SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ગાંધીનું આરોગ્ય ચિંતન રમેશ સંઘવી ભૂજ, કચ્છ ખાતે સ્વજન જીવનકેન્દ્રના ઉપક્રમે આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય, કમ્પ્યુટર શિક્ષણની પ્રવૃત્તિઓ ઉપરાંત ગૃહ ઉપયોગી અન્ય તાલીમ કેન્દ્રો તથા શાશ્વત ગાંધી' અને ‘જીવનસુધા' જેવાં સામયિકો ચલાવતાં ગાંધીવિચાર સમર્પિત જીવનસાધક છે. ગાંધીજી ‘સકલ પુરૂષ’ કહેવાયા અને ‘અકાલ પુરુષ’ પણ કહેવાયા. જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં તેમણે મૌલિક વિચારો આપ્યા અને તે વિચારો આજે પણ પ્રસ્તુત છે, આવતી કાલે પણ પ્રસ્તુત રહેવાના છે. સંભવ છે તેની પદ્ધતિ બદલાય, તેનાં સાધનો બદલાય છે આરોગ્યનું ક્ષેત્ર ગાંધીજીનું અત્યંત પ્રિય ક્ષેત્ર હતું. બીમારી અને તેની સારવાર વિશે ખૂબ ઊંડાલથી તેમણે વિચારેલું, તેના પ્રયોગો કર્યા અને પરિણામ આપ્યાં, તેમણે જ એક વખત કહેલું જો હું દેશના કામમાં આવી શકું તો મારે સવાસો વરસ જીવવું છે.’ અને તેઓ છેક સુધી સ્વસ્થ હતા. આયુષ્યના આઠ દાયકા પૂરા થવામાં હતા ત્યારે તેઓ અત્યંત અશાંત અને ભયાવહ વિસ્તાર નોઆખલીમાં પગમાં ચંપલ પણા પહેર્યા વિના, કાંટા-કાંકરાવાળી સાંકડી કેડીઓમાં પગપાળા ગામે ગામ થાત્રા કરી રહ્યા હતા! ચાલવાની તેમની ઝડપ, અંદરની તાજગી અને સ્ફૂર્તિ, પ્રશ્નો ઉકેલવાની અને સતત કર્મરતતા જુવાનને પણ શરમાવે તેવાં હતાં. એમની પાસે રહેનારાઓએ તેમના સ્વાસ્થ્યની, તેમની ચામડીની ચમકની, તેમના આહાર, સંયમની અને દ૨૨ોજ ૧૫-૧૬ કલાક કામ કરવાની વાત નોંધી છે. નારાયણભાઈ દેસાઈએ એક વખત કહેલું : ‘બાપુને મેં ક્યારેય બગાસું ખાતાં કે આળસ મરડતા નથી જોયા.' કેટ કેટલા મુલાકાનીઓ પ્રતિદિન મળવા આવતા, અગત્યની મિટિંગો થતી, બહાર જવાનું થતું પણ પ્રત્યેકને થતું : ‘બાપુ પૂરે પૂરા ક્ષણ-ક્ષણ અમારી સાથે જ હતા.' પ્રત્યેક સાથે વિનોદ, માર્ગદર્શન, ભાષણ આપતા. પ્રશ્નમાં ઊંડા ઉતરવું એ સંદર્ભે જરૂરી પત્રો લખવા કે પગલાં લેવાં તે વયક-નિરંતર ચાલ્યા કરતું, તેઓ બીમાર નહોતા પડતાં તેમ નહોતું પણ બીમારી પણ તેમનું નિયંત્રણ રહેતું. સાદા ઘરેલુ કુદરતી ઉપચારો, આહાર પરિવર્તન અને રામનામ તેમને સ્વસ્થ રાખવાની ચાવીરૂપ હતાં. વિષય હતું. ઈંગ્લેંડમાં પણ તેમણે ખોરાકના પ્રયોગો કરેલા. દ. આફ્રિકામાં તેઓ કેટલાયના ડૉક્ટર બનેલા! પ્રારંભે પરિવારજનોના, પછી તો કેટલાય અસીલો તેમની સલાહ પોતાની બીમારી માટે લેતા અને ફિનિક્સ વસાહત અને ટોલસ્ટોય ફાર્મ પછી તો બધા જ આશ્રમવાસીના તેઓ ચિકિત્સક બનેલાં! દ. આફ્રિકામાં આરોગ્ય વિશે તેમણે ખૂબ વાચ્યું-વિચાર્યું, જાત પર અને સાથીઓ પર અજમાવ્યું અને પછી તે વિષે 'ઇન્ડિયન ઓપિનિયન'માં લેખો લખ્યાં જે તેમના પ્રથમ પુસ્તક રૂપે, ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન’ ને નામે પ્રગટ થયું. પુસ્તક છે નાનું, પણ તેમણે જે સમજ આપી છે તે અદ્ભુત છે. તેમનું આરોગ્ય વિશેનું આ પ્રથમ પુસ્તક ઇ. આફ્રિકામાં ૧૯૦૬માં પ્રગટ થયું હતું અને તેમનું છેલ્લું પુસ્તક તે આરોગ્યની ચાવી જે ભારતમાં આગાખાન જેલમાં ૧૯૪૨માં લખાયું હતું. 'આરોગ્યની ચાવી' લખાયું ત્યારે તેમની પાસે ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન' પુસ્તક નહોતું. છતા બન્નેમાં અદ્ભુત સમાનતા અને એકસૂત્રતા છે. બંને પુસ્તક છે નાનાં પણ જીવન વિશેની, સ્વાસ્થ્ય વિશેની અને સ્વસ્થ રહેવા વિશેની અને તે માટે જરૂરી ઉપચારોની ઊંડાણથી ચર્ચા થઈ છે. 'રામનામ' અને 'ખોરાક' વિશેનાં પુસ્તકો પણ તેમના આરોગ્ય વિષયક સાહિત્યમાં ઉમેરી શકાય. ગાંધીજીના અનેક પ્રદાનમાં એક પ્રદાન એ કુદરતી ઉપચાર. મૂળે તો ઇંગ્લેંડ, અમેરિકા આદિમાં કેટલાક ડૉક્ટરો તો આ કાર્ય કરતા જ, અને તેમણે જે પુસ્તકો લખેલાં તે ગાંધીજીનાં વાંચવામાં આવ્યાં હતાં. આગળ દર્શાવ્યું તેમ કુદરતી ઉપચારનાં અનેક પુસ્તકો તેમણે દ. આફ્રિકામાં વાંચ્યાં અને તેના પ્રયોગો કર્યા અને પછી તે વિચારો અને અનુભવોને આધારે તેમણે ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન' લખ્યું. નાનપણથી જ તેમને બીમારની સારવાર ગમતી, પિતાની સારવાર તેમણે ખૂબ ભાવથી કરેલી. તેમને વિશેષ અભ્યાસ માટે ઇંગ્લેંડ મોકલવાની અને બારીસ્ટરનું ભણવાની વાત આવી, ત્યારે તેમણે કહેલું : ‘મને ડૉક્ટર થવા માટે કાં ન મોકલો?' પણ મોટા ભાઈએ અને અન્ય વડીલોએ ના પાડી : ‘આપણે વૈષ્ણવ, દેડકાં મડદાં ન ચિરાય.' ૬. આફ્રિકામાં પોતાના જીવનના પરિવર્તન સાથે અને વિશેષ પરિવર્તન માટે પ્રારંભથી જ ખોરાકના પ્રયોગો કરતા રહેલા, પણ તેની પાછળ મુખ્ય ભુમિકા બ્રહ્મચર્યની હતી. ત્યારે પણ તેમને એ સ્પષ્ટ હતું કે જીવનનો હેતુ ઈશ્વરપ્રાપ્તિ જ છે, મોક્ષ છે અને તેના માટે સત્યાદિ વતો અનિવાર્ય છે. 'સત્ય એ જ પરમેશ્વર' એ ભલે પછીથી અનુભવાયું પણ આ સત્યની શોધ માટે અહિંસા અનિવાર્ય ન એટલે આરોગ્યશાસ્ત્ર તેમના માટે બાળપણથી જ રસનો છે એ તેમણે જોઈ લીધેલું. ગાંધીજીનું જગતને સૌથી મોટું પ્રદાન ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૪૫
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy