________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા દીવસની બેઠકમાં થયેલું કામકાજ. શ્રી ૧૨ મી જેન વેતાંબર કોન્ફરન્સ ભારતના નામદાર શહેનશાહ પાંચમા
તરફ પોતાની હૃદયપૂર્વક વફાદારી જાહેર કરે છે અને ગયા મેટા યુદ્ધમાં છત મેળવવા માટે સર્વે મિત્ર રાજને વધાઈ આપે છે અને પ્રાર્થના કરે છે કે સંસારના સર્વે રાજે સ્વાર્થ છોડી સંસારની શાંતિ પર દષ્ટિ રાખી વર્તન કરે.
આ ઠરાવની નકલ રાજપુતાના ખાતેના ગવર્નર જનરલના એજંટ પર માકલવાની સત્તા પ્રમુખને આપવામાં આવે છે. એ ઠરાવ સભાએ હર્ષ સાથે પસાર કર્યો હતે.
જોધપુર રાજ્યને આભાર. બાદ પ્રમુખે નીચ ઠરાવ રજુ કર્યો હતે. કેન્ફરન્સનું આ અધિવેશન જોધપુર રાજ્યમાં થયું હોવાથી રાજ્ય તરફથી જે મદદ તેના કાર્યોને પાર પાડવા માટે આપવામાં આવી છે તે માટે જોધપુરના મહારાજ સાહેબ તેમજ કાઉન્સિલ ઑફ રિજન્સીનો આ સભા આભાર માને છે અને ધન્યવાદ આપે છે.
આ ઠરાવની નકલ એગ્ય સ્થળે મોકલવા માટે પ્રમુખને સત્તા આપવામાં આવે છે.
આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
બાદ કેન્ફરન્સના સ્વર્ગવાસી રેસિડંટ જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદસભાગ્યચંદ, કલકત્તા કોન્ફરન્સની રીસેપ્શન કમીટીના પ્રમુખ શેઠ રામચંદ જેઠાભાઈ અને કેન્ફરન્સના ઑડીટર શેઠ ચુનીલાલ ન્હાનચંદના તેમજ સાદડીની રીસેપ્શન કમીટીના પ્રમુખ નગરશેઠ હંસરાજભાઈના મૃત્યુ માટે શેક દર્શાવનારે ઠરાવ પ્રમુખે રજુ કર્યો હતો, જે સભાએ પસાર કર્યો હતો.
રિફોર્મ બીલ અને જૈનેને જોઇને હક. બાદ પ્રમુખ સાહેબે નીચલે ઠરાવ રજુ કર્યો હતે.
હાલમાં પસાર થયેલા રિફેમ બીલથી કામવાર દરેક કાઉન્સિલમાં પ્રતિનિધી નીમવાની જે સત્તા ઈમ્પીરિયલ અને પ્રોવિલ સરકારને સેંપવામાં આવી છે. તે સંબંધમાં આ કોન્ફરન્સ શ્રી ભારત સરકારને પ્રાર્થના કરે છે કે જેના કામની વીશાલ સંખ્યાને ધ્યાનમાં લઈ સમસ્ત દેશના પ્રાય: પ્રત્યેક સ્થલેમાં પોતાના પવિત્ર તીર્થોની રક્ષા, સમાજ હિત આદિ કાર્યોને માટે તેને કાઉન્સિલમાં જેને “વેતાંબર કેમને ઓછામાં ઓછો એક પ્રતિનિધી મોકલવાને હક્ક આપો.
આ ઠરાવની એક એક નકલ જુદી જુદી સરકાર પર મોકલવાની પ્રમુખ સાહેબ અને સત્તા આપવામાં આવે છે.
આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. બાદ કોન્ફરન્સની છબી લેવામાં આવી હતી.
For Private And Personal Use Only