________________
Jain Society of Greater Detroit
PRATISHTHA MAHOTSAV JUNE 27-JULY 6 1998
સરકારક કા
રમત ના કરનારા
પtitutiમાં સમwાદન કરવા જવાના રસના
‘દ્રવ્ય નિક્ષેપો' કહેવાય. એ દ્રવ્યનિક્ષેપે પરમાત્મા વીતરાગ હોવા છતાં વિશ્વને પાવન કરી જ રહ્યા છે. પણ કેવી રીતે ? એ સમજી લેવું બહુ જરૂરી છે.
ભગવાન વીતરાગ છે એનો અર્થ એવો નથી કે ભગવાન જડ છે. વીતરાગતા જૂદી વસ્તુ છે ને જડતા જુદી વસ્તુ છે. ટેબલ કે ખુરશી જડ છે. એનામાં કોઈ રાગ નથી, દ્વેષ નથી, સંવેદના નથી, કર્તુત્વભાવ નથી. તેમ એનો કોઈ વિશિષ્ટ પ્રભાવ પણ નથી. પણ આ જડમાં અને પરમાત્માની વીતરાગતામાં ઘણો ફરક છે.
પરમાત્મા વીતરાગ છે એટલે એમને કોઈ તત્ત્વ પ્રત્યે રાગ કે દ્વેષ નથી... ગમાઅણગમાની કોઈ વૃત્તિ નથી. કયાંય કર્તુત્વભાવ નથી. પણ જેનામાં કર્તુત્વભાવ ન હોય એનો કોઈ પ્રભાવ ન હોય એવું કોણે કહ્યું ? ભાવ જુદી વસ્તુ છે અને પ્રભાવ જુદી વસ્તુ છે. વીતરાગ થયા એટલે “હું આમ કરૂં... તેમ કરૂં...” વિગેરે કોઈ ભાવ ભલે ન હોય પણ એમના પરમ ચૈતન્યનો પ્રભાવ તો હોય જ. રાગ અને દ્વેષ વિના, ઈચ્છા કે કર્તુત્વબુદ્ધિ વિના પણ માત્ર વસ્તુના સહજ સ્વભાવને કારણે.... એના સહજ પ્રભાવને કારણે ઘણાં ઘણાં કાર્યો થતા હોય છે. એ વાત બરોબર સમજી લેવી જરૂરી છે. આપણે બે-ચાર દ્રષ્ટાંતો જોઈએ. હરડેનું દષ્ટાંત
પેટમાં મળ બહુ જમા થઈ ગયો હોય, કચરો ભરાઈ ગયો હોય તો તે વખતે કોઈ અનુભવી વૈદ્ય તમને હરડેની ફાકી આપે એ હરડે જડ કે ચેતન ? જડ ! એનામાં કોઈ રાગ-દ્વેષ ખરા ? “મારે આના પેટમાંથી મળ કાઢી નાખવો છે.” વગેરે કોઈ કર્તુત્વભાવ એનામાં ખરો ? નહિ, છતાં હરડે પેટમાં જાય તો એ મળ-શુદ્ધિ કરે કે નહિ ? તેનો એ પ્રભાવ ખરો કે નહિ? ખરો જ.... સર્યનું દષ્ટાંત - આકાશમાં સૂર્ય ઊગે છે ને જગતને પ્રકાશ આપે છે. એ સૂર્યમાં કોઈ રાગ-દ્વેષ નથી. કોઈ પક્ષપાત નથી, કોઈ કર્તુત્વભાવ નથી. પણ છતાં એ સૂર્યનો કોઈ પ્રભાવ ખરો કે નહિ ? આકાશમાં સૂર્યનું જો અસ્તિત્વ જ ન હોય કે સૂર્ય ઊગવાનું બંધ કરી દે તો આપણો જીવન વ્યવહાર ચાલે ? આપણા શરીરમાં જે નોર્મલ ટેમ્પરેચર (જરૂરી ઉષ્ણાતામાન) છે તે આ સૂર્યના કારણે છે. વિશ્વને જે પ્રકાશ અને ગરમી મળે છે, વનસ્પતિ સારી ઊગે છે, શુદ્ધ પ્રાણવાયુ સહુને મળી રહે છે તે બધું આ સૂર્યને આભારી છે. સૂર્યમાં કોઈ ઈચ્છા નથી, એ કાંઈ કરતો નથી. પણ માત્ર એનું અસ્તિત્વ જ જગત માટે ઘણું ઉપકારક બની જાય છે. સૂર્યમાં કર્તવભાવ નથી પણ આ તેનો પ્રભાવ તો છે
પારાનું દષ્ણત
અનાજ સડી ન જાય તે માટે લોકો અનાજની કોઠીમાં પારો રાખતા હોય છે. એ પારામાં કોઈ રાગ-દ્વેષ ખરા ? નહિ, પણ તે છતાં એ પારો અનાજમાં પડયો હોય તો એને સડવા ન દે.... એમાં જીવાત પડવા ન દે. એવો એનો પ્રભાવ તો ખરો જ.
64 For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org