________________
Jain Society of Greater Detroit PRATISHTHA MAHOTSAV ASHADH 4-12 V.S. 2054
- means
in new
window
u
sa
તરસારણ કરવાના કામના
પરમાત્માની અચિંત્યશકિત અને તેનો પ્રભાવ
મુનિશ્રી કીર્તિચન્દ્રજી (બંધુત્રિપુટી) આત્મા, પરમાત્મા, ધર્મ અને કર્મ એ ચારેય તત્ત્વોની ચર્ચા ધાર્મિક જગતમાં ઘણી થતી હોય છે. પરંતુ આ ચારેય તત્ત્વનું સાચું રહસ્ય વિરલા જ જાણતા હોય છે.
જૈન સમાજમાં આ ચારેય તત્વો અંગે હાલમાં સામાન્યથી જે સમજ પ્રવર્તે છે તે ખૂબ જ અધૂરી અને ઉપરછલ્લી છે. એટલું જ નહિ પરંતુ કયારેક તો ઊંધી સમજ અને ગેરસમજ પણ ફેલાયેલી જોવા મળે છે. અને જ્યાં સમજ જ અધૂરી હોય.
ધી હોય કે ખોટી હોય ત્યાં પછી આચરણ પણ વિપરીત હોય એમાં નવાઈ શું ? જૈનસમાજમાં આજે આવું ઘણું જોવા મળે છે.
ભગવાન વીતરાગ હોવા છતાં એ આપનું કલ્યાણ કેવી રીતે કરે છે ? એ વાતને.. અરિહંત પરમાત્માની અનંત અને અચિંત્યશકિતને સમાવતો આ તાત્વિક વાર્તાલાપ સહુને ધ્યાનથી વાંચવા જેવો છે..
અરિહંત પરમાત્માનું સ્વરૂપ જ્યારે વર્ણવવું હોય ત્યારે આપણે ત્યાં મુખ્યત્વે બે વિશેષણ વધારે વાપરવામાં આવે છે. (૧) “વીતરાગ' અને (૨) “સર્વજ્ઞ'.. પણ એ સિવાયની જે બે મહત્વની વાત છે તે લગભગ આપણા ધ્યાન બહાર જતી રહી છે. ભગવાનમાં જેમ અનંત જ્ઞાન છે, જેમ વીતરાગતા છે, તેમ એમનામાં અનંત કરૂણા છે અને અનંત શકિત પણ છે.
(૧) ભગવાન વીતરાગ છે. (૨) ભગવાન સર્વ છે. (૩) ભગવાન કરુણામૂર્તિ છે. (૪) ભગવાન અનંત શકિતના પુંજ છે. આ ચાર મુખ્ય વિશેષણો છે. પણ આપણે તો ભગવાનનું એક જ પાસું વીતરાગતા” જ પકડયું છે. ભગવાન વીતરાગ છે.... એ વાતને આપણે ખૂબ રટી છે. પણ ભગવાન વીતરાગ છે એનો અર્થ એવો નહીં કે એ શકિત વિનાના છે. આપણે વીતરાગ પ્રભુની શકિતને સમજ્યા છીએ ખરા !
આપણે કહીએ છીએ કે ભગવાન તો વીતરાગ છે એમને રાગ પણ નહિ, એમને વૈષ પણ નહિ. આપણે એમની ભકિત કરીએ તો એ કાંઈ રીઝવાના નથી ને એમની અવગણના કરીએ તો એ કંઈ ખીજવાના નથી. એ તો વીતરાગ ! એ બિચારા શું કરે ? અરે આપણે તો ભગવાનને ય બિચારા કહેતા થઈ ગયા ! આ તે કેવું અજ્ઞાન!
આપણે પરમાત્માને સાચી રીતે ઓળખી શકયા જ નથી. એમની અચિંત્ય શકિતનો આપણને કોઈ ખ્યાલ જ નથી. પરમાત્મા મોક્ષે ગયા છતાં અત્યારે પણ એમનું શુદ્ધ ચૈતન્ય વિશ્વ ઉપર અચિંત્ય પ્રભાવ પાથરી જ રહ્યું છે. તીર્થકર નામ-કર્મ પૂર્ણ થયા પછીની અવસ્થા, સિદ્ધસ્વરૂપ, ચૈતન્યમય અવસ્થા એ અરિહંત પરમાત્માનો
૩૫
Jain Education Intemational
For PriQP & Personal Use Only
www.jainelibrary.org