________________
Jain Society of Greater Detroit
PRATISHTHA MAHOTSAV ASHADH 4-12 V.S. 2054
આપણી કમનશીબી તો જુઓ કે આપણે હરડે, સૂર્ય અને પારાનો પ્રભાવ માનવા તૈયાર, પણ આ વિશ્વનું જે શ્રેષ્ઠ તત્ત્વ.... શુદ્ધ ચૈતન્ય તત્ત્વ.... પરમાત્મ તત્ત્વ તેનો પ્રભાવ માનવા તૈયાર નહિ.
ભગવાન તો વીતરાગ છે, ભગવાન બિચારા શું કરે ?' આ છે આપણી ઊંધી સમજણ ! કારણ કે પરમાત્માની દરેક વિશેષતાઓને આપણે વિચારી જ નથી !
જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે પ્રભુ વીતરાગ છે, તેમણે જ કહ્યું છે કે “એ સર્વજ્ઞ છે, કરૂણામૂર્તિ છે, અને અચિંત્ય શકિતસંપન્ન છે. अचिंत सत्ति जुत्ता हि ते भगवंतो वीयराया। सव्वन परम कल्लाणा परम कल्लाण हेउ सत्ताणं ।।
ચિરંતનાચાર્ય કૃત પંચસૂત્રનું પ્રથમ
સુત્ર
પણ આપણે તો વીતરાગતાને જેટલું મહત્વ આપ્યું તેટલું એમની અનંત કરૂણાને અને અચિંત્યશકિત-સંપન્નતાને મહત્વ જ નથી આપ્યું ! “પરમાત્માનો પ્રભાવ આ વિશ્વમાં વિસ્તરેલો છે. ભગવાન આપણને તારે છે, આપણા પરમ કલ્યાણનો હેતુ જો કોઈ હોય તો તે પરમાત્મા છે.” મહાપુરુષોની આ વાતને પહેલાં સ્વીકારવી પડશે.
વીતરાગ પ્રભુની અચિંત્યશકિત અને તેનો પ્રભાવ વર્ણવતાં તત્ત્વાનુશાસન ગ્રંથના રચયિતા મહાપુરુષે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે वीतरागो प्ययं देवो, ध्यायमानो मुमुक्षुभिः ।
स्वर्गापवर्ग-सुखदः, शक्तिस्तस्य हि तादशी ।। ભાવાર્થ: “ આ દેવાધિદેવ અરિહંત પરમાત્મા વીતરાગ હોવા છતાં પણ જે મુમુક્ષુ આત્માઓ તેમનું ધ્યાન કરે છે, આંતરિક ભૂમિકાએ તેમની સાથે તાદાભ્ય સાધે છે તેમને સ્વર્ગ અને અપવર્ગ-એટલે મોક્ષના સુખોને એ આપનારાં છે. કારણ કે એવી એમની શકિત છે.... એમનો સ્વભાવ છે.”
ભગવાન સ્વર્ગ-અપવર્ગના સુખોને કેવી રીતે આપે ? એવા સવાલ જ ન કરાય. કોઈ દિવસ એવી શંકા જાગી કે પાણી તરસ કેમ છીપાવે છે ? ના કારણ કે તરસ છીપાવવી, ઠંડક આપવી એ પાણીનો સ્વભાવ છે, એની શકિત છે. મળ-શુદ્ધિ કરવી એ હરડેનો સ્વભાવ છે, તેમ પરમાત્માના શુદ્ધ ચૈતન્યનો એ સ્વભાવ છે કે એ જગતના જીવોને તાર્યા વિના રહે જ નહિ. સહુના સુખમાં, સહુના કલ્યાણમાં નિમિત્ત બનવું એ એનો સ્વભાવ છે, એ એની શકિત છે.
મહાયોગી આનંદધનજી અને પરમશાની યશોવિજયજી જેવા મહાપુરુષોએ પણ સાધનાની ઊંડી ડૂબકીઓ લગાવ્યા પછી અનુભૂતિના જે મોતી પ્રાપ્ત કર્યા છે તેનું દર્શન કરાવતાં આ જ સત્ય મક્કમતાથી ઉચ્ચાર્યું છે. એમની એ અનુભૂતિઓ ખરેખર અભૂત છે ને આપણને પ્રેરણા આપી જાય તેવી છે.
૩૭
Jain Education Intemational
For Priv65 Personal Use Only
www.jainelibrary.org