SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ – વિશેષાંક - પોતાનાથી ઓછા ગુણવાળા સાધકને જોઈને પણ મૈત્ર સાધકને તિરસ્કાર નથી થતો. કારણકે એની દૃષ્ટિ પેલા આત્માના ગુણો તરફ જ કેન્દ્રિત થઈ છે. કેવું મૈત્રીનું આ શિર્ષાસન અગણિત સમયથી માત્ર બીજાઓના દોષો જ જોયા કર્યા છે. હવે, મોહ સહેજ શિથિલ બનતાં જ, આત્માના ગુણો દેખાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એક સ્તવનમાં કરે છે પૂરન મન પૂરન સબિ દિસે, નહિ દુભિધા કો લાગ, પાઈ ચલત પનહી જો પહેરે, તસ નહિં કંટક લાગ... તમારું મન જે ક્ષણે પૂર્ણ બન્યું, મોહ તિરોહિત થવાને કારણે, તમને બધા જ લોકો પરિપૂર્ણ દેખાશે. નિષ્કર્ષ એ નીકળશે કે બીજામાં દોષો છે, માટે તમને દેખાય છે, એ તમારી ભ્રમણા હતી. તમારી પાસે દર્દોષષ્ટિ છે, માટે તમને સામી વ્યક્તિઓમાં દોષો દેખાય છે. મારા ચશ્માના કાચમાં ડાઘ હશે, તો મને ફરસ પર પણ ડાઘ દેખાશે અને ભીંત પર પણ....જરૂર છે મારા ચશ્માના કાચ લૂછવાની. +++ મિત્રા દૃષ્ટિમાં ગુણાનુરાગ આવ્યો, મૈત્રીભાવથી હૃદય છલક છલક છલકાયું, મંત્ર સાધક કેવી તી હૃદયંગમ લાગે! બીજો એક ગુણ મળે છે અહીં, જેને આપણે કુશલ ચિત્ત તરીકે ઓળખીએ છીએ. પ્રભુ પ્રત્યેની ભક્તિ નિરૂપાધિક હોય છે. સોદાબાજીરૂપ નહી. હું તારી ભક્તિ કરું તું મને અમુક પદાર્થો કે સંપત્તિ આપ. આવી કોઈ ઈચ્છા એના મનમાં હોતી નથી. ભક્તિ માટે ભક્તિ જેવી આગળ ઊઠનાર ચિત્ત ભૂમિકાનું આ બીજ છે. તો મૈત્રી (હીનગુણ અદ્વેષ) અને ભક્તિથી સોહી ઉઠે છે, મિત્રાદ્રષ્ટિ ૩૦ અહીં થમ નામનું યોગાંગ મળે છે. અહિંસા આદિ વ્રતો પર અહીં રૂચિ હોય છે. યથાશક્ય પાલન પણ મૈત્રીભાવ એનું જ તો વિસ્તરણ છે ને. નિરુપાધિકા ભક્તિ ચિત્તની કુશળતા, ચિત્તની નિર્મળતા, ચિત્તથૈર્ય. આ ચિત્તસ્મૈર્ય તે જ અભય. એ અભયના દાતા પ્રભુ છે. આ દૃષ્ટિમાં એલા સાધકે પ્રભુના અભયના દાનને ઝીલ્યું. ચિત્તની અસ્થિરતાને યોગિરાજ આનંદઘનજી ભય શબ્દ દ્વારા ઓળખાવે છે. ‘ભય ચંચળતા જે પરિણામની..... ચિત્તની અસ્થિરતા એટલે ચિત કે અતિની લાગણીને કારણે ચિત્તમાં ઉઠતા પ્રકંપનો. જ્યારે કામનાઓ શમે છે ત્યારે પ્રકંપનો ઓછા થાય છે. પરમ પાવન દર્શાવેકાલિક સૂત્રના પ્રસિદ્ધ ગાથા સૂત્રનો શ્રી ઉમાશંકર જોષીએ આપેલ આ અનુવાદ, આ સંદર્ભમાં, કેટલો તો હૃદયંગમ લાગે છે! આત્મા થયો નિશ્ચિત જૈધનો કે, ત્યા હું દેહ ન ધર્મશાસન; તેને ચળાવી નવિ ઈન્દ્રિયો શકે, ઝંઝાનિલી કૈફ મહાદ્રિને યથા... મંત્ર સાધકે ‘અભયદયાણં' પદને પોતાની સાધનામાં પ્રતિબિંબિત કર્યું. પ્રભુના અભયના દાનને એકો ઝીલ્યું. (૨) તારા દૃષ્ટિ મિત્રા દષ્ટિમાં આવેલ હૃદયની નિર્મળતાનો જ વિસ્તાર તારાષ્ટિમાં આવ્યો. અહીં સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન (ભક્તિ) આદિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ભક્તિ સાથેનો સ્વાધ્યાય એટલે ભીનો ભીનો સ્વાધ્યાય. હૃદયસ્પર્શી સ્વાધ્યાય. “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ (તુ) રૂપ રે.....' જેવા સૂત્રને એ જ્યારે હૃદયસ્થ કરે છે ત્યારે, લીટરલી, શબ્દશઃ એ બધા જ પૌદ્ગલિક વર્ગણોથી પોતાની જાતને અલગ કરી લે છે. મહોપાધ્યાય શ્રી યોવિજયજી મહારાજના એક પદને પણ ઘૂંટી શકે : પ્રભુ મેરા, તું સબ બાતે પૂરા...ઔર કી આશ કર્યાં કરે પ્રિતમ, એ દિણ ખાતે અધૂરા... પૂર્ણ જીવન પરસંગ ત્યાગ લાગ નિજ રંગ, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છૂરા... ફેબ્રુઆરી - ૨૦૧૮
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy