SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અને ગુફાઓમાં હું ધ્યાન ધરું છું અને મને નિજાનંદ મળે છે. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પેથાપુર વિશે અનેક નોંધ લખી છે. તેઓની આચાર્ય પદવી પેથાપુરમાં થઈ હતી. તે દિવસે શેઠ જગાભાઈ, ઝવેરી જીવણચંદ ધરમચંદ તથા શ્રી પેથાપુર સંઘ તરફથી ત્રણ જમણવાર થયા હતા. તે દિવસે પોતાની ડાયરીમાં શ્રી બુદ્ધિસાગરજી નોંધે છે કે પેથાપુરની દક્ષિણ દિશામાં મોટા વાઘામાં ટેકરા પર બેસીને સૂરિમંત્રની યોગરાજ પીઠનું ધ્યાન ધર્યું. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ સૌને ઉપદેશ આપતા કે શક્તિમાન બનો અને વીર બનો. તેઓ માનતા કે જે સમાજ શક્તિમાન નથી તેનો કોઈ પ્રભાવ આ દુનિયા પર પડતો નથી. શ્રી બુદ્ધિસાગરજી મહારાજે સાબરમતી નદીના સૌંદર્યનું કરેલું વર્ણન ઠેર ઠેર વાંચવા મળે છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ શ્રાવકોના સંતાનોને લઈને નદી કિનારે જતાં અને તેમની પાસે યોગ કરાવતા. પેથાપુરમાં સાગરગચ્છ અને વિમળગચ્છ એમ બે ગચ્છના મજબૂત શ્રાવક પરિવારો હતા. કિન્તુ કોઈપણ ભેદભાવ વિના શ્રી બુદ્ધિસાગરસૂરિજી પ્રત્યે સૌ પૂજ્યભાવ રાખતા. એકવાર પેથાપુરના શ્રાવકનાં પાંચ સંતાનોને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી યોગ શીખવવા ગામની બહાર મેદાનમાં લઈ ગયા. શ્રીમદ્ભુ સમાધિ લગાવીને બેઠા હતા. એ સમયે ઓતરાદિ દિશામાંથી ફૂંફાડા મારતો સર્પ શ્રીમદ્જીની નજીક સરકી આવ્યો. બાળકોએ તીણી ચીસ પાડી પણ શ્રીમન્દ્વ અવિચલ રહ્યા. એમના અંતરમાં સર્વ પ્રત્યે પ્રેમનો સમુદ્ર ઘૂઘવતો હતો. સાચા પ્રેમની પરિભાષા માનવી તો શું પશુ પણ સમજે છે! શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ હસતાં હસતાં ડરી ગયેલાં બાળકોને કહ્યું : ‘આ સાપ હમણાં ચાલ્યો જશે એ આપણને ઉપદ્રવ ક૨વા આવ્યો નથી!' અને સાચે જ, સર્પ ધીમેથી સરકીને દૂર જતો રહ્યો! પેથાપુરના બાવન જિનાલયની અંદર પ્રગટપ્રભાવી શ્રી ઘંટાકર્ણ મહાવીરની સુંદર પ્રતિમા બિરાજમાન છે. પરમ ગુરુભક્ત આચાર્યશ્રી અજિતસાગરસૂરિજી મહારાજે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજનું ગુરુમંદિર અહીં નિર્માણ કરાવીને પ્રતિષ્ઠા કરાવી છે. પેથાપુરનો થોડોક જ ઈતિહાસ મળે છે તેનું કારણ અહીંના જૈનોની ઈતિહાસ પ્રત્યેની ઉપેક્ષા છે, પણ જેટલું મળે છે તે આપણને તીર્થદર્શનનું પુણ્ય આપે છે! પેથાપુરના જૈન અને અજૈનોમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી પ્રત્યે આદર અને ભક્તિભાવ ઘણો છે અને તેમની દેરીનાં દર્શન કરવા માટે પણ અનેક લોકો જાય છે. સીતાબાઈ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ પ્રત્યે ખૂબ ભક્તિભાવ રાખતાં હતાં. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે ચુનીભાઈ તથા સીતાબહેનને પેથાપુર છોડીને મહારાષ્ટ્રમાં રહેવા જવાનું કહ્યું. અને કહ્યું કે તમે મહારાષ્ટ્રમાં સુખી થશો. ચુનીભાઈ અને સીતાબેન આકોલા રહેવા જતાં રહ્યાં. ચુનીભાઈ ત્યાં ખૂબ કમાયા. ત્યાંથી પૂના રહેવા ગયા અને જીવનભર પૂના રહ્યાં. ચુનીભાઈ સંવત ૧૯૭૭ના વૈશાખ સુદ ૫ ના રોજ આકોલામાં સ્વર્ગવાસ પામ્યા. તે પછી તેમના ધર્મપત્ની સીતાબહેને ખૂબ દાન કર્યું. