________________
દર્શનની વિશિષ્ટ દેન છે. પંચાસ્તિકાય જીવોનું જ્ઞાન સર્વ પ્રથમ “જૈન દર્શને આપ્યું છે. વનસ્પતિ, અગ્નિ, વાયુ, ધરતી સર્વમાં એકેન્દ્રિય જીવ છે. તે સિદ્ધ કરનાર “જૈન” દર્શન છે. જીવ અને અજીવ બે મુખ્ય દ્રવ્ય જુદા પાડીને અજીવમાં પુદ્ગલ. ધર્મ, અધર્મ, આકાશ અને કાલની જે વ્યાખ્યા અને વિશાળતા જૈન દર્શને આપી છે તે અદભૂત છે. અણુ સ્કન્ધની કલ્પના, ગતિ કરવામાં અને રોકવામાં સહાય, ધર્મ અને અધર્મની ચર્ચા. આકાશના લોક અને અલોક વિભાજન, તેનો વિસ્તાર તેમાં સમાહિત પદાર્થો અને કાલના ઓછામાં ઓછા વિભાજનને પ્રસ્તુત કરી વિશ્વને અનેરું જ્ઞાન આપ્યું છે. વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બોઝ જેવાએ પણ એકેન્દ્રિય જીવની જૈન ધર્મની કલ્પનાને પ્રયોગાત્મિક રીતે સિદ્ધ કરી છે. ઘણાં લોકો તો હવે એમ માનવા માંડયા છે કે જૈન ધર્મની અણુની કલ્પનાથી જ બોમ્બ બનાવવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. ૫ ચમહાવ્રત:
જૈન ધર્મના પંચમહાવતો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. તેમાં અહિંસા તો જૈન ધર્મનો પાયો છે. વિશ્વના સર્વ ધર્મોએ અહિંસાનો સ્વીકાર તો કર્યો છે, પરંતુ જે દ્રડતા અને સૂક્ષ્મતાથી જૈન ધર્મે સ્વીકાર કર્યો છે - તે તેનો પાયો જ બની ગયો છે. જેને ધર્મમાં કોઈના પ્રત્યે ખરાબ વિચાર કરવા પણ હિંસા છે કટુવચન બોલીને બીજાના દિલને દુ:ખાવવું તે પણ હિંસા છે અને કોઈને ભયભીત બનાવવું. ધમકી આપવી, માનસિક ત્રાસ, ક્રોધ કરવો તે સર્વ હિંસાના જ અંગો છે. એટલે કે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારની હિંસાને ત્યાજય ગણી છે. જીવો અને જીવવા દો' નો મૂળ મંત્ર ભગવાને આપ્યો છે. એવી જ રીતે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય માનવમાત્રના જીવની ઉત્તમતા અને પરસ્પર વિશ્વાસનાં સૂત્રો છે. અપરિગ્રહવાદ તે અહિંસા જેટલું જ મહત્વનું વ્રત છે. ભગવાન મહાવીર એના સૌથી વધુ સમર્થક હતા. આ અપરિગ્રહવાદ તેમના સમતાવાદના નામે પ્રસિધ્ધ થયો. માણસ માણસનું શોષણ ન કરે, સંગ્રહ-કાળા બજાર ન વધે. કોઈ ભૂખ્યું ન રહે માટે જેની પાસે છે તે જરુરિયાતવાળાને આપે. અનાવશ્યક સંગ્રહ ન થાય એવી શુભભાવના આ વ્રતમાં રહેલી છે. વર્ગસંઘર્ષ ટાળીને સમાજમાં શ્રધ્ધા અને પ્રેમના વિકાસ માટે આ અપરિગ્રહવાદ સૌથી મહત્વપૂર્ણ છે માટે જ બાર વતોમાં જે પરમાણુવ્રત છે, તે માણસને સંયમી બનાવે છે, લોભ-લાલચથી રોકે છે, સમતાવાન બનાવી પદાર્થો પ્રત્યેની મમતાથી રોકે છે. જીવન સાદુ. ભોગોથી દૂર બની માણસ સંતોષી બને છે. આધુનિક જીવનમાં જૈન સિદ્ધાંતોની ઉપયોગિતા:
જૈન ફિલસુફી માત્ર શાસ્ત્રોમાં વર્ણન કરવા માટે કે પંડિતોની ચર્ચા માટે કે પુણ્યનું ભાથું બાંધવા માટે નથી. તે હમેશાં સમાજને માર્ગદર્શક, બુરાઈઓથી બચાવનાર, પરસ્પર મંત્રી અને વ્યકિત તથા સમાજના ઉન્નયન માટે ઉપયોગી રહ્યાં છે. વર્તમાનયુગમાં તેની વિશેષ જરૂરિયાત ઉભી થઈ છે. જો તેના સ્યાદ્વાદને વિશ્વ અપનાવે તો શાંતિ કોઈ અઘરું કાર્ય રહે નહિ કારણ કે પ્રત્યેક વૈમનસ્ય યુધ્ધના કારણમાં અહમ્
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org