________________
ગાંધીજીની વકીલાત
ભાસ્કર તન્ના
વિખ્યાત ધારાશાસ્ત્રી, ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ, અનેક સંસ્થાઓ અને સંસ્થાઓના માર્ગદર્શક અને સલાહકાર. વિશાળ વાચન અને બહોળા અનુભવને કારણે પરિષ્કૃત રુચિ ધરાવતા વિચારક, વિશ્લેષક, કટારલેખક અનેક સંસ્થાઓના પેટન
પૂ. ગાંધીજી વકીલાતનું ભણવા માટે અને બેરીસ્ટર થવા માટે જ્ઞાતિના વિરોધ છતાં ઈંગ્લેન્ડ ગયા અને બેરીસ્ટર થયા. વાસ્તવમાં તેઓએ માત્ર કાયદાનો જ અભ્યાસ કરેલો છતાં આપણે એમના જીવનકાળ દરમ્યાન જોયું કે જીજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ તેમનામાં ઘણી જ હતી.
મુંબઈ ખાતે હાઈકોર્ટમાં અને ત્યાર બાદ રાજકોટ ખાતે એજન્સીમાં તેમણે પ્રેક્ટીસ કરી. સ્વાભાવિક રીતે તે જમાનામાં કોઈપણ ધારાશાસ્ત્રીની તાત્કાલિક વધારે આવક થવાનો સંભવ ધણા કારણસર ઓછો હતો અને ઘણા ધારાશાસ્ત્રીઓ અને ન્યાયમૂર્તિશ્રીઓએ તેમની આત્મકથામાં એવું લખ્યું છે કે તેમની પ્રેક્ટીસ જામવામાં સારો એવો સમય લાગેલો. તેથી ગાંધીજી નિષ્ફળ વકીલ હતા તેવું કહેવું તદ્દન અયોગ્ય છે.
કાયદાના ઉપયોગના સંદર્ભમાં મૂળભૂત રીતે ગાંધીજી પોતાના અનુભવ, વાંચન અને સંસ્કાર સિંચનને કારણે અમુક સિધ્ધાંત નક્કી કરેલા અને તેમાંથી તે કોઈ રીતે ડગવું નહીં તેમ નક્કી કરીને બેઠેલા. આજે પણ ન્યાયની અદાલતોમાં ‘સત્યમેવ જયતે’ નું સૂત્ર લખાય છે અને ગાંધીજીએ તેમના સમગ્ર જીવન અને કારકિર્દીમાં અને પ્રેક્ટીસમાં તે સ્વીકાર્યું હતું.
આ ઉપરાંત બે-ત્રણ બીજા અગત્યના સિદ્ધાંત તેમણે સ્વયં સ્ફૂરણાથી નક્કી કરેલા, જેમાં બે સિદ્ધાંતો બહુ આંખે વળગે તેમ છે. પ્રથમ સત્યનો પક્ષ ખેંચવો અને જે અસીલ તેમની પાસે આવે તે અસીલને સ્પષ્ટ રીતે સૂચના આપવી કે બધી હકીકતો સાચી રીતે તેમને જણાવે. તેઓ કાયદાનો દુરૂપયોગ અસત્યના આચરણકર્તા અસીલો માટે વાપરતા નહીં અને ત્યાં સુધી કહેતા કે તેમને લાગશે કે સાચી હકીકતો તેમને કહેવામાં આવેલ નથી તો અસીલોને તેમના કેસના કાગળો પાછા પણ આપી દેતાં અચકાતા નહીં. બીજું, સામેવાળા અસીલને તેઓ દુશ્મન માનતા નહીં અને તેમની સાથે પણ પ્રેમભાવપૂર્વક વર્તન કરતા. વળી તેઓ એમ માનતા કે બંને ઝઘડતા પક્ષકારો વચ્ચે જો સમાધાન થઈ શકતું હોય તો તે કરવા પ્રયત્ન કરવો અને તે માટે તેમની કારકિર્દીની શરૂઆતથી તેમના જીવનકાળના અંત સુધી આ કામ તેમણે કર્યો રાખ્યું. ત્રીજું, તે વકીલાતમાં બહુ શરૂઆતમાં શીખેલા કે સત્ય હકીકતો જો કોઈપણ ધારાશાસ્ત્રી સમજે અને પછી કાયદાનો તેમાં ઉપયોગ કરે તો ૭૫ થી ૮૦ ટકા પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જાય પછી કાયદાનો ઉપયોગ થાય.