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજની આચાર્યપદવી ૧૯૭૦માં પેથાપુરમાં થઈ. તે સમયે પણ તેમણે ખૂબ લાભ લીધો. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે ૧૯૭૦, ૧૯૭૩ અને ૧૯૮૦ના ત્રણ ચોમાસા પેથાપુરમાં કર્યાનો ઉલ્લેખ છે. આચાર્યપદવી થયા પછી જ્યારે શ્રીમદ્જીનું ચાતુર્માસ ત્યાં થયું ત્યારે સાધુ અને સાધ્વીજીને ચાતુર્માસ માટે ખૂબ અગવડ પડી તે વખતે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજની પ્રેરણાથી સીતાબાઈએ સંઘની જમીન ઉપર સાગરગચ્છનો નવો ઉપાશ્રય બંધાવી આપ્યો. તે વખતે વિમળગચ્છે વાંધો પણ લીધો. તેનો કોર્ટમાં કેસ પણ ચાલ્યો. અને પછી તેનું સમાધાન થઈ જતાં તે ઉપાશ્રય ૧૯૭૯માં પૂર્ણ થયો. આ ઉપાશ્રયમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે ૧૯૮૦માં પોતાના જીવનનું અંતિમ ચાતુર્માસ કર્યું અને સં. ૧૯૮૧માં વિજાપુરમાં જેઠ વદી ત્રીજના રોજ તેઓ કાળધર્મ પામ્યા. ૩૪ ‘શ્રીમદ્ દેવચંદ્રજી’ નામના પુસ્તકમાં પેથાપુરના વકીલ નગીનદાસ સાકળચંદ એવું લખે છે કે સીતાબાઈને જ્યારે સાગરગચ્છ ઉપાશ્રય માટે કહ્યું ત્યારે તેમણે કહ્યું કે મારું સદ્ભાગ્ય કે મારી લક્ષ્મીનો સદ્ઉપયોગ થશે એમ જણાવીને તેમણે આ વિશાળ અને સુંદર ઉપાશ્રય તૈયાર કરાવ્યો અને સાગરગચ્છને અર્પણ કર્યો. આ ઉપાશ્રયમાં સં. ૨૦૭૨માં શ્રીમદ્ભુના કાળધર્મ પછી ૯૦ વર્ષે પહેલીવાર મેં (આ લેખકે) યશસ્વી ચાતુર્માસ કર્યું. એમ કહેવાય છે કે છેલ્લા ચાતુર્માસ પછી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિહાર કરીને નીકળ્યા ત્યારે ત્યાંના સમાજ અને વહીવટકર્તાઓથી તેઓ પ્રસન્ન નહોતા. તેની અનેક વાયકાઓ આજે પણ પેથાપુરમાં પ્રચલિત છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ જતી વખતે જૈનોને એમ કહેલું કે પોતાના ઘર અને ખેતર કોઈએ વેચવા નહિ. ૫૦ વર્ષ પછી આ જમીનની કિંમત ખૂબ વધશે. આઝાદીના સમયમાં અમદાવાદ શહેરનો વિકાસ થયો અને પેથાપુરનો ધંધો પડી ભાંગ્યો અને ત્યાંના લગભગ જૈનો પોતાના ઘર વગેરે જેમના તેમ છોડીને અથવા વેચીને બીજે જતા રહ્યા. આજે ત્યાંની કિંમતો ખૂબ વધી ગઈ છે તે ઘરમાં કાં તો બીજાનો કબજો છે કાં તો તેમનું કોઈ રેકૉર્ડમાં નામ નથી અને સૌ પસ્તાય છે. સીતાબાઈએ પોતાના પતિના સ્વર્ગગમન પછી તે સમયે હજારો પેથાપુરના વતની અને છેલ્લે પૂનામાં રહેતા સીતાબાઈની વાત પણ જાણવા જેવી છે. તેમનું મૂળ નામ તો સીતાબહેન છે પણ તેઓ મહારાષ્ટ્રમાં ઘણાં વર્ષો રહ્યાં તેથી તેમનો ઉલ્લેખ સીતાબાઈ તરીકે જાણવા મળે છે. પેથાપુરના ઝવેરી મોતીચંદ ભગવાનદાસના તેઓ સુપુત્રી હતો. તેમના પતિનું નામ શેઠ ચુનીલાલ ડોસલચંદ રૂપિયા ધર્મ માર્ગે વાપર્યા છે. તેમણે બંધાવી આપેલો પેથાપુરનો પ્રબુદ્ધજીવન ડિસેમ્બર- ૨૦૧૮
SR No.526125
Book TitlePrabuddha Jivan 2018 12
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages56
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy