________________
ઉપાશ્રય અડીખમ ઊભો છે. પેથાપુરના બાવન જિનાલયમાં તેમણે આરસ લગાવી આપેલી તેની તક્તિ સંઘે તે વખતે લગાવેલી તે આજે પણ જોવા મળે છે. 'શ્રીમદ્ દેવચંદ્રજી - વિસ્તૃત જીવન ચરિત્ર’ નામના પુસ્તકમાં વકીલ નગીનદાસ સાકળચંદ (જેઓ ચંગ પોળ, નિશાની ખડકી અમદાવાદમાં રહેતા હતા.) નામના સજ્જને સીતાબાઈએ કેટલું દ્રવ્ય ખર્યું તેનો ઉલ્લેખ નીચે મુજબ કર્યો છે ૧. પોતાના પતિના સ્વર્ગગમન બાદ શહેર આકોલાથી પેથાપુર આવીને વીશા પોરવાડ સમસ્ત જ્ઞાતિમાં પીત્તળની નળીઓનું ૧૯૭૮માં લહાણું કરીને રૂા. ૩૦૦૦ આશરે ખર્ચ્યા હતા. ૨. પોતાના પતિ પાછળ ચોખળાનો વરો એટલે બહોલી નાત કરી રૂા. ૧૫૦૦ આશરે ખર્ચ્યા હતા. ૩. સં. ૧૯૭૯માં શ્રી (શત્રુંજય) પાલિતાણાનો સંઘ સ્પેશિયલ ટ્રેન મારફતે (પોતાના માથે જવા આવવાનો ખર્ચ રાખી પેથાપુર (સ્ટેશન રાંધેજા થઈ)થી કાઢી આશરે રૂા. ૨૦,૦૦૦
ખર્ચ્યા હતા.
૪. હાલનો સાગરગચ્છનો નવીન ઉપાશ્રય (રૂા. ૨૦,૦૦૦ ખર્ચા)
બંધાવ્યો.
૫. આ ઉપાશ્રયના વાસ્તુ મુહૂર્તમાં ૧૯૭૯માં શાંતિસ્નાત્ર ભણાવી આશરે રૂા. ૨૦૦૦ ખર્ચ્યા હતા.
૬. પાલિતાણાનો સંઘ પેથાપુર લાવ્યા પછી અઠ્ઠાઈ મહોત્સવ શાંતિસ્નાત્ર નવકારશી કરી આશરે રૂા. ૩૦૦૦ ખર્ચ્યા હતા. ૭. પેથાપુરમાં સાગરગચ્છ માટે સીતાબાઈવાડી (જમીન ખરીદી
તે પર) બંધાવી આપી આશરે રૂા. ૫૫૦૦ ખર્ચ્યા હતા. ૮. ૧૯૭૯થી અપિ સુધી દર વર્ષે બે વખત આંબેલની ઓળીઓ કરાવે છે જેમાં પ્રતિ વર્ષે આશરે રૂા. ૨૫૦ ખર્ચે છે. ૯. સં. ૧૯૮૧માં શહે૨ આકોલામાં નવપદની આરાધનાનું નવ છોડનું ઉજમણું કરી જ્ઞાનારાધન કરેલું તથા પેથાપુરથી પોતાના ખર્ચે ઘણાં માણસોને તેડાવેલા, આમાં રૂા. ૧૭૦૦૦ ખર્ચેલા. ૧૦.આ જ પ્રસંગે શ્રી પાલિતાણા જૈન ગુરુકુળને રૂા. ૧૦૦૦ આપેલા.
૧૧.આ ગ્રંથ પ્રકાશનમાં રૂા. પ૦ આપ્યા છે. ૧૨.આકોલામાં રૂા. ૨૨∞ ખર્ચી દેરાસરમાં ચાંદીનો મંડપ કરાવ્યો
છે.
૧૩.આકોલામાં જૈન પાઠશાળાને માટે રૂા. ૧૫૦૦ ખર્ચી હોલ બંધાવી આપ્યો છે.
પેથાપુરમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનો ઘણો ઉપકાર છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ ગુણાનુરાગી શ્રમણ ભગવંત હતા. તેઓ તપાગચ્છના હતા, પણ તેમના ધ્યાનમાં શ્રી દેવચંદ્રજીના અધ્યાત્મરસથી ભરેલાં કાવ્યો આવ્યાં ત્યારે તેમનો આત્મા પ્રસન્ન થઈ ગયો. શ્રીમદ્ દેવચંદ્રજી ખરતરગચ્છના હતા પણ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના મનમાં ગભેદ નહોતો. પાદરાના શ્રાવક મોહનલાલ પ્રેમચંદ વકીલ તેમના ખાસ ભ
ડિસેમ્બર - ૨૦૧૮
હતા. તેમના પુત્ર મણિલાલ પાદરાકર તેમની પાસે જ રહેતા હતા અને તેમની ખૂબ સેવા કરતા હતા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે મશિલાલ પાદરાકરને આજ્ઞા કરી કે શ્રીમદ્ દેવચંદ્રજી વિશે જેટલી પણ માહિતી મળે તે શોધી કાઢો. મણિલાલ પાદરાકરે અથાગ મહેનત કરીને ખૂબ માહિતી એકત્રિત કરી અને તે પછી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે મણિલાલ પાદરાકરને જ કહ્યું કે શ્રીમદ્ દેવચંદ્રજી વિશે તમારે જ વિગતવાર જીવનચરિત્ર લખવાનું છે. મણિલાલ પાદરાકર (તેમનું કુટુંબ આજે પણ મુંબઈના ચોપાટીમાં દેવપ્રકાશ બિલ્ડિંગમાં રહે છે.) વકીલ તો હતા જ પણ સારા કવિ અને લેખક પણ હતા. તેમનું એક ‘મારા સૌ વાક્યો નામનું પુસ્તક સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદ તરફથી તે
સમયે પ્રગટ થયેલું તે આજે પણ મારી પાસે છે. મણિલાલ પાદરાકરને શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ આજ્ઞા કરી ત્યારે તેમણે પેથાપુરના ઉપાશ્રયમાં બેસીને જ શ્રીમદ્જીની સાથે ચાર મહિના ચાતુર્માસમાં રહીને ‘શ્રીમદ્ દેવચંદ્રજી – વિસ્તૃત જીવન ચરિત્ર’ નામનો ગ્રંથ લખ્યો. આનંદની વાત એ છે કે આ ગ્રંથમાં શ્રીમદ્ દેવચંદ્રજીના હસ્તાક્ષરમાં સંથારા પોરસીના બે પાનાં પણ પ્રગટ થયેલાં છે.
પેથાપુરનો ઈતિહાસ આ સિવાય પણ ઘણો છે. પેથાપુરમાં મેં ચાતુર્માસ કર્યું ત્યારે ચાતુર્માસનો ઈતિહાસ લખવાની વાત ઉપસ્થિત થયેલી પણ વિલંબમાં પડી. પેથાપુર જિનાલયના એકવાર દર્શન કરવા જેવા છે. તીર્થનાં દર્શનનું પુણ્ય ત્યાં પ્રાપ્ત થાય છે.
pun સંપર્ક : ૯૭૬૯૯૫૭૩૯૩
પ્રબુદ્ધ જીવન
ઉપવનનું ફૂલ
ઊગ્યું એક ફૂલ ઉપવનમાં લોક સૌ કહે એને ગાંધીલ રમ્ય મનોહર લહેરાતું ફૂલ સુંદર દલ દીસે એકાદશ દર્શન ઈશનાં કરવા સત્યમાંહી અહિંસાકેરી શુદ્ધ આંખ થકી કદી કાંઈ ના લેવું અવરનું ગાંધીફૂલનું એ તૃતીય દલ બિરાજે સમીપે બ્રહ્મચર્ય ને અપરિગ્રહ શરીરશ્રમ અસ્વાદ ને સ્વદેશી અડવું-ન અડવું એ વિચાર ખોટો અભય અને સર્વધર્મને આદર કેવી અભિજાત મોહક પાંખડીઓ પૃથ્વીપરે સુરભિ રેલાવતું ગાંધીફૂલ...
- શાંતિલાલ ગઢિયા, વડોદરા ફોન : ૦૨૬૫-૨૭૫૦૨૭૫
૩૫