________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસંમેલન,
૩૮૯
જોકે એ હીલચાલમાં સામેલ થયા નથી. તે પણ આપણે ઉમેદ રાખીશું કે વડોદરા ખાતે મળેલાં શ્રી આત્મારામજી મહારાજના સાધુઓનાં સમેલને જે ઉત્તમ પહેલ કીધી છે તે તેમના બીજા બંધુઓને પણ વખત જતાં તેમનાં એકાંત વાસમાંથી બાહેર આણવાને ઉપયેગી થઇ પડયા વિના રહેશે નહીં. મુનિ શ્રી વલ્લભ વિજયજી તેમજ આ સંમેલનના પ્રમુખે પિતાના ભાષણમાં જે વિચારો દર્શાવ્યા છે તે જેમ એવા સાધુ સંમેલનની અગત્ય સિદ્ધ કરનારા તેમ સાધુઓ જોડે જૈન શાસનની ઉન્નતી કરવાનો માર્ગ બતાવનાર છે, એમ સલામતી સાથે કહી શકાશે. S9
સાધુઓના આચારના સંબંધમાં કોઈપણ ખોટે ખ્યાલ ઉત્પન્ન કરવા વિના તેમને એક બીજાના ધાડા સમાગમમાં આણવા, શંકા દૂર કરી ખરો માર્ગ બતાવવાં અને વિદ્યાની વૃદ્ધી કરી હાલ જમાનાને અનુસરતી રીતે પોતાના યજમાનાની પ્રવૃત્તી કરવા માટે એવાં સંમેલન ઘણું કરી શકે અને ઘણું ઉપયોગી થઈ પડે તે વિષે બે મત પડશે નહીં. આવીહીલચાલ દીસે છે તેમ જન સાધુઓ માટે પણ ખરેખર કાંઈનવી નથી.
એક બીજાના સમાગમમાં આવી તેઓ પોતાના જ્ઞાન અને ભંડળમાં ઉમેરે કરતા અને તેનાં ફળ તરીકે જે પુસ્તક ભંડારો માટે આજે સમસ્ત જૈન કેમ મગરૂર છે તે વસ્તીમાં આવ્યા છે એમ કહેવામાં કશીઅતીશક્તિનથી. જન સાધુઓ આચારમાં શીથીલ પડ્યા નહીં હોય તે પણ તેઓમાંને એક બહુ હાને ભાગજ એ ભંડારને શોભા આપે એ હીસ્સો આપવાને લાયક કે શકિતવાન છે; બલકે સંમેલનની પહેલી બેઠક વેળાએ જણાવવામાં આવ્યું હતું તેમ એ છુપા ભંડારે નો રસ પીવા કે પાવાની શક્તિ પણ તેના મોટા ભાગમાં આજે રહી નથી. આ પ્રમાણે સાધુઓની આચારની શીથીલતા નહીં તે તેમનાં જ્ઞાનની શીથીલતાને કારણે એવા ખાસ પ્રયત્ન આદરવાની આવશ્યકતા છે. અને જે મુનિમહારાજેએ તે આદર છે તેઓએ એલા સાધુ વર્ગ ઉપરજ નહી પણ સકળ જન સંધ ઉ. પર પણ ઉપકાર કીધેલું ગણાશે. - -
પ્રમુખે પિતાના ભાષણમાં આ સંબંધે કરેલી સૂચનાઓ જેટલી સાધુઓએ તેટલી સકળ જૈન સંઘે ધ્યાન ઉપર લેવા સરખી છે અને સાધુ સંમેલનના ઉપયોગી પણુંવષે જેમનાં મન હજી શંકાશીળ કે ડગમગતાં હોય તેઓ આ એકજ દ્રષ્ટાંત ઉપરથી પોતાની ભૂલ જોઈ તે સુધારવાની અને સંમેલન તથા તેના કાર્યકર્તાઓને સહાનુભૂતી આપવાની પોતાની ફરજ વિચારશે એવો ભરૂસો આપણે રાખીશું. સંમેલનનું કાર્ય કેવા સલામત હાથમાં છે તે તેના પ્રમુખના અતી ઉદાર વિચાર ઉપરથી જેવાન બને છે.
For Private And Personal Use Only