________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હૃદયએલ.
૧૭૯
to the to to to to
નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહતામાં છે. તે જીવનને કૃતાર્થ થવાનું સ્થાન એક પરાપકાર વૃત્તિજ છે. એ વૃત્તિને વિદ્વાન મહાશયે કલ્યાણ રૂપ મેહેલની નીસરણી કહે છે. સુજ્ઞ હૃદય, તુ આ મહાન્ વૃત્તિ રૂપ ઉદ્દેશ મૈધમાલાની પાસેથી શીખી લેજે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી આગળ જતાં એક સરાવર જોવામાં આવ્યુ. તેની અંદર આવેલા કમલાકરમાં એક વિકવર કમલ ઉપર તેમની દૃષ્ટિપડી. તે કમલના મકર ંદમાં લુબ્ધ થયેલા ભમરાને ગુજારત કરતા તેમણે જોયે. તેને જોતાંજ તે મહાશયે પોતાના હૃદયને કહ્યુ, હું બોધનીય હૃદય, મકરદના રસથી મત્ત થયેલા ભમરાને નિહાળ. એ ભમરા અત્યારે મદમત્ત થઈ ગુંજાવર કરી રહ્યા છે. તે મૂઢ અત્યારે પેÙતાના જીવનની કૃતાર્થતા એ કમલના રસ લેવામાંજ માનેછે. તેમાંજ તે અંધ થઇ ગયા છે. પણ તે ાણુ નથી કે, આ જે તેને આન તું સ્થાન થઇ પડયું છે, તેજ તેને શોકનુ સ્થાન થવાનુ છે. આનદ અને શાક બને તેની આસપાસ નૃત્ય કરી રહ્યા છે. જે દિવસ તેના આનંદને છે તેજ તેના શેકના છે. કમલ બાધક સૂર્ય જ્યારે અસ્ત થશે, ત્યારે કમલની ચપલ લક્ષ્મી લય પા જશેએની પત્રાવલી સાચ પામી જશે. તેમાંજ એ મૂઢ ભ્રમર પૂરાઈ જશે અને આખરે તેમાંજ તે બધી રાત્રિ મહા કષ્ટ ભોગવશે, જેથી તે પશ્ચાત્તાપના મહાસાગરમાં ગરકાવ થઈ બંધમાંથી મોક્ષની રાહ જોતા રૂદન કરશે. કર્મયોગે જો ત્યાં જલવિદ્વારી ગઈંદ્ર આવી ચડશે તા તેનું મરણ પણ થઈ જશે. ૐ વિવેકી હૃદય, આભમરાની પાસેથી તુ' ખરેખરા બાધ લેજે,તેની જેમ મદાંધ થઈ તું વિષયરસમાં તદ્દીન થઇશ નહિ, જે વિકારી વિષયા તને આન
For Private And Personal Use Only