SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીનું શિક્ષણ ચિંતન ડૉ. જયેન્દ્ર દવે એમ. એડ. પીએચ.ડી. સંસ્કૃત સાહિત્યાચાર્ય, હિન્દી સાહિત્યરત્ન, શિક્ષણશાસ્ત્રના ત્યુતાન વિદ્વાન, પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિધાનગર, એકતાળીસ વર્ષનો અધ્યાપનનો અનુભવ. શિક્ષણ અને કેળવણી વિશેના દસ પુસ્તકોના લેખક. સંસ્કૃત ભાષામાંથી આઠ મહત્ત્વના ગ્રંથોના અનુવાદક અને ચંદ્રકો, સન્માનો અને ઍવોર્ડઝથી વિભૂષિત, ૬.૫. શિક્ષણના સિદ્ધાંતો : શિક્ષણ વિશેનું ચિત્તન મહાત્માજીએ આ દેશને આપેલી એક મહાન ભેટ છે; એક વિચારપ્રક્રિયા છે. તે વખતની અંગ્રેજી શિક્ષણ તરાહના પ્રતિકાર રૂપે તેમણે એક નૂતન શિક્ષણ પ્રવાહનું સૂચન આપ્યું તત્કાલિન શિક્ષણપ્રથાની કેટલીક લાક્ષણિકતાઓ સમજવા જેવી છે : અહીં શાસન કરવા માટે અંગ્રેજ શાસકોને દેખીતી રીતે જ કેટલાક કુશળ અધિકારીઓ, વહીવટકારોની જરૂર હતી. શરૂઆતમાં તો આવા અધિકારીઓ પોતાના દેશમાંથી જ લાવતા, પણ તે એક તો ખૂબ મોંઘા પડતા અને બીજું સરકારની વધતી જતી એકચક્રી સત્તાના વ્યાપને પહોંચી વળવા કાર્યદક્ષ કાર્યકરોની સખત અછત વર્તાતી. આ સમસ્યા ઉકેલવા એ ચતુર સરકારે અહીં કેળવણીનું કામ હાથમાં લઈ, સમાજના ભદ્રજન સુધી જ શિક્ષણ સીમિત રહે તેની ખાસ તકેદારી રાખી. આમ, સ્વામી વિવેકાનંદ અને મહાત્માજી બન્ને કહેતા હતા તેમ આ કારકુનો તૈયાર કરનારું શિક્ષણ હતું, '' જે કારકુન થઈ શકે તેવા વર્ગ સુધી જ સીમિત હતું. શિક્ષણનો હેતુ, પૂર્વે કહ્યું છે તેમ ઃ '‘ભારતીય વ્યક્તિ રૂપરંગમાં જ ભારતીય રહે; જ્યારે રહેણીકરણી, પહેરવશ, તથા ભાષાના ઉપયોગમાં અંગ્રેજ બની જાય'' એ હતો; આ હેતુ કેટલો સંકુચિત ગણાય • એ શિક્ષણ માત્ર અંગ્રેજી ભાષાના જ માધ્યમથી અપાતું તથા બાળકના કુમળા મનમાં નક્કર હકીકતો ઠાંસીને ભરવા સિવાય બીજી કોઈ બાબતનો ખ્યાલ રખાતો નહિ. બાળકની બીજી શક્તિઓનો વિકાસ રૂંધાતો પરિણામે શિક્ષણ લેતાં વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓ નોકરી કરીને પેટિયું રળવાની રમણાંમાં જ રહેતાં. • શાળામાં અપાતા શિક્ષણમાં પણ ગોરા શિક્ષકો જ્યાં જ્યાં તક મળતી ત્યાં ત્યાં હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની ટીકા જ કરતા. ત્યાં સુધી કશાં જ પગલાં સરકારી રાહે લેવાયાં ન હતાં. આવા શિક્ષણનું પરિણામ એ આવ્યું કે ભારતીય સમાજમાં જ્યાં જ્ઞાતિવાદ, ઊંચ-નીચ, ગરીબ-તવંગર તથા છૂતાછૂતના ભેદભાવ હતો જ; તેમાં વળી આ શિક્ષણને કારણે ભણેલા અને અભણનો એક નવો ભેદ ઊભો થયો. આ સમાજમાં નવું ભણેલા નાગરિકો પોતાના દેશ, સમાજ, સંસ્કૃતિ અને બાપિકા ધંધાઓને ધૃણા અને તિરસ્કારની નજરે જોવા લાગ્યા. આમ, શિક્ષણપ્રથાને કારણે સમાજમાં એક ખાઈ ઊભી થઈ. તત્ત્વતઃ શિક્ષણનું કામ શિક્ષણ અને સમાજ તથા વ્યક્તિ અને સમાજની વચ્ચે ઐક્ય સ્થાપવાનું છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં ગાંધીજીએ શિક્ષણના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન કરવાની દિશામાં જે ચિત્તન કર્યું તે સમગ્ર ચિન્તનના પાયાના સિદ્ધાંતો સમજવાનું હવે સરળ બની રહેશે. ૩ ૬ (૧) અક્ષરજ્ઞાન એ કેળવણી નથી ! ભારતીય શિક્ષણના ઈતિહાસમાં અક્ષરજ્ઞાનના શિક્ષણ-નર્યાં બૌદ્ધિક વિષયોના માહિતીપ્રદ શિક્ષણની સામે જેહાદ જગાડનાર ચિન્તકોમાં ગાંધીજીનું સ્થાન મોખરે છે. અક્ષરજ્ઞાન કેળવણી નથી એમ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે, માત્ર લેખન, ગણન અને વાચન Three 'R's ના શિક્ષણથી માણસ માણસ બનતો નથી. વર્ગ-ખંડમાં ચાર દીવાલો વચ્ચે અપાતું શિક્ષણ કેવળ માનસિક બોજો છે; જેનો આશય વિદ્યાર્થીના મનમાં માહિતી ભરવાનો છે. આવું શિક્ષણ ગોખાપટ્ટીને ઉત્તેજનું હોવાથી માસિક વિકાસ કરવામાં પણ સદંતર નિષ્ફળ જાય છે; કારણ કે ગોખેલી માહિતી જેવી ભુલાય કે તરત જ માણસ અશિક્ષિતની કક્ષામાં ઊતરી પડે. આ ઉપરાંત શિક્ષણનું કામ માણસને સ્વાવલંબી કે સ્વાશ્રયી બનાવવાનું છે, માણસ સ્વતંત્ર બને એ શિક્ષણનો આશય છે. જ્યારે વિષયોનું શિક્ષણ માત્ર સૈદ્ધાંતિક રીતે જ અપાતું હોવાથી તથા તેના ઉપયોગની બાજુ પર તદ્ન ધ્યાન અપાતું ન હોવાથી, ગાંધીજીના કહેવા પ્રમાણે જે વિષયો બાળકોને આકાશનું દર્શન કરાવીને શીખવી શકાય તે બધાં જ પુસ્તકો વાંચીને શીખવવામાં આવે છે. માત્ર સાક્ષરી વિષયોનું શિક્ષણ પામેલાં બાળકો ભણેલાં જરૂર હોય છે; પણ તેમને કેળવાયેલાં માનવા, ગાંધીજી તૈયાર નથી, અંગ્રેજી કવિતાઓ અને ઈતિહાસનાં પાનાંનાં પાનાં મોઢે બોલતો વિદ્યાર્થી જો પોતાની ખુરશી તૂટી જાય આ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ શિક્ષણને દેશની આર્થિક ઉન્નતિના પાયામાં મૂકવાની તથા શિક્ષજ્ઞને સાર્વત્રિક બનાવવાની દિશામાં દેશ સ્વતંત્ર થયો સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ જીવન
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy