________________
- ને ન બોલેલું પણ. કેટકેટલું રહી ગયું છે બોલ્યા વિનાનું તારી ભીતર, મારા ભાઈ, મારી બહેન, તે જાણું છું. તારી વતી બોલવાનો ઇજારો ધરાવનાર કવિઓ' તે જુદા. ચુપચાપ સાંભળું છું હું તો તારા ન બોલાયેલા બોલ. મને આદર છે તારા મૂંગાપણા માટે, ને સ્નેહ તારી માણસાઈ માટે. સાચો માણસ કૂતરાં ગાય બિલાડાં ઘોડા ને ઝાડપાનની માફક ભાષા સાંભળી શકતું પ્રાણી છે. ને મૂંગું રહી શકતું. કઈ રીતે ઊછરી હશે આ ગુજરાતી ભાષા? કેદખાનામાં ગઈ હશે નરસિંહની આંગળી પકડીને એ. એ કોટડીના અંધારામાં ચૂંટાયો હશે એનો ક. ને પછી, બીજે દિવસે, ભગવાનના કંઠમાંથી માણસના ગળામાં એણે સ્થળાંતર કર્યું હશે. સોનાના હારનું સ્વરૂપ લીધું એણે, ગળાની બહારના ભાગ માટે, એ તો મિથ. - વાત બની હતી ભીતર. પછી હફતે હફતે હાર ફરી બુતની ગરદન પર પહોંચી ગયો. ઝીણી આંખે જોઉં છું. સરવે કાને સાંભળું છું. પણ માણસનો કંઠ ખાલી છે, માણસનો અવાજ ચૂપ છે. અરે કોણ બોલે છે આ ગુજરાતી ભાષા? પ્રિન્ટિંગ મશીનો? યાંત્રિકપણે ધ્રુજતા રેડિયોના વાલ્વ? ટેલિવિઝનનાં ટપકાંથી બનેલા ચહેરા - જે મારી સાવ સામે છે ને ખુલ્લી આંખે સહેજ પણ દેખતા નથી મને? એમની નજર સામે મારું હાર્ટ ફેલ થાય તોયે ‘અરે’ એટલુંયે નહીં બોલે એ, બોલ્ટે જશે કશીક કવિતા કે વાર્તાલાપ કે નાટક. અરે કોણ બોલે છે આજે આ ગુજરાતી ભાષા? હૃદય બંધ પડી ગયું છે. મશીન ચાલુ થઈ ગયું છે. હાર પહોંચી ગયો છે પાછો બુતની ગરદન પર ને વળી નવા આવેલા સુરતાની ડરામણી ને મેલી નજર પણ પડી છે એના પર. હેમાળા પટેલની દીકરી! મારી બેન, મારી મા! ભાષા ગુજરાતી! તીર વાગે ને જયમ ગાય હસે, એમ
હીંસે છે તું. ઘા બહુ દુખે છે તારા? ઊંડું પેસી ગયું છે એ ઝેરી તીર? ખમ. ધીરી બાપો ધીરી. આ આવ્યો, આ આવ્યો તરગાળો, કવિ, માણસ, પ્રિન્ટિંગ મશીનો માણસને નાત બહાર મૂકશે, તો છો મૂકે : બોલ, માણસ ! માણસ ! બોલ, ફરીને ગુજરાતી ભાષા બોલ, ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ. બોલ માણસ, માણસની ભાષા બોલ.
(અનુસંધાન પાનું...૩૮ થી) પરમાત્માની કોઈ ઝલક મળી નથી... પોતે સ્વયંમાં ઉતરવાનો કે સ્વનો અધ્યાય કરવાનો પ્રયત્ન જ કર્યો નથી... ચારે તરફ અંધારૂ છવાયેલું છે અને છતાં કહે છે કે હું બધું જાણું છું... મહાવીર એને મિથ્યાજ્ઞાન કહે છે... સ્વાધ્યાયનું પહેલું સૂત્ર છે કે વસ્તુનું અધ્યયન છોડો. સ્વનું અધ્યયન કરો, અધ્યયન કરનારનું અધ્યયન કરો તો તે સ્વાધ્યાય છે.
સ્વાધ્યાય વિના ધ્યાનમાં પ્રવેશ નથી. મહાવીરે ચીંધેલા પગથિયાં અત્યંત વૈજ્ઞાનિક છે. સ્વાધ્યાય બહુ પીડાદાયી છે એટલે એમાં ટકી રહેવું બહુ મુશ્કેલ છે. ધ્યાન વિષે ઘણું વાંચ્યું છે અને એમાં જવાથી આનંદ મળે છે એમ શાસ્ત્રોમાં લખેલું છે અને ગુરૂએ પણ કહેલું છે પરંતુ સ્વાધ્યાયમાં ઉતર્યા વિના ધ્યાનમાં ઉડાણ આવશે નહિ. દુઃખમાંથી પસાર થઈને જ સુખની ઝલક મળશે. તો વનો અધ્યાય એટલે કે સ્વાધ્યાય કેવી રીતે કરવો તે જોઈએ આવતા અંકે.. (ખાસ નોંધ - ગતાંકમાં નીચે પ્રમાણે પ્રીન્ટીંગ મીસ્ટેક રહી ગઈ છે તે ખાસ સુધારીને વાંચવું.
(૧) પેઈજ . ૪૦ જમણી સાઈડમાં ૧૪ મી લાઈનમાં જુઓ આપણે જાણીએ છીએ કે પાપ કરવા માટે જીવે પાપ કરવું પડશે.” તેમ નથી તે આ પ્રમાણે છે “આપણે જાણીએ છીએ કે પાપ કરે તે વ્યંતર થાય. તો વ્યંતર ગતિની પ્યાલી ૧૦૦ ટકા કરવા માટે જીવે પાપ તો કરવું જ પડશે.”
(૨) આજ પેઈજ નં. ૪૦ જમણી સાઈડ ૨૬ મી લાઈનમાં જુઓ - “જીવ અહીંથી એક ભવ કરતો’ એમ નથી પણ તે આ પ્રમાણ છે. “જીવ અહીંથી રવાના થાય છે. ભરેલી પ્યાલીઓમાંથી જીવ એક પછી એક ભવ કરતો કરતો.').
આ પ્રમાણે ભૂલ સુધારીને વાંચવું. નહીં તો અર્થ પૂરો સમજાશે. નહીં.
D]] ૧૯-ધર્મપ્રતાપ, કાંદિવલી (ઈસ્ટ),
મો. ૯૮૯૨ ૧૬૩૬૦૯
પદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
ઓક્ટોબર - ૨૦૧૭)