SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૭૭ કહેવાપણું રહેતું નથી, તોપણ, યથાશક્તિ આ સ્થળે આપ સાહેબ સમક્ષ હું કંઈક રજુ કરવા રજા લઉં છું. મહાન પુરૂષના જીવન ચરિત્ર સ બંધમાં ચોક્કસ ધર્મને માનનારાઓ, પોતાના ગુરૂઓ સંબંધમાં કંઈપણ લાગણીથી અગર અભીમાનથી કથન કરે, તે સ્વાભાવિક છે, પણ તે સર્વમાન્ય હોઈ શકે નહિ. પરમ પૂજ્ય શ્રી આત્મારામજીમહારાજ સંબંધમાં તેઓને જેન અને જૈનેતર સમાન માનની દ્રષ્ટિથી જોતા હતા, તે એટલા સુધી કે તેઓની વિદ્વતાને અંગે, જ્યારે સને ૧૮૯૩ માં અમેરીકામાં ચી. કાગો શહેરમાં Parliament of Religious ભેગી થઈ, તે વખતે પરમપૂજ્ય શ્રી આત્મારામજીમહારાજને મજકુર સભામાં પધારવા માટે આત્રમણ કરવામાં આવ્યું હતું, પણ સાધુના આચાર વિચાર પ્રમાણે તેઓ ત્યાં જઈ શકે તેમ ન હોવાથી, પોતાની તરફથી અને જૈન કેમ તરફથી મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધીને પ્રતિનિધિ તરીકે ચીકાગો મોકલવામાં આવ્યા હતા. મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધીએ ત્યાં શું કીધું, તે આપથી વિદિત છે, પણ પ્રસંગેપાત મારે પરમપૂજ્ય આત્મારામજીમહારાજ સંબંધમાં કહેવાનું હોવાથી ચીકાની Parliament of Religious પરમપૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ સંબંધમાં મજકુર ચોપડી જેનું નામ, “Tqe World's Parliament of Religions” છે, તેમાં મજકુર મહારાજ સાહેબનો ફોટોગ્રાફ આપવા સાથે નીચે પ્રમાણે તેઓશ્રી સંબંધમાં વર્ણન કરે છે:-- "No man has peculiarly identified himself with the interests of the Jain Community as Muni Atmaramji. He is one of the noble hands sworn from the day of initiativo to the end of liye, to work day and night for the high mission they have undertaken. He is the high Priest of the Jain Comunity and is recognised as the highest living authority on Jain Religion and literature by Oriental scholars." મહારાજ સાહેબ માટે મજકુર શબ્દો ઉપરથી સહેલમાં સમજી શકાશે કે તેઓ કેટલા જબરદસ્ત વિદ્વાન અને કેટલે મોટે દરજે દુરદેશાવરમાં પણ લોકપ્રિય હતા. મહારાજ સાહેબ આ સિવાય અનેક પ્રકારની ધાર્મિક પૂજાઓ વગેરે રચવામાં અતિ કુશળ હતા, અને તેથી તેઓને ઉત્તમ કવિઓની સંફમાં પણ મુકી શકાય, પંજાબ જેવા દેશમાં પંદર હજાર માણસોને તેઓએ જેન બનાવવાને જે અતિ સફળ પ્રયાસ કીધે, અને તેમાં તેઓ સંપૂર્ણ રીતે ફતેહમંદ થયા. તે બીના તેઓશ્રીની અતિ ઉત્તમ કાર્યકુશળતા અને વિદ્વતા પૂરવાર કરે છે. For Private And Personal Use Only
SR No.531155
Book TitleAtmanand Prakash Pustak 013 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1915
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy