________________
છે. વર્તમાન યુગમાં મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના સાક્ષે૫વાદની દ્રષ્ટિમાં આ સ્યાદ્વાદના મૂળ પડેલાં છે. કર્મ વાદ:
કર્મવાદ જૈન ધર્મનું એક વિશિષ્ટ દર્શન છે. અહીં કર્મનો અર્થ ભાગ્ય નથી. પરંતુ કાર્યોની ક્રિયા-પ્રક્રિયા સાથે સંબંધ છે. હિન્દુધર્મ અને જૈન ધર્મ બન્નેનાં કર્મવાદ ઉપર ઘણું લખાયું છે. પૂર્વાર્ધમાં બન્નેમાં લગભગ સામ્ય છે. એટલે કે દરેક માણસ કાર્ય કરે છે. પરંતું ઉતરાર્ધમાં ભિન્નતા છે. હિન્દુ ધર્મમાં જ્યાં એમ માનવામાં આવે છે કે કર્મ માણસ કરે છે જયારે તેનું પરિણામ ઈશ્વરની કૃપાથી થાય છે. અર્થાત ફળ આપનાર ભગવાન છે. અને ત્યાં ભગવાન એક વિશિષ્ટ વ્યકિતની કલ્પના રૂપે છે જયારે જૈન દર્શનમાં કર્મ પણ મનુષ્ય કરે છે અને તેના પરિણામનો ભોકતા પણ તે સ્વયં છે. કારણ કે જૈન દર્શનમાં કોઈ ભગવાન વિશિષ્ટની કલ્પના નથી. દરેક આત્મા સ્વતંત્ર છે. તે પોતાના કર્તા અને ભોકતા છે. માટે જે કર્મ જે કરશે કે દુ:ખદ ધાર્મિક પરિભાષામાં 'પાપમય કે “પુણ્યમાં પરિણામ તેને ભોગવવા પડશે. જેન દર્શનમાં કર્મ એક પ્રકૃતિ છે. જેનું નિરંતર આગમન થાય છે. એનું બંધ થાય છે. અને એની “નિર્જરા પણ થાય છે. નવા નવા કર્મો નિરંતર આવ્યાજ કરે છે. તે તેના પરિણામોની દ્રષ્ટિએ શુભ કે અશુભ હોય છે. આ કર્મોનું આગમન જેનદર્શનની ભાષામાં ‘આસ્રવ કહેવાય. શુભ કે અશુભ મનુષ્યની ભાવનાઓને કારણે થતી ક્રિયા-પ્રક્રિયા કર્મોના આશ્રવના કારણ છે. અને ભાવનાની મલીનતાના પરિમાણમાં તે બંધાય છે. જયારે દુષ્ટ મનોવૃત્તિ હિંસાભાવથી કરવામાં આવેલ કર્મો આત્મપ્રદેશ સાથે ગાઢ રીતે ચોંટી જાય છે. આ રીતે શુભ અને અશુભ કર્મો બંધાય તેને 'બંધ' કહે છે. જાગૃત આત્માને જયારે ભાન થાય છે ત્યારે તે નવા અશુભ કર્મોને આવવા દેતો નથી અને સંચિત કર્મોનો ક્ષય કરવાનો પ્રયત્ન કરે છે જેને સંવર" કહેવાય છે. અને પોતે જ આ કર્મોનો ક્ષય કરવા માટે વિવિધ અંતર અને બાહ્ય તપસ્યા કરીને તેમને દૂર કરે છે તે નિર્જરા કહેવાય. આ રીતે કર્મોની નિર્જરા કરીને તે આવાગમનથી મુકત એવા “મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. જેન દર્શનમાં શુભ કર્મોને પણ બંધન માન્યા છે જો અશુભ કર્મને લોઢાની બેડી માનવામાં આવે તો શુભ કર્મને સોનાની બેડી માનવામાં આવી છે. વ્યવહારથી નિશ્વયના પ્રદેશમાં અથવા સંસારથી આત્માના પ્રદેશમાં સ્થિત આ જીવ શુભ-અશુભ બંધનોથી મુકત બને છે અને માટે જ મોક્ષ પહેલા શુભ અને અશુભ સર્વ કર્મોથી સ્વયં મુકત બને છે. સુખદુ:ખ. આયુ. ઉત્તમકુલ. વિદ્યા, ધર્મભાવના કે જે કઈ માણસ ભોગવે છે તે સર્વ તેણે કરેલા કર્મોને કારણે છે. જૈન ધર્મમાં આઠ કર્મો માન્ય છે. જે વિશ્વના સમસ્ત પ્રાણીઓને જે તે દશામાં ભોગવવા જ પડે છે. માટે જ નરકગતિના દુ:ખો. પશુગતિની વેદનાથી બચવું હોય તો ઉત્તમ કર્મ કરવાં જોઈએ અને અનંત સુખ પ્રાપ્ત કરવું હોય તો સર્વ કર્મ ખપાવી મોક્ષગામી બનવાની કોશિશ કરવી જોઈએ.
પદ્રવ્ય એટલે છ દ્રવ્યોની કલ્પના અને તેની વાસ્તવિકતા જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org