________________
અનુસાર
થતો નથી. કર્મો સંસારની પણ ઉત્પત્તિ અને ક્ષય થયા કરે છે. આજના વિજ્ઞાને પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. પ્રત્યેક વસ્તુને પરિવર્તનશીલ માનવામાં આવી છે. સાધારણરૂપે ગુણ નિત્ય છે. પણ પર્યાય અનિત્ય હોય છે. આ પરિવર્તન એટલું સૂક્ષ્મ છે કે જે આપણે આંખોથી જોઈ શકતા નથી. ઉપર કહેલા ત્રણ ગુણો ઉત્પાદ, વ્યય અને ધાવ્ય એજ મુખ્ય લક્ષણ છે. દા.ત. સોનું તે કોઈ પણ ઘરેણાનું રુપ પ્રાપ્ત કરે તેનેં તોડાવીને બીજું ઘરેણું બનાવવામાં આવે પરંતું સોનાના મૂળસ્વરુપમાં પરિવર્તન થતું નથી, તે મૂળ દ્રવ્ય છે. જૈન દર્શનમાં દ્રવ્ય એજ એવું તત્વ છે કે જે છ પ્રકારનું છે અને પ્રત્યેક પદાર્થ દ્રાવ્યાદિક દ્રષ્ટિથી નિત્ય છે અને પર્યાય દ્રષ્ટિથી અનિત્ય છે. જૈન ધર્મમાં જીવ વગેરે છે દ્રવ્યોની કલ્પના કરવામાં આવી છે. એમાં કાલ, આકાશ વગેરેને પણ વ્ય માનવામાં આવ્યા છે. પંચકાયિક પદાર્થો એટલે પૃથ્વી, જલ, અગ્નિ, આકાશ અને વાયુ પ્રત્યેકમાં જીવની કલ્પના કરવામાં આવી છે. એ રીતે જૈન ધર્મ સંસારને એક સ્વતંત્ર સત્તા તરીકે સ્વીકારે છે. તેનો કોઈ કર્તા નથી. અહીં સંસાર રચનાના સંદર્ભે પણ જૈન દર્શન પુરુષાર્થને ૪ મહત્વ આપે છે.
સાડાદઃ
જૈન
કોઈ તેનું
દર્શનની સૌથી વિશિષ્ટતા અને મૌલિકતા છે. અન્ય ભારતીય દર્શનોમાં જયાં એકાન્તવાદ અર્થાત “મારું થન જ સત્ય છે' તેમ કહ્યું છે ત્યારે જૈન ધર્મમાં અનેકાન્તવાદને મહત્વ આપવામાં આવ્યું છે. અર્થાત પણ વસ્તુને જુદાં જુદાં દ્રષ્ટિકોણથી જુદી જુદી અપેક્ષાએથી જોઈને થન કરવાની જોવાની ક્રિયા તે અનેકાન્તવાદ માં ‘આજ સત્ય છે' ત્યાં અનેકાન્તવાદમાં આ પણ એક સત્ય હોઈ શકે તેમ કહી અન્ય અપેક્ષિત સત્યને નકારતા નથી. આ કથનને જે રીતે પ્રસ્તુત કરવામાં આવે છે તે “સ્યાદ્નાદ” છે. સામાન્ય રીતે આપણે પણ જાણીએ છીએ કે પ્રત્યેક વસ્તુમાં અનેક ધર્મ અને ગુણ વિદ્યમાન હોય છે એટલે આ દ્રષ્ટિએ પણ વસ્તુની મૂલવણી વિવિધ ગુણ અને ધર્મોની અપેક્ષાએ થઈ શકે. જૈન ધર્મના આ સિધ્ધાંતે મોટામાં મોટું કાર્ય કે પ્રદાન એ કર્યું કે સ્યાદ્ગાદે દરેક દ્રષ્ટિથી જોવાની કળા વિકસિત કરી સંધર્ષ ને દૂર કર્યાં. અને બીજાઓની ભાવનાઓને સમજવાની દીર્ઘદ્રષ્ટિ આપી જેથી વૈરભાવ વાણીમાંથી ટુતા દૂર થઈ અને આ રીતે હિંસાથી બચ્યા. ‘સ્યાત’ ‘અસ્તિ’ નું પ્રતિક છે. અર્થાત જયારે અપેક્ષાથી એક વસ્તુનો સ્વીકાર કરીએ છીએ ત્યારે અન્ય ગુણધર્મોને નકારતા નથી. એમ કહી શકાય કે ‘સ્યાત’ શબ્દ એવી અંજનશલાકા છે કે જે દ્રષ્ટિને વિકૃત નથી થવા દેતી. તેને નિર્મળ અને પૂર્ણદર્શી બનાવે છે. આ દ્રષ્ટિથી મનના સંશય દૂર છે. મનના સંકલ્પવિકલ્પ દૂર થાય છે. માટે જ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે. “કરોડો જ્ઞાનીઓની એક જ વિકલ્પ હોય છે જયારે એક અજ્ઞાનીને કરોડો વિકલ્પ હોય છે” આ અનેકાન્ત અને સ્યાદ્વાદથી શ્રી મહાવીર ભગવાને સંપૂર્ણ દર્શનને સમજવાની અને વસ્તુના સંપૂર્ણ અસ્તિત્વને જાણવાની દ્રષ્ટિ આપી. સ્યાદ્નાદનો વ્યવહારિક પક્ષ વ્યકિતઓ વચ્ચે પ્રેમ, મૈત્રી અને સમભાવ ને વિકસિત કરે છે. ચિત્તને રાગદ્વેષથી મુકત
ઘટયા,
થાય
બનાવે
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org