________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
*કો .....
.
...
. .
.
.
. .
.
.
.
.
. .
. . .
. . ::
શ્રીમાન મુનિરાજશ્રી ગુલાબવિજયજી મહારાજને સ્વર્ગવાસ.
પ્રાતઃ સ્મરણીય શ્રીમાન મહાત્મા મૂળચંદજી મહારાજના મુખ્ય શિષ્ય શ્રીમાન મુનિરાજશ્રી ગુલાબવિજયજી મહારાજ શુમારે ૭૫ વર્ષની વયેવૃદ્ધ ઉમરે ઘણા વર્ષો સુધી શુદ્ધ સંયમ પાળી ગયા માગશર વદી ૭ ના રોજ ગોઘા શહેરમાં પરમાત્માનું સ્મરણ કરતાં પંચત્વ પામ્યા છે. આ મહામાએ લાંબા વખત સુધી ચારિત્ર પાળ્યું હતું. તેઓશ્રી બાળબ્રહ્મચારી હોવા સાથે સરલ હૃદયના અને નિસ્પૃહી મહાત્મા હતા. તેઓ કોઈ પણ ખટપટ કે ફ્લેશથી દૂર રહેતા હતા અને પિતાના ચારિત્રધર્મની આરાધનામાં જ મશગુલ રહેતા હતા. આવા એક ત્યાગી નરરત્ન મહામાના સ્વર્ગવાસથી જૈન દર્શનને એક મહા પુરૂષની ખરેખરી ખાટ પડી છે. અમે તે મહાત્માના પવિત્ર આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ પ્રાર્થના કરીયે છીયે.
બંધુ ભાઈચંદ મગનલાલને સ્વર્ગવાસ. ઉક્તબંધુ શુમારે ૩૦ વર્ષની ભરયુવાનવયે સામાન્ય તાવના વધિથી પશ વદી ૯ ના રોજ અત્રે પંચત્વ પામ્યા છે. તેઓ સરલ સ્વભાવના, મીલનસાર અને માયાળુ હતા. વિલાયતી દવા વેચવાને પોતાનો વેપાર હોવાથી તે ધંધો ખીલવવા હાલમાં જ તેઓએ સ્વતંત્ર પેઢી ખેલી ઘણા ઉત્સાહથી તેની પ્રવૃતિ કરવામાં પ્રયત્નવાન થયા હતા. દરમ્યાન ડીજ મુદતમાં કાળના ઝપાટામાં આવી ગયા છે. ભવિતવ્યતા આગળ મનુષ્ય માત્રને ઉપાય નથી તેમ મનુષ્યનું ધાર્યું પણ થતું નથી, તેઓ સભાના વયેવૃદ્ધ પ્રમુખના પુત્ર થતા હતા, તેમના સ્વર્ગવાસથી તેના પિતા તથા કુટુંબને અસહ્ય દુઃખ આવી પડયું છે તેથી તેમજ આ સભા ઉપર પણ આ અત્યંત પ્રીતિ ધરાવતા તેથી આ સભા પોતાને અત્યંત ખેદ જાહેર કરે છે, સાથે તેમના વૃદ્ધ પિતા અને કુટુંબને દિલાસે આપે છે અને છેવટે તેમના પવિત્ર આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઈચ્છે છે.
For Private And Personal Use Only