________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬
www.kobatirth.org
આત્માત પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tate
ગિરનારની ગુફા. ( એક સ્વપ્ન ). ( અનુસંધાન ગયા અંકથી ) હૈ તત્વજિજ્ઞાસુ ખાળ, આ સર્વ વાતનું તાત્પર્ય એ છે કે માત્ર એક ઘડીની પણ સાધુ જનની સંગતિ અત્યંત લાભપ્રદ છે. માટે એ સત્સ ંગતિ સર્વ મનુષ્યને સર્વદા આદરણીય છે.
હું તા આવા સર્વદર્શનમાન્ય વિષયપરત્વે આ મહાત્મા ચેાગીશ્વરની ગંભીર, મધુર અને આત્માને આહ્લાદ ઉપજાવનારી વાણીરૂપ અમૃતનું પાન કરતા તેમની સમીપે બેસી રહ્યા. ક્ષુધા કે તૃષાનીએ ચિંતા મને શઈ નહીં.
•
એટલામાં તે ગુરૂશ્રી પાતાના આસન ઉપરથી ઉઠયા, અને મારે કંઇ વિશેષ પૃચ્છા કરવી હતી તે કરૂં તે પહેલાં તે પોતે કયાં ગયા તે હું જોઈ શકયા નહીં. હું તેા આશ્ચર્યમાં નિમગ્ન થઇ ગયા. વળી વિશેષ આશ્ચર્યા એ થયુ કે, અત્યાર સુધી મેં મારી આગળ જે જે પડેલું જોયું હતુ એમાંથી હવે કાંઇ પણ ત્યાં દેખાતું નહતુ; સર્વ વસ્તુ અદૃશ્ય થઇ ગઈ. હું ઉભા થઈ આગળ ચાલ્યેા એટલામાં થાડી વારે ચંદ્રના પ્રકાશ થા. એ પ્રકાશમાં મેં જોયુ કે, જે વૃક્ષ તળે એ મુનીંદ્ર.વિરાજ્યા હતા એ સાધારણુ વૃક્ષ નહેતુ પણ ખરેખરૂં કલ્પવૃક્ષજ હતું, માટે હું જે ઇચ્છા કરીશ તે મને સઘજ પ્રાપ્ત થશે એમ વિ ચારી જે માર્ગે આગ્ન્યા હતા તેજ માર્ગે ગુફાની બહાર નીકળવાનુ કરવા લાગ્યા. ગુફાની અ’દર કેટલાક ઝરા આવેલા હતા તેમાંના એકની પાળપર થઇને હું ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં એક
For Private And Personal Use Only