________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ગુરુ પાસે જ્ઞાન છે, અનુભવ છે, ગુણ છે. શિષ્યને એ જોઈએ છે. પણ એ ગ્રહણ કરવા માટે 'પાત્ર' બનવું પડે શિષ્યની પાત્રતા એટલે 'ખાલીપણું'1
ગ્રતા વાની સ્વીકારવાની - અનુસારવાની તૈયારી શિષ્યના પક્ષે હોય તો ગુરુ પાસેથી કંઈક મળે. સ્વ-મતિ, સ્વ-છંદને તજી શકે તે ગુરુને ભજી શકે
સ્વચ્છંદ : શિષ્યની પાત્રતા પર પાણી ફેરવી દે એવી ચીજ, અધ્યાત્મક્ષેત્રે બધી રીતે લાયક શિષ્ય-મુમુક્ષુ જે ભયાનક ભૂલ કરી શકે તે છે - સ્વ-છંદ.
સ્વ-છંદ એટલે કોઈના કહેવામાં ન રહેવું તે. સ્વચ્છંદી વ્યક્તિ વ્યવહારજગતમાં સ્વીકાર્ય નથી બનતી, અધ્યાત્મક્ષેત્રે તો બિલકુલ નહિ. શિષ્ય શાની હોય, વ્રત-નિયમ આકરા પાળતો હોય પણ પોતાના વિચારોને - પોતાના માનેલા સિદ્ધાર્તાને વળગી રહેતો હોય - એ છે સ્વચ્છંદ. સ્વ-છંદ છે તો ગુરુનું શું કામ છે?
n
विशेषेण नीयते अनेन इति विनयः ।
વિનય શું છે? વળવાની - વળી જવાની તૈયારી. એનો જે થકી વ્યક્તિને ગુરુ ઈચ્છે તેમ વાળી શકે, ઢાળવા માગે તેમ ઢાળી શકે.
ગુણ
* અમરતવાણી
એક સૂફી ગામના ચોરે બેઠો હતો. આખા દિવસ દરમ્યાન અનેક મુસાફરો તેની પાસે આવ્યા અને માણસ જાત વિશે, જીવન વિશે, સૂફી સંપ્રદાય વિશે, સૂફીઓ વિશે એમ જાતજાતના સવાલો પૂછયા પણ સૂફીએ કર્યો જવાબ ન આપ્યો, ફક્ત સહુને નમસ્કાર કર્યા. સાંજ પડતાં એક ગરીબ માણસ એક મોટો ભારો ઊંચકીને ત્યાં આવ્યો, અને એ પાસેના ગામમાં જવાનો રસ્તો પૂછવા લાગ્યો. ત્યારે સૂફી તુરત ઊઠયો અને એનો ભારો પોતાના માથે ઊંચકી લીધો અને સાચા રસ્તા પર થોડે દૂર સુધી મૂકી પાછો ચોરે આવી બેઠો. એક જુવાન સુધીને દિનભરથી જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું : ‘કેટલા લોકો તમને પૂછવા આવ્યા અને તમે જવાબ જ ન આપ્યો અને આ માશસને મૂકવા ગયા!' સુફી કહે : આને જ મારી જરૂર હતી. બીજા તો બૌદ્ધિક વિશ્વાસ માટે પૂછતા હતા1
શિષ્ય અંદરથી ઢીલ મૂકે એ વિનય, લાકડા જેવી અક્કડતા નહિ, રબર જેવી લવચીકતા.
વિનીત : ગુરુ જેમ દોરે તેમ દોરાય.
ગુરુની ઈચ્છા-આશય-અપેક્ષાને વગર કહ્યે સમજી જાય - ગુરુના હૃદયના તાર અને શિષ્યના હૃદયના તાર એક સૂરે વાગે - એવા શિષ્ય પ૨ વરસે ગુરુની કૃપા.
ગુર- ઊંચા અવાજે બોલે ?, બોલે. અને ત્યારે વિનીત શિષ્ય રાજી થાય : ગુરુજી મને વઢ્યા, મને પોતાનો ગણ્યો, મને બચાવ્યા...
શ્રી ઉમાસ્વાતિ મહારાજ કહે છે : ગુરુના ઠપકાના વેદા તો મલયાચલના ચંદનની સુવાસ લઈને આવતા શીતળ પવન જેવા છે - શિષ્ય અહિતના તાપને શમાવશે.
શિષ્યના અહંનો નાશ કરવા ગુરુ ગમે તે કરી શકે. n ગુણવંતા-ગરવા-ગંભીર ગુરુવર્યોને વંદના! સુવિનીત-સુપાત્ર શિષ્યોને અનુવંદના
nu પાર્શ્વચંદ્રગચ્છનો ઉપાશ્રય, બોળપીપળા, ખંભાત - ૩૮૮૬૨૦
અમરતવાણી
એક અનુભવ વૃદ્ધ સાધુ એક નાનકડા ગામમાં આવી પહોંચ્યા. સાધુની વિદાય સમયે એક જિજ્ઞાસુએ પૂછ્યું : 'જીવનમાં કાયમ આનંદમાં રહી શકાય તે માટે શું કરવું ?' સાધુ કહે : ‘પહેલી વાત તો એ કે જ્યાં પણ રહો, તમારી જાતને અનિવાર્ય બનાવી દો. આ માટે ખૂબ કામ કરો અને કોઈના પર બોજો ન બનો. બીજી વાત તમારી જાતને પૂર્ણ નીરોગી - સ્વસ્થ રાખો. તમારું પોતાનું કામ કરવા અને બીજાને મદદરૂપ થવા માટે પણ તંદુરસ્ત હોવું આવશ્યક છે. તમારી આત્મનિર્ભરતા પ્રસન્નતાનો પાયો બની રહેશે. ત્રીજી વાત આળસને તમારી આસપાસ પણ ફરકવા ન દેશો. પ્રમાદીએ પરોપજીવી બનવું પડે છે. અને ચોથી વાત એક એક પૈસાનો સદુપયોગ કરજો. મોજશોખ, દેખાડા, પાખંડથી દૂર રહેજો. તમને મળેલા પૈસા પ્રભુની ભેટ છે. તેનો સદુપયોગ કરજો.'
પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ઓગસ્ટ – ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક