________________
ગાંધીજી : પ્રાગ્ - આધુનિક, આધુનિક કે અનુઆધુનિક
મંજુબેન ઝવેરી
વિશાળ વાયન, ઊંડા ચિંતન-મનન અને માર્મિક લેખનથી જાણીતા થયેલાં અગ્રણી વિચારક. કર્તાઈ વાદ કે વિચારધારા સાથે અનુબદ્ધ કે પ્રતિબદ્ધ થયા વિના અધ્યયન વિષયનો સર્વગ્રાહી અભ્યાર કરનાર તેજસ્વી લેખિકા. ‘નિરખને' અને ‘પ્રતિસાદ' જેવા બે મહત્વના ગ્રંથો. વર્ષો સુધી ફાર્બસ ગુજરાતી સભા સંભાળનાર અને ‘ફાર્બસ ત્રૈમાસિક' નું સૂઝપૂર્વકનું સંપાદન કરનાર અગ્રણી સંપાદિકા,
કેટલાક વિષયો એવા હોય છે કે અવારનવાર એમને છેડવાનું બન્યા કરતું હોય છે. ગાંધીજીનું વ્યક્તિત્વ પણ એવું જ પડકારરૂપ રહ્યા કર્યું છે. ‘ગાંધીમાર્ગ” સામાયિકનો ઑક્ટોબર - ડિસેમ્બર, ૧૯૯૬ના અંકમાં નિકોલસ એફ. જિયેરનો લેખ “Gandhi : PreModern, Modern or post - mostern?” વાંચીને થયું કે ચાલો આના ઉપર હાથ અજમાવીએ, ગાંધીજીને ક્યાંક ચોકઠામાં ગોઠવવાનો યત્ન થયો છે, એ ફોકસિંગ સ્વીકારીને આ રીતે પણ એમને નિહાળવાનો યત્ન કરીએ. વાત મારે માટે ખાસ્સી મુશ્કેલ છે, કારણ કે સાંપ્રત પરિભાષાઓ સાથે પણ કામ પાડવાનું આવે. જોઉં, કરું.
લેખક કહે છે કે ગાંધીજીની તાત્ત્વિક વિચારણા આજે કેટલી પ્રસ્તુત છે એનો આધાર અનુઆધુનિક વિચારધારાઓ સાથે એમનો સંબંધ કેટલો સ્થાપી શકાય એ ઉપર છે. સાધારણ રીતે એવી માન્યતા પ્રચલિત છે કે ગાંધીજી આધુનિકતાને નકારે છે અને પ્રાગ્-આધુનિક પ્રકારના અસ્તિત્વ તરફ પાછા વળવા લોકોને આહ્વાન કરે છે. લેખક પહેલા ફકરામાં જ પોતાના નિષ્કર્ષની માંડણી કરી દે છે અને આ લેખનો આશય ગાંધીજીના તત્ત્વજ્ઞાનનાં પ્રાગ્-આધુનિક, આધુનિક અને અનુઆધુનિક પાસાંઓ તપાસવાનો છે, એમ જણાવે છે. બે મુખ્ય નતીજીઓ પર એ આવ્યા છે કે ગાંધીજીના મન-શરીરના દ્વન્દ્વ છતાં – એ જવા દઈએ તો ગાંધીજીની સેલ્ફ, નીતિશાસ્ત્ર, ધર્મ અને રાજકીય તત્ત્વજ્ઞાન વિશેની વિચારણાનું અનુઆધુનિક દૃષ્ટિબિંદુને સંદર્ભે મહત્ત્વનું પ્રદાન છે. ગાંધીમાં વિઘટન અનુ-આધુનિકતાવાદનાં કેટલાંક તત્ત્વો દેખાય છે. છતાં ગાંધીનો વધારે મેળ વિધાયક – Constructive અનુઆધુનિકતાવાદ સાથે છે જ બુદ્ધના તત્ત્વજ્ઞાન અને અમેરિકી વ્યવહારવિજ્ઞાન (Pregmatism) માં પણ જોવા મળે છે.
અને પ્રાગ્ - આધુનિકતાવાદ એટલે જૂનું અને પુરાણું એવું નથી. આધુનિકતાવાદનાં બીજ કમમાં કમ ૨,૫૦૦ વર્ષથી વધુ જૂનાં છે અને એ ભારતમાં તેમ જ યુરોપમાં બંનેમાં છે. આ સાથે લેખકનું મંતવ્ય એ પણ છે કે અનુઆધુનિક પ્રતિક્રિયાનો આરંભ ખાસ કરીને ગૌતમ બુદ્ધ અને કૉનફ્યુશિયસ જેવા પ્રાચીન તત્ત્વચિંતકોમાં જોવા મળે છે.
આધુનિક વિશ્વની કટોકટીએ ઘણાને પ્રાગ્ - આધુનિક કાળ તરફ પાછા ફરવાની તરફદારી કરતા કરી મૂક્યા છે. આનો અર્થ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનને નકારવાનો થાય. આધુનિક દૃષ્ટિબિંદુ સામાજિક અને ભૌતિક બંને સ્તરે પરમાણુકીય (atomisita) છે. કૉસ્મોંસ માત્ર બાહ્યતરે સંબંધ ધરાવતા ઘણા નિષ્ક્રિય અંશોનો સરવાળો છે. સમય માટેનું આધુનિક દૃષ્ટિબિંદુ પણ રૈખિક છે જ્યાં એક પછી એક ઘટના બનતી આવે છે. કોઈ પણ પવિત્ર - દૈવી તત્વને નકારવાનો આધુનિક મત રહ્યો છે. આના વિરોધમાં પ્રાગ્ - આધુનિક વિશ્વદર્શન અખિલાઈ, એકતા અને સૌથી વધુ તો પ્રયોજનયુક્ત હતું. માનવીય સેલ્ફ એ પવિત્ર અખિલાઈનો અવિભાજ્ય અંશ હતો, એ અખિલાઈ એના અંશો કરતાં વધુ મહાન અને મૂલ્યવાન હતી. પુરાકલ્પન અને ક્રિયાકાંડ મૃત્યુ અને હિંસાને તર્કસંગત બનાવતાં અને જાતીયતાનું નિયંત્રણ કરતાં હતાં. એમ કહેવું જોઈએ કે સમકાલીન માનવજાત કટોકટીને પહોંચી વળવા માટે અસરકારક કે સંસ્થાઓ ઊભી કરવામાં એટલી સફળ નથી રહી.
ગાંધીજીનું મંતવ્ય હતું કે આપણે પૂર્વકાલીન (Pristine) સમાજવ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવી હોય તો એ તરફ પાછા વળવું જોઈએ. મોટા ભાગના આલોચકોએ એથી એમ માન્યું કે ગાંધી આધુનિકતાવાદ સામેના પ્રાગ્ - આધુનિક વિજ્ઞોહમાં જોડયા છે. ગાંધીજીને મન પૂર્વકાલીન ભારત એટલે ગ્રામસમાજ, જ્યાં બહુસંખ્યા ભારતીયો આજે પણ વસે છે એ હતું. એમણે લોકોને કેન્દ્રિત
આરંભમાં જ લેખક સ્પષ્ટ કરે છે કે આધુનિકતા એટલે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ એ સમીકરણ એમને સ્વીકાર્ય નથી.
એ પણ જરૂરી નથી કે આધુનિકતા એટલે પશ્ચિમી અને પ્રાગ્ -રાજ્ય-સત્તાને તોડી ગ્રામસ્વરાજ તરફ પાછા વળવાનું આહ્વાન
આધુનિકતા એટલે મુખ્યત્વે પૂર્વીય, ગાંધીજીએ પશ્ચિમી ચિંતકોના પોતાની ઉપર થયેલા ઘેરા પ્રભાવને સ્વીકાર્યો છે અને પોતાના સુધારાકાર્યક્રમને એમને પૂર્વને પશ્ચિમથી અલગ પાડનારો ગણ્યો નથી. ઉપરાંત આધુનિકતાવાદ એટલે કંઈક નવું અને અર્વાચીન ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી
કર્યું. એમણે વર્ણવ્યવસ્થાનું પણ સમર્થન કર્યું - અલબત્ત અસ્પૃશ્યતાના શાપને મિટાવીને જ એ શક્ય હતું. એમનું કહેવું હતું કે વારસાગત ધંધો શીખવો સેહેલો હોવાને કારણે શક્તિ અને સમય બંને બચતાં હતાં, કોઈ પૂછતું કે આવો તર્ક લડાવીને તો અબ્રાહમ લિંકન વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૫૧