________________
શાસનસમ્રાટ-સમુદાયનું ગૌરવ પ્રસ્તુતકર્તા : અતુલ એચ. કાપડિયા
આચાર્ય શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મહારાજના ત્રણ મુનિરાજોને ગુજરાત યુનિવર્સિટી તરફથી એક વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. તે મુનિવરો દ્વારા સંસ્કૃત ભાષામાં પ્રગટ થતા નવંનાનત્ત્પતરુ નામના સામાયિક (મેગેઝીન)ના ઉપલક્ષ્યમાં આ એવોર્ડ મળ્યો છે.
સંવત્ ૨૦૫૫ નું વર્ષ તે પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીનું વર્ષ હતું. તે જ વર્ષે તેમની પુણ્યભૂમિ એવા તગડી ગામમાં બનેલા નંદનવન તીર્થમાં ભવ્ય પ્રતિષ્ઠા થઈ હતી. ઉપકારી આ મહાપુરુષ માટે સાધુઓ કેવી ઉજવણી કરી શકે? એ વિચાર સૌ સાધુઓનાં ધૈર્ય રમતો હતો. તે વખતે મહારાજજીએ પોતાના ત્રણ સાધુને કહ્યું કે આપણે પૂજ્યશ્રીને અંજલિરૂપે એક સંસ્કૃત મેગેઝીન તૈયાર કરીએ તમે જ નવું સંસ્કૃત સાહિત્ય રચો, લખો, ભેગું કરો. એ દર છ મહિને અંકરૂપે છપાય. તેનું નામ નન્દ્નવનત્ત્પતરુ રાખીશું. નંદનવન (તગડી)માં ઊગેલું કલ્પવૃક્ષ! સાધુવર્ષો તૈયાર થયા અને તેની પહેલી અંક તગડીના પ્રતિષ્ઠા વખતે પ્રગટ કર્યો. તે પછી ૧૯ વર્ષથી તે યાત્રા અખંડ ચાલી રહી છે, અને તેના ૩૮ અંક થઈ ગયા છે. લગભગ તમામ - સેંકડો સાધુ-સાધ્વીજીઓનું તે પ્રિય મેગેઝીન છે. તે પરથી પ્રેરણા લઈને થોડાંક વરસથી બીજાં પણ બે સંસ્કૃત મેગેઝીનો ચાલુ થયાં છે, જે એક દાખલારૂપ સિદ્ધિ
ગણાય.
આ અંકો અમદાવાદથી પ્રકાશિત થાય છે. વિદ્વાનોમાં પણ તે સમગ્ર ભારતમાં જાય છે. ગુજરાત યુનિવર્સિટીના કાર્યવાહકોએ વિચાર્યું કે અમદાવાદથી જ પ્રગટ થતાં સંસ્કૃત સામાયિકોના સંપાદકોનું સન્માન કરવું. તે અનુસાર આ ચાતુર્માસ દરમ્યાન જુલાઈ માસમાં તેમણે યુનિવર્સિટીમાં એક સમારંભ યોજેલો, તેમાં આવવા માટે ને તે સન્માન સ્વીકારવા માટે આમંત્રણ પણ મોકલેલું. પરંતુ વરસાદને લીધે મુનિવરથી જઈ ન શકાયું. એટલે તેમના વતી નન્દનવનસ્પતરુ ના પ્રતિનિધિ તરીકે મારે તે સમારંભમાં ઉપસ્થિત થવાનું બનેલું, પાછળથી તો તે પ્રોફેસરી જાતે ઉપાશ્રયે આવીને સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન બહુમાનપૂર્વક આપી ગયા હતા.
આ ત્રણ મુનિરાજોનાં નામ – પૂ. પં. શ્રીરત્નકીર્તિવિજયજી, પૂ.પં. શ્રીધર્મક્રીર્તિવિજય, પૂ.પં. શ્રીકલ્યાણકીર્તિવિજયજી છે. તેમણે કરેલી વર્ષોની મહેનત આમ અનાયાસે સાર્થક બની છે તેનો આનંદ હોય જ, તે આનંદ તમને બધાને વહેંચતાં પણ અનેરો આનંદ થાય છે.
આ મેગેઝીનને કારણે તે ત્રા સાધુવર્ષો તો ખરા જ, પણ બીજા પણ અનેક નાના નામ સાધુઓ અને સાધ્વીજીઓ હવે
ઓક્ટોબર - ૨૦૧૭
સંસ્કૃતમાં લખતા-બોલતા થયા છે - થઈ રહ્યા છે, તે બહુ જ મજાની વાત બની છે. એક નાનકડો પુરુષાર્થ આટલો બધો પ્રેરક બની શકે એ વાત જ અદ્ભુત છે. અનેક વિદ્વાન પંડિતો પણ હવે તો આમાં નિયમિત લેખો લખે છે, જે છપાય છે.
આ રીતે આપણા શાસનસમ્રાટ સમુદાયનું ગૌરવ વધ્યું છે. અને આ ત્રણ સાધુઓએ તે વધાર્યું છે તેમાં શંકા નથી.
વળી, ઈન્દુબંધનપતરુ ની ગ્રંથશ્રેણી પણ, પછી શરૂ થઈ છે, અને તેના ઉપક્રમે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા સંસ્કૃતગ્રંથો પણ પ્રગટ થયા છે. તેમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ ધરાવતી જર્મન-ઈંગ્લિશ આધ્યાત્મિક નવલકથાઓ -સિદ્ધાર્થ, જોનાથન લિવિંગ્સ્ટન સીંગલ જેવી કૃતિઓનું સંસ્કૃત રૂપાંતર કરીને તેનાં રૂપકડાં પ્રકાશનો થયાં છે. સંસ્કૃતમાં જોક્સનું પ્રથમ સચિત્ર પ્રકાશન થયું છે. હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર તથા પંચસૂત્રનું સંસ્કૃત પદ્યરૂપાંતર પણ પ્રગટ થયું છે. અને મુનિવરોની આ સંસ્કૃત યાત્રા આજે પણ અવિરત ચાલી જ રહી છે.
શાસનસમ્રાટ દાદાગુરુની અસીમ કૃપા જ આ બધાંનું મુખ્ય કાશ છે એવી શ્રદ્ધા છે. પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયસૂર્યોદય. સૂરીશ્વરજી મહારાજની પુનિત પ્રેરણા અને આશીર્વાદ તેમ જ પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મહારાજની દૃષ્ટિસંપન્નતા તથા સાધુઓને તૈયાર કરવાની તીવ્ર ઝંખના અને પરિશ્રમનાં જ મીઠાં ફળ આજે સંકલ શ્રીસંઘને માણવા મળે છે તેની અંતઃકરણથી અનુમોદના કરીએ અને એને હૈયાના ઉછળતા ઉમંગથી વધાવીએ. આવા ગરવા ગુરુરાજોનાં ચરણે શત શત વૃંદન... (નન્વનવનપતરુ ના તમામ અંકો www.jainaelibrary.org પર ઉપલબ્ધ છે.) DOC અમદાવાદ
જે જન્મનાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિન-સાધુઓ તથી જેને તપસ્યા ગળથૂથીમાં મળી, રસપ્રભા ભાલણથી લહી જે નાચી અમંગે નરિસંહ-મીરાંઅખા તરી નાદ ચડી ઉમંગ, આયુષ્મતી લાડકી પ્રેમભટ્ટની, દઢાયુ ગોવર્ધનથી બની જે, અર્જેલ કાન્તે દલપત્તપુત્ર, તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી
પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
ઉમાશંકર જોશી
૪૫