________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
શ્રી આત્માનંદ પ્રકાશ
સંસારમાં જન કહો સુખ શું જાણુય?
(ગતાંક અષ્ટ ૨૩ર થી શરૂ) રચના–રા. આ. કુબેરલાલ અંબાશંકર ત્રિવેદી
વસંતતિલકા બીજાતણું સુખ મહા નજરે નિહાળી, ઈર્ષ્યાગ્નિ આ શરીર દે જીવતાં પ્રજાળી; સતેષરૂપ ન સુધા સુખથી પિવાય, સંસારમાં જન કહો સુખ શું જણાય.? તૃષ્ણારૂપી તરૂણને વળગે કુરોગ, ઝંખે વળી યુવતિના દિનરાત ભેગ; એથી કદિ ન સુખનું મુખ નિરખાય, સંસારમાં જન કહો સુખ શું જણાય? ઘેરે પછી ઘડપણે તન રોગસંઘ, દાંત પડે કડ ખડે રહિ જાય અંગ; ઇંદ્રિય સર્વ બળહીન શિથીલ થાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? નાકે મુખે વળી વહે બહુ લીંટ લાળ, મટી પડે મરણની મનમાંહિ ફાળ સારૂં સ્વરૂપ તનનું સઘળું સમાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? ચિંતા ચિતા વગર વહ્નિ શરીર બાળે કાને વધે બધિરતા નયને ન ભાળે; ભાંગ્યું તુટયુ પણ મહા શ્રમથી વદાય, સંસારમાં જન કહા સુખ શું જણાય? કાળા મટી સકી થાય સફેત કેશ, વાકે વળેલ વર થઈ જાય વેશ; શ્વાસે સદા ધમણ જેમ અરે ધમાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? ચાવી ખવાય નહિ ઉત્તમ ભેજનાદિ, બાવું પ ન જરીએ બહુ થાય વાદી,
For Private And Personal Use Only