________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૩૧
કહી ગયા પ્રમાણે દેવ તત્વ, ગુરૂ તત્વ અને ધર્મતત્વ એ ત્રણ તો પર યથાર્થ રૂચિ થવાથી થાય છે.
આવું જે સમકિત તે પ્રાપ્ત કરવાનાં બે માર્ગ છે. કાતે. સ્વભાવ અથવા તે ગુરૂનો ઉપદેશ–(૧) સ્વભાવથી એટલે ગુરૂના ઊપદેશ વિના સમકિત પામે તે; જેમકે અનાદિ સંસાર સાગરમાં રઝળનારે જતુ ભવ્યતા પરિપકવ થવાથી અજાણપણે યથાર્થ પ્રવૃત્તિ કરે કરીને ઉત્તમ અધ્યવસાયથી સમકિતી થાય છે તેનું નામ નિસર્ગરૂચિ અને બીજો (૨) જે ગુરૂના ઉપદેશનું આલંબન લઈને થાય છે તેનું નામ અધિગમસમકિતી કહે છે.
આ પ્રમાણે સમકિત પ્રાપ્ત કરવાના બે માર્ગ બતાવ્યા. હવે તે માસમા તે સમકિતના ત્રણ પ્રકાર કહેવાય છે તે નીચે પ્રમાણે –
આપશમિક સમકિત, ૨ ક્ષાપથમિક સમકિત, ૩ ક્ષાયિક સમકિત.
૧ ભસ્મથી ઢાંકેલા અગ્નિની પેઠે મિથ્યાત્વમોહિનીની તથાં અનંતાનુબંધી ચાર કષાયની જે અનુદય અવસ્થા તેનું નામ ઔપશમિક સમકિત.
૨ મિથ્યાત્વને અને ઉદય પામેલા અનન્તાનુબંધી ચાર કષાયને ક્ષય કે નાશ, અને ઉદય નહિ પામેલાને ઉપશ—એનું નામ ક્ષાપશમિક સમક્તિ.
૩ સમતિ મેહની, મિથ્યાત્વ મેહની, મિશ્રમેહની અને અનન્તાનુબંધી ચાર કષાયો એ જે સાત ( આત્માની ) પ્રકતિઓ તેને તદ્દન વિનાશ–તેનું નામ ક્ષાયિક સમકિત.
(આજ તે (ક્ષાયિક) સમકિત કે જેના પ્રભાવથી શ્રેણિક રાજાએ તીર્થકર પદ ઉપાર્જન કરેલું છે)
આ ત્રણે ભેદને વળી બીજી રીતે પાંચ ભેદમાં પણ લબાવ્યા છે તે એ રીતે કે –
For Private And Personal Use Only