________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
આત્માનંદ પ્રકાશ,
- ૧ ઉપશમ સમકિતઃ જીવને રાગદ્વેષના પરિણામથી ઉત્પન્ન થયેલી ગ્રંથિને ભેદીને ઉપશમ શ્રેણિપર ચઢવાથી, મોહને યત્કિચિત ઉપશમ થાય તે ઉપશમ સમતિ.
૨ સાસ્વાદન સમકિતઃ ઉપશમ સમકિત પામ્યા પછી ઉદય આવેલા અનન્તાનુબંધિ કષાયને લીધે વખતે તેવી શ્રદ્ધા ઓછી થતાં કંઈક સ્વાદ માત્ર રહે તેનું નામ સાસ્વાદન સમતિ.
૩ ક્ષાપશમિક સમકિત.
૪ વેદક સમકિતઃ ક્ષપક શ્રેણિએ ચઢેલા પ્રાણીને અનન્તાનુબંધી કષાયને ક્ષય થઈ જે ગુણનું પ્રકટ થવું તેનું નામ વેદક સમતિ. ( મિથ્યાત્વહિની અને મિશ્રહિનીને સર્વથા ક્ષય થવાથી આ પ્રાપ્ત થાય છે. )
૫ ક્ષયિક સમકિત.
વળી પણ ગુણથી, આ સમકિત રેચક, કારક અને દીપક એ ત્રણ પ્રકારનું પણ કહેવાય છે. - ૧ રેચકઃ કંઈપણ કારણ કે દષ્ટાન્ત જોયા કે સમજ્યા વિનાજ શાને વિષે દર્શાવેલા તને વિષે જે શ્રદ્ધા તેનું નામ રેચક સમતિ. ( સિદ્ધાન્તમાં વર્ણવેલા સૂક્ષમ વિચારે સમજી શકીએ નહીં પણ ફકત એ સર્વજ્ઞના વચન છે માટે સત્ય છે એવી પ્રતીતિ-આસ્થા કે શ્રદ્ધા છે. )
हेतूदाहरणैः विना श्रुतोक्ततत्वेषु दृष्टिः प्रत्ययोत्पात्तः वा
૨ સિદ્ધાન્તથી સાંભળેલું હોય તેવી રીતે ગુરૂના વચનને અનુસરીનેતપ, વ્રતાદિ સર્વ આચરવાં—એનું નામ કારક સમકિત.
तथा कार्यगुरोर्वाक्यं यथा प्रवचनात् श्रुतम् । तपो व्रतादिकं सर्व सेवनात् कारको भवेत् ॥
૩ હવે ત્રીજું દીપક સમ્યકત્વ. પિતે મિથ્યાદષ્ટિહોય કે અભવ્ય હેય–ગમે તે હોય પરન્તુ ધર્મ કથા
For Private And Personal Use Only