આજકાલના જમાનામાં સત્યાગ્રહ હવે દુરાગ્રહ બની ગયો છે. તેવા સંજોગોમાં ગાંધીજી કાયદો બરાબર સમજી, પચાવી અને તેમનામાં રહેલી વિસંગતતાઓ તરફ કાયદાના સિદ્ધાંત મુજબ જે પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક
ઑક્ટોબર- ૨૦૧૮
ગાંધીજી વિશે ઘણા લોકો એવી ગેરસમજ ધરાવે છે કે તેઓ સફળ વકીલ હતા નહીં જે માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. દાદા અબ્દુલાની મેટર માટે ગાંધીજી સાઉથ આફ્રીકા ગયા ત્યાર પછીનો ઇતિહાસ જાણીતો છે પરંતુ ઘણા ઓછા લોકા જાણે છે કે તેઓ ૨૦ વર્ષ આફીકા રહ્યા તે દરમ્યાન તેમની ત્યાં ધીકતી પ્રેક્ટીસ હતી અને એ જમાનામાં પણ સારી એવી આવક તેઓ મેળવતા હતા. ડરબન અને નાતાલ તેમજ બીજા વિસ્તારોમાં તેઓ ગાંધીભાઈના હુલામણા નામે પ્રસિદ્ધ હતા.
પૂ. ગાંધીજીના જીવનકાળનું આપણે વિહંગાવલોકન કરીએ તો કાયદાના જ્ઞાનનો તેમણે વકીલાતમાં તેમજ ત્યાર પછીની ચળવળોમાં અને આંદોલનોમાં યથા ઉચિત ઉપયોગ કર્યો તે સ્પષ્ટ રીતે તરી આવે તેમ છે અને અનેક દાખલાઓ દ્વારા એ સ્પષ્ટ થાય છે.
તેમના પૂ. માતુશ્રીએ તેમનામાં જે સંસ્કાર સિંચન કર્યું તે તેમને સત્ય અને ન્યાયની તરફ દોરી જાય તેવું હતું. આ મૂળભૂત પાયો મહત્ત્વનો હતો. તેમના માતુશ્રી વૈષ્ણવ ધર્મના હોવા છતાં એક જૈન મુનિ પાસેથી માર્ગદર્શન મેળવતા અને ગાંધીજી પરદેશ ગયા ત્યાર પહેલાં તપસ્વી જૈન મુનિ પાસેથી જે માર્ગદર્શન મેળવ્યું તેમાં પણ ન્યાયની મૂળભૂત બાબતનો સમાવેશ થાય છે.
ઈંગ્લેન્ડના અભ્યાસ દરમ્યાન બે-ત્રણ બાબતોનો તેમને સ્પષ્ટ ફાયદો થયો. પ્રથમ જેનો સામ્રાજયમાં સૂરજ ડૂબતો નહીં તેવા બ્રિટીશ સલ્તનતના અનેકવિધ કાયદાઓનો અને વણલખી પ્રણાલિકાઓનો તેમને પ્રત્યક્ષ અનુભવ થયો. બીજું, તેમનો અંગ્રેજીનો મહાવરો વધતો ગયો અને તેથી ગાંધીજી બધા જ ઠરાવો અથવા પત્રો તૈયાર કરતા તેમાં આ બંને બારીકાઈઓ સ્પષ્ટ રીતે દેખાઈ હતી. ત્રીજું, વિચારો વ્યક્ત કરવાની હથોટી તેમના ઇંગ્લેન્ડ નિવાસ દરમ્યાન મળી અને વ્યક્તૃત્વકળા ધીમે ધીમે વિકસવા માંડી.
૭ ૪ સત્ય-અહિંસા-અપરિગ્રહ