________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રજ
આમાનંદ પ્રકાશ, Intretinerede better testostersties tintes testostes betretestates testations entre torstateste વાને ઈરછતું નથી. તે ટાઢ, તડકા અને વરસાદના કષ્ટને બીજાઓને માટે સહન કરે છે. આવા જડ એવા વૃક્ષની પાસેથી તું બધા ગુણ શીખી લે. પ્રત્યુપકારને બદલે લીધા વગર નિસ્પૃહપણે પરેપકાર કરવાની મહાન વૃત્તિ તારામાં સ્થાપિત કરી જીવનને જગતમાં કૃતાર્થ કર.
આગલ ચાલતાં તેમને મેઘમાલાના દર્શન થયા. નીલવર્ણની જળભરી વાદળીઓ આકાશમાં દેડાદોડ કરી રહી હતી. તે જોઈ તે મહાત્માએ હૃદયને કહ્યું, પ્રિય હૃદય, જે, આ મેઘમાલા તરફ દ્રષ્ટિ કર. તે જગતને જીવન આપનારી છે. સમુદ્રનું ખારૂં જલ સૂર્યના કિરણથી સંપાદન કરી તેને મધુર કરી વષવે છે. જ્યાં સુધી પિતાને સમય (વર્ષાકાળ) છે, ત્યાં સુધીમાં તે પરોપકાર કરવામાં તિતપર રહે છે. જાણે તે સમજતી હોય, કે અ૮૫ સમયમાં પ્રચંડ પવન મારા સ્વરૂપનો નાશ કરી દેશે. હું પોતે હતી ન હતી થઈ જઈશ. માટે જ્યાં સુધી હું વિદ્યમાન છું, ત્યાં સુધીમાં જેટલો મારાથી બને તેટલે પરોપકાર શામાટે ન કરે ? હે હૃદય, આ મેઘમાલાની પાસેથી તું એ ગુણ શીખી લેજે. પ્રાણીનું જીવન નાશવંત છે. જીવનમાલા એ ખરેખરી મેઘમાલા છે. તેને વિખેરી નાખવા કાળ રૂપ પ્રચંડ પવન વાયા કરે છે. જ્યાં સુધી એ પ્રચંડ પવન આવ્યું ન હેય, ત્યાંસુધી તારા અમૂલ્ય જીવનને ઉપયોગ કરી લેજે. મોટાં મેટાં કષ્ટ વેઠીને પણ બીજાઓ પર ઉપકાર કરજે, સ્વાથી થઈશ નહિં. તેમજ પિતાનું જ પેટ ભરી આનંદ માનનાર થઈશ નહિં. એ વાથી આનંદ તે ક્ષુદ્ર આનંદ છે. એવા ક્ષુદ્ર આનંદને માટે આ માનવજીવન તેને પ્રાપ્ત થયું નથી; તે જીવનનો ઉપયોગ
For Private And Personal Use Only