભાવશાળી મહાન પુરૂષની અહિં થાડા વખત થયા સ્થિરતા થવાથી પાટણની સમસ્ત પ્રજા પર પણ પ્રભાવ પડી રહ્યો છે.
એક દિવસ ઋત્રિના સુજાના વખત હતા, રાત્રિ શાંત હતી. તે વખતે માચાય
For Private And Personal Use Only