SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ છે અથ જન્મકલ્યાણકે ચતુર્થ જલપૂજા | દુહા | ચલિતાસન સોહમપતિ, રચી વિમાન વિશાળ; પ્રભુ જન્મોત્સવ કારણે, આવતા તત્કાળ. ઢાળ: કાજ સિદ્ધાં સકળ હવે સાર એ દેશી | છે તાલ:કેરવો છે હવે શક્ર સુઘોષા વજાવે, દેવદેવી સર્વ મિલાવે, કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામે વિમાન; પ્રભુ પાસનું મુખડું જેવા, ભવોભવનાં પાતિક ખોવા. પ્રભુત્ર ૧ ચાલે સુર નિજ નિજ ટોળે, મુખ મંગળિક માળા બોલે. પ્રભુત્ર ૨ સિંહાસન બેઠા ચલિયા, હરિ બહુ દેવે પરવરિયા ; નારી મિત્રના પ્રેર્ચા આવે, કોઈક પોતાને ભાવે. પ્રભુત્ર ૩ હુકમે કઈ ભકિત કરવા, વળી કેઈક નૈતક જેવા ; હચ કાસર કેસરી નાગ, ફણી ગરુડ ચઢચા કેઈ છાગ. પ્રભુ ૪ વાહન વૈમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ; કઈ બોલે કરતા તાડા, સાંકડા ભાઈ પર્વના દહાડા. પ્રભુ ૫ ઈહાં આવ્યા સર્વ આણદે, જિનજનનીને હરિ વદે; પાંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ઘરે શિર નાથ. પ્રભુત્ર બે બાજુ ચામર ઢાલે, એક આગળ વજ ઉલાળે; જઈ મેરુ ધરી ઉત્સગે, ઈન્દ્ર ચોસઠ મળિયા રંગે. પ્રભુ ૭ ક્ષીણેદક ગંગા વાણી, માગધ વરદામનાં પાણી; જાતિ આઠના કળશ ભરીને, અઢીસે અભિષેક કરીને. પ્રભુ ૮ દીવો મંગળ આરતિ કીજે, ચંદન કુસુમે કરી પૂજે; ગીત વાજિંત્રના બહુ ઠાઠ, આલેખે મંગળ આઠ. પ્રભુ ઈત્યાદિક ઉત્સવ કરતા, જઈ માતા પાસે ધરતા; કુંડલયુગ વસ્ત્ર ઓશીકે, દડો ગેડી રતનમચી મૂકે. પ્રભુત્ર ૧૦ કોડી બત્રીશ રત્ન રૂપૈયા, વરસાવી ઈન્દ્ર ઉચ્ચારિયા; જિન માતાજું જે ઘરે ખેદ, તસ મસ્તક થાશે છેદ. પ્રભુત્ર ૧૧ અંગુઠે અમૃત વાહી, નંદીસર કરે અઠ્ઠાઈ; દેઈ રાજા પુત્ર વધાઈ, ઘર ઘર તોરણ વિચાઈ. પ્રભુત્ર ૧૨ દશ દિન ઓચ્છવ મંડાવે, બારમે દિન નાત જિમાવે; નામ થાપે પાર્શ્વકુમાર, શુભ વીરવિજય જયકાર. પ્રભુ) ૧૩ Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy