SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારમાં જન કહે સુખ શું જણાય? કયાંઈ ન ચાર ડગલા ઘરથી ચલાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? થાયે જરાથકી સજર્જરીભૂત દેહ, તૂટે ને તેય સુતદારત જ નેહ, તૃષ્ણાતણ ઘડપણે બહુ વૃદ્ધિ થાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? શત્રુ સમાન વરતે નિજ પુત્ર પ્યારા, હાલાં સગાં પણ અરે થઈ જાય ન્યારા; સેવા કરે ન ઘરની પણ નાર હાય, સંસારમાં જન કહે સુખ શું જણાય ? બુદ્દાતણ બગડી બુદ્ધિ હવે અતીશે, ક્યારે મરે કનડતે કહી દાંત પીસે; માને કહ્યું ન ઘરમાં પણ કે જરાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? શું વળવું દુઃખ વિશેષ હું વૃદ્ધ કેરૂં, પિડ અરે ઘર બધું થઈને નમેરૂં; સ્વાથી બધા મરણ તેનું સદેવ હાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? ત્યાં કાળ કુર ઝડપે જનને પરાણે, આવે સગાં નજીકનાં પછી સર્વ કાણે; સત્કર્મ માત્ર જીવનું જીવસંગ જાય, સંસારમાં જન કહે સુખ શું જણાય જમ્યા પછી મરણ સુધી ન સુખ એમ, ઝંખે કુબેર જન તે ધરી તેય પ્રેમ, આશ્ચર્ય એજ મુજને બહુ આજ થાય, સંસારમાં જન કહા સુખ શું જણાય? દેહ આ સંસાર અસારમાં, સુખ નથી લવ લેશ; પ્રભુ ભજન જન જે બને, તો સુખ મળે અશેષ. For Private And Personal Use Only
SR No.531211
Book TitleAtmanand Prakash Pustak 018 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1920
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy