SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકાના પ્રમુખ થવાની મહેચ્છા ન રાખી શકે. ગાંધીનો જવાબ હતો કે કોઈ પણ સફાઈકામદાર પોતાનો વ્યવસાય જાળવીને કંઈ પણ બની શકે છે. આ લેખમાં ઉલ્લેખ નથી થયો,પણ અહીં આપણે નોંધવું જોઈએ કે પછીથી ગાંધીજીને વધુ ને વધુ લાગવા માંડ્યું હતું કે સૈદ્ધાંતિક રીતે વર્ણપ્રથા સારી હોય તો પણ એની વર્તમાન સ્થિતિ સ્વીકાર્ય બને એમ નથી. એમનામાં અનુલ્લંધનીય ઉંચ સ્વતંત્ર વિવેકબુદ્ધિનો ખ્યાલ આકાર પામ્યો. ગાંધીજીની Self -suffering ની એટલે કે બીજાને પીડા આપવા કરતા પોતે સહી લેવી એ સંકલ્પના પણ સૉક્રેટિસને આભારી છે. કોઈ પણ ધર્મ કે ઈશ્વરના કાયદાની ઉપરવટ જઈ ઓથોરિટી ઢાંકવી એ ચોક્કસ જ આધુનિક પ્રસ્થાપના છે. જોકે ગાંધીજી પોતાને આવતા આંતર અવાજોને ઈશ્વરદત્ત ગણતા હતા જે પ્રાણ - આધુનિક અભિગમ ગણાય. ગાંધીજીનો દૃઢ મત હતો કે આપણે માત્ર સત્યો પ્રાપ્ત કરી શકીએ. અનુઆધુનિક તત્વજ્ઞા પણ એની સાપેક્ષતા માટે ટીકાપાત્ર કર્યું છે. પણ અનુઆધુનિક અને ગાંધીમાં તફાવત એ છે તે ગાંધી માનતા કે આપણા નિષ્ફળ યત્નોની પાછળ નિરપેક્ષ સત્ય છે. એટલે ગાંધીજીના સત્ય પ્રત્યેના દૃષ્ટિકોણનો ફ્રેન્ચ અનુઆધુનિકતાવાદ સાથે મેળ ખાતો નથી. પણ કદાચ એ વિધાયક અનુઆધુનિકતાવાદ સાથે સંગત છે. ગાંધીજીની ધર્મ અંગેની સંકલ્પના આધુનિક કહી શકાય. એ માનતા કે બધા ધર્મો સમાન છે. સર્વધર્મસમભાવ ઉપર એમનો ભાર રહેતો. પ્રાર્થનામાં એ શ્રદ્ધા ધરાવતા અને રામનામ પણ લેતા. પણ રામનું એમણે આધુનિક અર્થઘટન કર્યું હતું. રામ એટલે રામાયણના રાજા નહીં કે વિષ્ણુનો અવતાર નહીં. એનો અર્થ માત્ર આચરણની શુદ્ધતા કે સત્ય માટેની ખોજ થાય. ગાંધી માટે ધર્મ એ તદ્દન અંગત સવાલ હતો અને જેટલી વ્યક્તિઓ એટલા ધર્મ હોઈ શકે. એમ પણ કહી શકાય કે ધર્મને માત્ર નીતિશાસ્ત્ર ગણી લેવાના આધુનિક ન્યુનીકરણ અભિગમને એમની મહોર હતી. જોકે ગાંધીજનો ધર્મના ન્યુનીકરણ (reductioning)નો પોતાનો વિશિષ્ટ અભિગમ હતો, એમને માટે ધર્મ એટલે સત્યની ખોજ, એવો પ્રયાસ કે જેમાં નાસ્તિકો પણ આવી જાય. રાજ્યે ધાર્મિક સંગઠનોને ટેકો ન આપવો જોઈએ એવું આધુનિક વલણ પણ એમનું હતું. પણ અલબત્ત એનો અર્થ એમને માટે એવો નહોતો કે નૈતિક સ્તરે અને સમર્થન અર્થે રાજકીય કાર્યોમાં ધર્મનો સમાવેશ ન થાય. ગાંધીજીની સવિનય કાનૂનભંગ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સીધો નાતો એમની કહેવાતી અરાજકતાની વિચારણા સાથે છે. ગાંધીજી એમની ગ્રામ વરાજ્યની સંકલ્પનાને એક પ્રકારની પ્રબુદ્ધ અરાજકતા કહેતા જ્યાં દરેક જણ પોતે પોતાનો શાસક છે. એ થોરો સાથે સમ્મત થતા કે સરકાર ઓછામાં ઓછું શાસન કરે છે તે ઉત્તમ સરકાર છે અને એ માનતા કે સરકાર એક જરૂરી અનિષ્ટ છે. ગાંધીજીની અરાજકતા વિશેની વિચારણા જો આધુનિક છે તો એમની કલ્પેલોક (Utopia)ની કલ્પના પણ આધુનિક છે. રાષ્ટ્રવાદ, લશ્કરવાદ અને પર્યાવરણીય અવનતિની સાથેસાથે કલ્પોંકની વાત એ આધુનિક્તાવાદની સૌથી મોટી નિષ્ફળતા છે. કલ્પેલોકની બાબતે કેટલાક પ્રયોગોની નિષ્ફળતા નિરુપદ્રવી હતી, પણ કેટલાંક જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ ગાંધીજી પ્રાચીન ભારતની સિદ્ધિઓની પ્રશંસા કરતા છતાં એમને બરાબર ખ્યાલ હતો કે બીજા યુગના ધર્મને એ પોતાનો ન ગણી શકે. ચોક્કસ જ આધુનિક કહેવાય કે પછી અનુઆધુનિક પણ કહી શકાય એવો ગાંધીજીનો સિદ્ધાંત હતો કે જેમ દરેક વ્યક્તિને હોય એમ દરેક સમાજને પોતાનું સત્ય હોય છે અને પ્રાચીન સત્યોનું પુનરુત્થાન કરવું એ માત્ર કાલવ્યુત્ક્રમ જ નહીં, પણ વ્યવહારુ પણ નથી. દરેક યુગને પોતાના ખાસ પ્રશ્નો હોય છે અને એની સાથે એમને મેળ પાડવાનો હોય છે. આધુનિકતાવાદની ગતિ myhos થી logos ની છે અને તર્કનું પુરાકલ્પનની જગ્યા લેવાનું કામ ક્રમમાં કમ ૨,૫૦ વર્ષથી ચાલી આવ્યું છે. લગભગ એકસાથે લોકાયત-ભૌતિકવાદીઓએ ભારતમાં, એમિસ્ટોએ ગ્રીસમાં અને મોહિસ્ટોએ ચીનમાં હકીક્ત અને મૂલ્ય અને ધર્મ અને વિજ્ઞાનને જુદાં પ્રસ્થાપિત કર્યાં હતાં. આ તત્ત્વજ્ઞાન લઘુમતી દરજ્જો ધરાવતા હતા, પણ છતાં એ નોંધવું અગત્યનું છે કે આધુનિક તત્ત્વજ્ઞાનનાં બીજ ઘણાં પ્રાચીન છે. સૉક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ પ્રયોજનવાદ અને હકીકત અને મૂલ્યની એકતા સ્વીકારતા હતા છતાં એ પણ એટલું જ સાચું છે કે નૈતિક વ્યક્તિવાદ અને બુદ્ધિવાદને પણ પુષ્ટિ આપતા હતા. એરિસ્ટોટલનું પ્રતિનિધિત્વ - સરકારનું સમર્થન એ આધુનિક દુનિયાની એક મશ્ચન સિદ્ધિ ગણાય છે. ગાંધીજીને વ્યક્તિની નિષ્ઠામાં પૂર્ણ શ્રદ્ધા હતી. વ્યક્તિ જ સૌથી વધુ નિસ્બત ધરાવે છે અને વ્યક્તિની જ ગણના ન થાય તો સમાજમાં બાકી શું રહ્યું? ગાંધીજીએ કહ્યું કે રાજ્યની સત્તાનો એમને ડર છે, કારણ કે વ્યક્તિતા જે સર્વ વિકાસના મૂળમાં છે એનો નાશ થવાથી માનવજાતને સૌથી મોટું નુકસાન થાય છે. દરેક વ્યક્તિએ પરિણામની પરવા વગર કે બીજા એને ભૂલ માને છે કે નહીં એની દરકાર કર્યા વગર પોતાના સત્ય અનુસાર કાર્ય કરવું. વ્યક્તિની નિષ્ઠા અને એની વાસ્તવિકતાનું ગાંધીજીનું સમર્થન એમને અદ્વૈત વેદાન્ત સાથે ન જોડી શકે. વ્યક્તિતા જો ભ્રામક હોય તો ગાંધીજીની રાજકીય નીતિનો પાયો જ વિલીન થઈ જાય. ગાંધીજીના નૈતિક વ્યક્તિવાદમાં એક મોટી વક્રતા એ છે કે એમણે હેગલ, માર્ક્સ અને વ્યક્તિને ગળી જતી આધુનિક નોકરશાહી રાજ્યવ્યવસ્થાને નકાર્યાં, પણ એ પ્રશ્ન એમને વેદાન્તી પરંપરામાં નડ્યો નહીં. ગાંધીનો નૈતિક વ્યક્તિવાદનો સંભવતઃ સ્રોત પશ્ચિમી છે. એમના પર મુખ્ય પશ્ચિમી પ્રભાવ સૉક્રેટિસનો છે. સૉક્રેટિસથી સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ ૧૫૨
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy