SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. મારો જ કકકો સાચો અથવા હું તે જ સત્ય છે એના સ્થાને જો આપણી ભાવનાની સાથે આપણે બીજાની કદર કરીએ, બીજાના દ્રષ્ટિકોણને સમજીએ તો વિચારોની આપલે થઈ શકે અને પરસ્પરના દ્રષ્ટિકોણને સમજવાથી મતભેદ દૂર થાય અને સંઘર્ષ ટાળી શકાય. એવી જ રીતે અહિંસાનો સ્વીકાર એટલે સર્વ યુધ્ધોનો તિરસ્કાર. એકાન્તવાદના મદમાં ડૂબેલો આ માનવી ભયંકર યુધ્ધને સર્જે છે. બીજુ તેની લાલચ વૃત્તિ, સંગ્રહવૃત્તિ, રાજય વધારાની ઘેલછા તેને અસંતોષકારી બનાવે છે અને તે શોષક બને છે. સંપૂર્ણ વિશ્વ ઉપર રાજય કરવાની ઘેલછાને અપરિગ્રહવાદથી જ નાથી શકાય. લાલચ, લોભ અને ભોગથી બચવા માટે અહિંસા અને અપરિગ્રહનો જ માર્ગ સ્વીકારવો પડશે. અન્યથા વિશ્વ પોતાના જ નિર્મિત સુંદર સંસારને પોતે જ નષ્ટ કરી નાખશે. અહિંસાના આ પ્રચાર માટે સૌથી પહેલાં હિંસાત્મક વૃત્તિ બદલવી પડશે અને તેને માટે હિંસાત્મક માંસાહારનો ત્યાગ કરવો પડશે. તેને માટે આત્મસંતોષી બનવું પડશે. શસ્ત્રોની ભાષા ત્યાગીને શાસ્ત્રોની ભાષા સમજવી પડશે. જો માનવમાત્રને સુખી કરવાની ભાવના હશે તો તવંગર લોકોએ પોતાના અઢળક ધનનો ઉપયોગ વિલાસમાં ભૂખ્યા. અશિક્ષિત અને ઉપેક્ષિત લોકો માટે કરવો પડશે. અન્યથા 'રૂસ અને ચીનની લોહિયાળ ક્રાંતિ આપણાં બારણાં પણ ખખડાવી રહી છે. ભગવાન મહાવીરના સમતાવાદના પ્રચારની આજે જરૂર છે. હિંસાત્મક વૃત્તિમાં પરિવર્તન લાવવું પડશે. ભોગવિલાસ અને રાજલિપ્સા પર સંયમની લગામ લગાવવી પડશે. વૈચારિક વિશાળતા પ્રેમમય ભાષામાં વ્યકત કરવાની કળા શીખવી પડશે. આજે યુધ્ધના અપ્રગટ જવાળામુખી પર બેઠેલા આ વિશ્વને દમનની નહિ પણ અહિંસા, સત્ય, સ્યાદ્વાદ, મંત્રી, દયા અને ક્ષમા ના શીતળ જળની જ જય જીનેન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528881
Book TitleJain Center Columbia SC 1997 05 Mahavira Swami Murti Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Center Columbia SC
PublisherUSA Jain Center Columbia SC
Publication Year1997
Total Pages36
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center SC Columbia, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy